________________
૪૯૦ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
અને ગદા છે તથા ડાબા હાથમાં નોળિયો અને રુદ્રાક્ષસૂત્ર છે.
. માનવી' નામે દેવી છે. વર્ણ ગૌર છે. વાહન સિંહ અને હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને મગદળ છે. ડાબા હાથમાં કળશ અને અંકુશ છે.
૧૨. વાસુપૂજ્ય સ્વામી : વર્ણ રાતો, ચિહન મહિપ, શતભિપા નક્ષત્ર અને કુંભ રાશિ છે. “કુમાર” યક્ષ છે. તેનો વર્ણ દ્વૈત, વાહન હંસ, હાથ ચાર છે. જમણા હાથમાં માતુલિંગ અને બાણ છે. ડાબા હાથમાં નકુળ અને ધનુષ્ય છે.
'પ્રચંડા' નામે દેવી છે. વર્ણ શ્યામ, વાહન ઘોડો, હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને શક્તિ છે. ડાબા હાથમાં ફળ અને ગદા છે.
૧૩. વિમલનાથ : વર્ણ કનક છે. ચિહ્ન વરાહ છે. નક્ષત્ર ઉત્તર ભાદ્રપદા અને રાશિ મીન છે. “પમુખ” યક્ષ છે, તેનો વર્ણ શ્વેત, વાહન મોર અને હાથ બાર છે. જમણા હાથોમાં ફળ. ચક્ર, બાણ, ખડ્ઝ, પાશ અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથોમાં નકુળ, ચક્ર, ધનુષ્ય, ફલક, અંકુશ અને અભયમુદ્રા છે.
'વિદિતા” દેવી છે. તેનો વર્ણ હરતાલ જેવો, આસન કમળ, હાથ ચાર છે. જમણા હાથમાં બાણ અને પાશ છે. ડાબા હાથમાં મનુષ્ય અને નાગ છે.
૧૪. અનંતનાથ : વર્ણ હેમ, ચિહ્ન યેન, નક્ષત્ર સ્વાતિ, રાશિ તુલા છે. 'પાતાળ' યક્ષ છે. તેનાં ત્રણ મુખ, રાતો વર્ણ, મકર વાહન અને છ ભુજાઓ છે. જમણા હાથોમાં કમળ, પડ્યું અને 'પાશ છે, ડાબા હાથમાં નકુલ, ફલક અને રુદ્રાક્ષસૂત્ર છે.
અંકુશા' દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન કમલ, હાથ ચાર છે. જમણા હાથમાં ખડગ અને પાશ છે. ડાબા હાથમાં ચર્મ અને ફલક છે.
૧૫. ધર્મનાથ : વર્ણ કનક, ચિહન વજ, નક્ષત્ર પુષ્ય અને રાશિ કર્ક છે. કિન્નર' યક્ષ છે. તેને ત્રણ મુખ છે. વર્ણ રાતો, વાહન કૂર્મ અને હાથ છ છે. જમણા હાથમાં બીજોરું, ગદા અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નકુલ, પત્ર અને રુદ્રાક્ષમાળા છે.
કંદર્પ (પન્નગા) નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન મત્સ્ય, હાથ ચાર છે. જમણા હાથમાં કમળ અને અંકુશ છે. ડાબા હાથમાં કમળ અને અભયમુદ્રા છે.
૧૬. શાંતિનાથ : વર્ણ સોનાનો, ચિહ્ન મૃગનું, ભરણી નક્ષત્ર અને મેષ રાશિ છે. ગરુડ યક્ષ છે. તેનું મુખ વરાહ જેવું છે. વર્ણ શ્યામ છે. વાહન વરાહ છે. હાથ ચાર છે. જમણા હાથમાં બીજોરું અને કમળ છે. ડાબા હાથમાં નોળિયો અને રુદ્રાક્ષસૂત્ર છે. - નિર્વાણી' નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, આસન કમળ અને હાથ ચાર છે. જમણા હાથમાં પુસ્તક અને કમળ છે. ડાબા હાથમાં કમંડલુ અને કમળ છે.
૧૭. કુન્યુનાથ : વર્ણ કનક છે. ચિહ્ન બકરાનું છે. નક્ષત્ર કૃત્તિકા અને રાશિ વૃષભ છે. ગંધર્વ યક્ષ છે. તેનો વર્ણ શ્યામ, વાહન હંસ, ચાર હાથ છે. જમણા હાથ વરદમુદ્રામાં છે. ડાબા હાથમાં બીજોરું અને કુશ છે.
બિલા” નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન મોર અને હાથ ચાર છે. જમણા હાથમાં બીજો હું અને ફૂલ છે. ડાબા હાથમાં ગોફણ અને કમળ છે.
૧૮. અરનાથ : વર્ણ સોનાનો, ચિહ્ન નંદાવર્ત, નક્ષત્ર રેવતી અને રાશિ મીન છે. યક્ષેન્દ્ર યક્ષ છે. તેને છ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, શંબર વાહન અને બાર હાથ છે. જમણા હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org