SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૮૫ ભૈરવ પદ્માવતી ક૯૫માં માથા ઉપર સર્પના ફણાવાળી, કટ સર્પના વાહનવાળી, કમળ સરખા મુખવાળી, ત્રણ નેત્રોવાળી, વરદ, અંકુશ, પાશ અને દિવ્ય ફળ જેના હાથમાં છે એવી પદ્માવતી દેવીનો જપ કરનારા સત્વરુપોએ આ ફળ દેનારી દેવીનું ધ્યાન ધરવા જણાવેલું છે.૨૫ ભુજાઓના આધારે પદ્માવતી દેવીની પ્રતિમાઓનું વિવિધ વિભાગોમાં વિભાજન કરી શકાય. દ્વિભુજ પ્રતિમા : દ્વિભુજ દેવીપ્રતિમા સાથે કમઠ ઉપસર્ગવાળો પ્રસંગ જોવા મળતો. યક્ષની પટરાણી પાર્શ્વનાથના મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે. જ્યારે બાકીની રાણીઓને પૂજા કરતી કે નૃત્ય કરતી દર્શાવાયેલી હોય છે. ઈલોરાની ગુફાના એક શિલ્પપટ્ટમાં રાણીઓને અર્ધમાનવ સ્વરૂપે દર્શાવાયેલી છે, જેનો અર્ધભાગ સર્પાકાર છે. દિગંબર સંપ્રદાયના ઈલોરા ખાતેના શિલ્પપટ્ટમાં પદ્માવતીને દ્વિભુજ બતાવેલી છે. જ્યારે શ્વેતાંબર પરંપરા મુજબની દ્વિભુજ દેવીનું ૧૪મા શતકનું ચિત્ર ઈડર ખાતેથી પ્રાપ્ત થયેલા તાડપત્ર પર જોવા મળેલું, જેના મસ્તક પર ત્રણ ફણાનું છત્ર છે. મહુડી ખાતે નોંધાયેલી અને હાલ વડોદરા સંગ્રહાલયમાં મૂકેલી પાશ્ર્વનાથની ૧૧મા શતકની ધાતુ-પ્રતિમામાં પણ દ્વિભુજ પદ્માવતીનું અર્ધસ્વરૂપ માનવ ને અર્ધસ્વરૂપ સર્ષ -- એમ મિશ્ર સ્વરૂપની પ્રતિમા છે. પાટણ ૮ મુકામે આવેલા શીતલનાથ મંદિરમાં પણ દ્વિભુજ પદ્માવતીની પ્રતિમા જોવા મળે છે, જેના મસ્તક પર પાંચ સપ્તફણાનું છત્ર છે, જમણા હસ્તમાં પદ્મ તેમ જ વામ કરમાં ફળ છે. ચતુર્ભુજ પ્રતિમા : ચતુર્ભુજ પ્રતિમાઓનો પ્રસાર વધુ જોવા મળે છે. આચાર્ય હેમચન્દ્રસૂરિના મતાનુસાર સુવર્ણ વર્ણવાળી દેવી, કુફ્ફટ-સર્પ ઉપર આરૂઢ થયેલી છે, જેના જમણા બે કરમાં પડા અને પાશ તથા વામ કરમાં ફળ અને અંકુશ છે. ૨૯ અન્ય ગ્રંથો, જેવા કે નિર્વાણ કલિકા. આચારદિનકર, વચનસારોદ્ધાર-ટીકા, મંત્રાધિરાજ-કલ્પ તથા કાલલોકપ્રકાશ શ્રી હેમચન્દ્રાચાર્યને અનુસરે છે.૩૦ ચતુર્ભુજ દેવીની ૯મી-૧૦મી સદીની, દેવગઢના કિલ્લાની પશ્ચિમ બાજુના સ્તંભ ઉપર, પા ઉપર લલિતાસનમાં જોવા મળેલી પ્રતિમા સૌથી પ્રાચીન પ્રતિમાનો નમૂનો છે. દેવીની ઉપર પાર્શ્વનાથ પદ્માસન મુદ્રામાં કંડારેલા છે. સાબરકાંઠા જિલ્લાના ભીલોડા.૩૨ મુકામે આવેલા જૈન મંદિરમાં મળી આવેલી પદ્માવતીની ધાતુ-પ્રતિમામાં દેવીના મસ્તક પર નવ ફણાનું છત્ર છે. દેવીના ઉપરના બન્ને હસ્તમાં અંકુશ અને પાશ છે, જ્યારે પદ્મ અને કળશ નીચેના જમણા અને ડાબા હસ્તમાં ગ્રહેલાં છે. કુટ સર્પ વાહન છે. પાટણ મુકામે પણ ચતુર્દસ્ત પ્રતિમાં મળી આવેલ છે. ખંભાતના શાન્તિનાથ દેરાસરના ગ્રંથ-ભંડારમાં તાડપત્રમાં ચતુર્ભુજ દેવીની આકૃતિ ૧૩મી સદીની છે. જેના ઉપલા બન્ને કરમાં પદ્મ છે, જ્યારે નીચલા વામ હસ્તમાં કળશ તથા નીચલા જમણા હાથમાં બીજોરું છે. થોડા સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હળાદ ગામેથી જમીનમાંથી નીકળેલી પીઠિકા ઉપર કંડારેલી પદ્માવતીની પ્રતિમાનું લેખકે નિરીક્ષણ કરેલું. લીલા પારેવા પથ્થરમાં કંડારેલી પીઠિકાના ખંડની ઊંચાઈ, લંબાઈ, જાડાઈ અનુક્રમે ૨૦, ૬૦, ૨૦ સે.મી.ની છે. આ શિલ્પાવશેપની મધ્યમાં યક્ષિણી પદ્માવતીની અર્ધપર્યકાસનસ્થ ચતુર્દસ્ત પ્રતિમા છે, જેના અગ્રભાગના બન્ને હસ્તમાં સનાલ પદ્મ છે, જ્યારે પાછળનો જમણો કર વરદ મુદ્રમાં છે અને વામ કરમાં બિજારું રહેલું છે. દેવીની નીચેના કશન મધ્યે ધર્મચક્ર કંડારેલું છે. દેવીની બન્ને બાજ ગજ અને ત્યારબાદ સિંહ કંડારેલા છે. પીઠિકાના બન્ને ખૂણા પૈકી જમણી બાજુ પાર્શ્વ યક્ષ અને વામ બાજુએ યક્ષિણી પદ્માવતી અર્ધપર્યકાસનસ્થ કંડારેલાં છે. દેવીના ચતુર્વસ્ત પૈકી આગળના બન્ને હસ્તમાં વજ અને પાશ રહેલાં છે, જ્યારે પાછલા બને હસ્તમાં વરદ મુદ્રા અને બિજોરું રહેલું છે. દેવી કક્કટ પર આરૂઢ થયેલાં છે. દેવી હિંસેરી માળા તેમ જ સ્તનસૂત્ર, હસ્તવલય, પાદવલય વગેરેથી આભૂષિત છે. પાટણના* પંચાસરા પાર્શ્વનાથ દેરાસરની દેવીના હાથમાં રહેલાં ઉપરકરણો પરંપરાથી અલગ રીતે દર્શાવાયેલાં છે, જેના ઉપલા બન્ને હસ્તમાં પદ્મ, નીચલા જમણા હસ્તમાં પાશ તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy