________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૪૮૯
માતુલિંગ, રુદ્રાક્ષસૂત્ર, ને ડાબા હાથમાં નોળિયો અને અંકુશ છે.
કાલિકા' નામે દેવી છે. તેનો વર્ણ શ્યામ, આસન પદ્મનું અને હાથ ચાર છે. જમણામાં વરદમુદ્રા અને પાશ છે તથા ડાબા હાથમાં નાગ અને અંકુશ છે.
૫. સુમતિનાથ : વર્ણ હેમ છે. ચિહન ક્રૌચ (સારસ પક્ષી) છે. તેમનું નક્ષત્ર મઘા છે અને તેમની રાશિ સિંહ છે. તુંબરૂં” નામે યક્ષ છે. તેનો વર્ણ દ્વૈત, વાહન ગરુડ, હાથ ચાર છે. જમણામાં વરદમુદ્રા અને શકિત છે, ડાબામાં ગદા અને નાગપાશ છે.
દેવી મહાકાલી' છે. તેનો વર્ણ સુવર્ણ, વાહન પધ, હાથ ચાર છે. જમણામાં વરદમુદ્રા અને પાશ તથા ડાબામાં માતુલિંગ અને અંકુશ છે.
૬. પદ્મપ્રભુ : વર્ણ રાતો, ચિહન કમળનું, ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિ છે. યક્ષ કુસુમ' છે. તેનો વર્ણ નીલ, વાહન કુરંગ અને હાથ ચાર છે. ફળ અને અભયમુદ્રા જમણા હાથમાં છે તથા નોળિયો અને રુદ્રાક્ષ ડાબા હાથમાં છે.
દેવી ‘અય્યતા છે. તેમનો વર્ણ શ્યામ, વાહન નરનું છે, હાથ ચાર છે. જમણા હાથ વરદમુદ્રામાં છે તથા ડાબા હાથમાં નોળિયો અને રુદ્રાક્ષ છે.
૭. સુપાર્શ્વનાથ : વર્ણ સોનેરી, ચિહન સ્વસ્તિકનું, નક્ષત્ર વિશાખા છે અને રાશિ તુલા છે.. યક્ષ “માતંગ' છે. તેનો વર્ણ નીલ છે. વાહન માતંગ છે. હાથે ચાર છે. જમણા હાથમાં ધન અને પાશ છે. ડાબા હાથમાં નકુલક અને અંકુશ છે.
શાંતા” દેવી છે. તેનો વર્ણ સુવર્ણ, વાહન હાથી અને હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં ફૂલ અને અભયમુદ્રા છે.
૮. ચંદ્રપ્રસ્વામી : વર્ણ ધવલ છે. ચિહ્ન ચંદ્રનું છે. અનુરાધા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિ છે. 'વિજય' નામે યક્ષ છે. તેનો વર્ણ હરિત, વાહન હંસ તથા હાથ બે છે. જમણા હાથમાં ચક્ર છે અને ડાબા હાથમાં મુદગલ છે.
ભ્રકુટિ' નામે દેવી છે. વર્ણ પીળો છે. વાહન વરાહ છે. હાથ ચાર છે. જમણા હાથમાં ખડ્ઝ અને મગદળ છે. ડાબા હાથમાં ફલક અને ફરશી છે.
૯. સુવિધિનાથ : વર્ણ ધવલ છે. મગર લાંછન છે. મૂળ નક્ષત્ર છે. ધન રાશિ છે. 'અજિત” નામે યક્ષ છે, જેનો વર્ણ શ્વેત છે, વાહન કાચબો છે અને હાથ ચાર છે. જમણા હાથમાં માતુલિંગ અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં નકુલ અને ભાલો છે.
સુતારા' નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન બળદ તથા ચાર ભુજાઓ છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં કળશ અને અંકુશ છે.
૧૦. શીતલનાથ : વર્ણ સોના જેવો, ચિહ્ન શ્રીવત્સનું છે. પૂર્વાષાઢા નક્ષત્ર છે. ધન રાશિ છે. બ્રહ્મ' નામે યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ નેત્ર, ધવલ વર્ણ, પદ્માસન અને આઠ હાથ છે. જમણા હાથે માતુલિંગ, મગદળ, પાશ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નકુલ, ગદા, અંકુશ અને રુદ્રાક્ષ છે.
'અશોકા' નામે દેવી છે. તેનો વર્ણ નીલ, વાહન કમળ, હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને પાશ છે. ડાબા હાથમાં ફળ અને અંકુશ છે.
૧૧. શ્રેયાંસનાથ : વર્ણ હૈમ, ચિહ્ન ગંડક, શ્રવણ નક્ષત્ર અને મકર રાશિ છે. ઈશ્ર્વર' નામે યક્ષ છે. તેનો વર્ણ ધોળો, ત્રણ નેત્ર, વૃષભ વાહન અને ચાર હાથ છે. જમણા હાથમાં માતલિંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org