SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૮૭ જૈિનધર્મમાં દેવી-દેવતાઓનું આગવું સ્થાન * એચ. સી. જૈન મનુષ્યજીવનનું પરમ લક્ષ્ય કે ચરમ લક્ષ્ય કર્મોથી મુકિત અને અનંત સુખની પ્રાપ્તિ છે. આ લક્ષ્ય શકય બને ત્યાં સુધીના વચગાળામાં સહજ સમાધિ અને શાંતિ કરાવનારા પરિબળોની ઉપાસના કરવાની અત્રે હિમાયત કરવામાં આવી છે. – સંપાદક, ભારત તપોભૂમિનો દેશ છે. અહીં ભાગ્યે જ કોઈ એવો પ્રદેશ હશે કે જ્યાં કોઈ સંત-મહાત્માનું સ્થાનક ન હોય. જૈનધર્મ પણ ભારતનો અતિ પ્રાચીન ધર્મ છે. વાસ્તવમાં, ભારતની સંસ્કૃતિ જ ધાર્મિક સંસ્કૃતિ છે. જૈન ધર્મના ચોવીસ તીર્થકરોએ ભારતવર્ષમાં વિચારીને જૈન સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરેલો. તેઓએ ભારતીય સમાજમાં જૈનધર્મનાં મૂળિયાં ઊંડાં નાંખ્યાં. આવા તેજસ્વી તારક સમા તીર્થકરોની સ્તુતિ ખુદ દેવી-દેવતાઓએ પણ કરેલ છે, એમ જૈન સાહિત્યમાં નોંધાયું છે. ૨૩માં તીર્થકર ભગવાન પાર્શ્વનાનો મહિમા ગાવા માટે, તેમનાં ગુણગાન કરવા માટે તથા તેમની આરાધના કરવા માટે અનેક સ્તુતિઓ લખાઈ છે. આવી એક પ્રભાવશાળી સ્તુતિ આચાર્ય પદ્મનંદીજીએ પાર્શ્વનાથ સ્તોત્ર રૂપે સંસ્કૃતમાં લખી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા-ઊગરવા માટે ભગવાન પાર્શ્વનાથનું પુણ્યસ્મરણ, પુણ્યકીર્તન શ્વેતામ્બર અને દિગમ્બર--બંને સંપ્રદાયોમાં પ્રચલિત છે. ભગવાન પાર્શ્વનાથજીની સાથોસાથ ભગવતી પદ્માવતીજીના સ્મરણની પરંપરા થઈ. જ્યારે કમઠ નામના તાપસે મેઘમાળીના ભાવમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મેર સમાન અડગ ધ્યાન જોયું તો પૂર્વજન્મની વૈરાગ્નિ પ્રજ્વલિત થતાં, ધ્યાનભંગ કરવા તેણે અનેક પ્રકારના પરિપહો કરવા શરૂ કર્યા. ત્યારે ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી ભગવાનનું રક્ષા-કવચ બની આડાં ઊભાં રહી ગયાં અને કમઠના તમામ ઉપસર્ગો નાકામયાબ બનાવી દીધા. આમ, ભગવાન પાર્શ્વનાથના ઉપાસના પર્વમાં વિઘ્નોના નિવારણ અર્થે ધરણેન્દ્ર અને દેવી પદ્માવતીનો ફાળો રહેલો જોવા મળે છે. नरेन्द्रं कवीन्द्रं सुरेन्द्रं अधीशं, शतेन्द्रं शुचूगै भजे नाथ, शीशम् । मुनीन्द्रं गणेन्द्रं नमो जोडी हाथं नमो देवदेवं सदा पार्श्वनाथम् ।। ભગવાન પાર્શ્વનાથની ઉપાસનામાં પદ્માવતી એક એવી આરાધ્યદેવી છે કે જે શ્રી પાર્શ્વપ્રભુના ભકતોના તમામ પ્રકારના શારીરિક, માનસિક અને સાંવેગિક રોગ, ભય અને વિપ્નોનું નિવારણ કરે છે. વાંઝિયાને પુત્ર, દરિદ્રોને ધન અને અજ્ઞાનીઓને જ્ઞાન આપે છે. લૌકિક સિદ્ધિઓને પ્રદાન કરનારી દેવી હોવાને કારણે તેની પૂજા સંકટમોચની દેવી તરીકે થાય છે. જૈન ધર્મમાં દેવી-દેવતાઓનું માહાભ્ય એટલા માટે વધારે છે કે તેઓ સાધકના લૌકિક અને પારલૌકિક વિઘ્નો દૂર કરે છે. નિશ્ચયનયની દષ્ટિએ મનુષ્યના જીવનનું ચરમ લક્ષ્ય બેશક સાંસારિક કષ્ટોથી મુકિત અને અલૌકિક સુખની પ્રાપ્તિનું હોય છે. અલબત્ત, આ કંઈ રસ્તામાં પડેલી ચીજ નથી કે આસાનીથી પ્રાપ્ત થઈ જાય. એ માટે તો જરૂરી છે વ્રત પાલન, જ્ઞાનોપાસના તથા નિર્મળ આહાર-વિહાર. દેવી-દેવતાઓની ઉપાસના માટે સ્તોત્રપઠન-પાઠન વગેરેની શિબિરો ગોઠવવી જોઈએ. અધિકારી વિદ્વાનો તથા પૂજ્ય સાધુ-સંતોનું માર્ગદર્શન મેળવવું જોઈએ. દરેક દેવી-દેવતાઓની ઉપાસના આપણને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિમાં સહાયક થાય છે. ભકતજનને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. સાધકના મનમાં શુભ લાગણીઓ તથા શુભ સંકલ્પો જગાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy