SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] તેમ જ તામિલનાડુ ખાતે મળી આવેલી પ્રતિમામાં આ જ પ્રસંગનું આલેખન કરવામાં આવેલું છે. આ જ પ્રસંગના વર્ણનમાં થોડા અંશે ફેરફાર સાથેની પાર્શ્વનાથની પ્રતિમા ઈલોરાની જૈન ગુફા તેમ જ દક્ષિણ કર્ણાટકમાંથી પણ પ્રાપ્ત થયેલી છે. અકોટા (ગુજરાત)ની પદ્મ ઉપર કાયોત્સર્ગ મુદ્રામાં મળી આવેલી પાર્શ્વનાથની ધાતુ-પ્રતિમામાં કમઠ સાધુ સાથેનો પ્રસંગ પ્રદર્શિત કરેલો છે. આ સિવાય પાર્શ્વનાથની ૭મી અને ૮મી સદીની એકતીર્થિકા પ્રતિમા તેમ જ ત્રિતીર્થિકા પ્રતિમાઓ પણ મળેલી છે. આવી પ્રતિમાઓ ગુજરાતમાં અકોટા'', કડી વગેરેમાંથી મળી આવેલી હોવાના ઉલ્લેખો મળે છે. અકોટામાંથી પ્રાપ્ત થયેલી ત્રિતીર્થિકા પ્રતિમાની મધ્યમાં પાર્શ્વનાથની, જમણી બાજુ ૠષભદેવ અને ડાબી બાજુ મહાવીરસ્વામીની પ્રતિમા છે, જ્યારે પીઠિકા નીચે ડાબી બાજુ યક્ષિણી અંબિકાની મૂર્તિ છે. [ ૪૮૩ પાર્શ્વનાથની પ્રતિમા બે પ્રકારનાં ભિન્ન સ્વરૂપોમાં--એક કાયોત્સર્ગ સ્વરૂપમાં અને દ્વિતીય પદ્માસનસ્થ મુદ્રામાં જોવા મળે છે. મસ્તક ઉપર પાંચ, સાત, નવ, અગિયારથી માંડી સહસ્ર ફણાઓવાળા નાગનું છત્ર પણ જોવા મળે છે. ભદ્રપીઠના અગ્રભાગે સર્પનું લાંછન કંડારેલું હોય છે. તેમના યક્ષ ધરણેન્દ્ર કે પાર્શ્વયક્ષ તરીકે ઓળખાય છે, જ્યારે યક્ષિણી પદ્માવતી છે. કુપાણકાળની પ્રતિમાઓની નાગફણા ઉપર સ્વસ્તિક, ધર્મચક્ર, ત્રિરત્ન, શ્રીવત્સ, કળશ, મત્સ્યયુગલ, સનાલપદ્મ વગેરે શુભ ચિહ્નો જોવા મળે છે. જૈન ધર્મશાસ્ત્ર મુજબ પાર્શ્વનાથની શાસનદેવી પદ્માવતીની મૂર્તિ ઈસવીસનના દસમા શતક પછીની જોવા મળે છે. શિરોહીમાંથી પ્રાપ્ત થયેલી પાર્શ્વનાથની સાતમી સદીની પ્રતિમા સાથે અંબિકાની મૂર્તિ કંડારેલી છે. એ જ રીતે ગુજરાત” અને રાજસ્થાનમાંથી" પ્રાપ્ત થયેલી પાર્શ્વનાથની ૯મી સદીની ધાતુ-પ્રતિમાની ઉપર સપ્તણ્ણા નાગ તેમ જ સિંહાસનની ડાબી બાજુ અંબિકા યક્ષિણી હાથમાં બાળક સાથે દર્શાવેલી છે. આ ઉપરાંત પણ આ પ્રકારની અનેક પ્રતિમાઓ નોંધાયેલી છે. 1 લખનૌ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરાયેલી કંકાલી ટીલા (મથુરા)ની પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા ઈ.પૂ. પેલી સદીની સૌથી પ્રાચીન પ્રતિમા છે. ગુજરાતમાં સૌથી પ્રાચીન પ્રતિમા સૌરાષ્ટ્રમાં ઉના ગામ નજીક આવેલા અજારા ગામમાંથી મળી આવેલી પાર્શ્વનાથની પ્રતિમા ઈસવીસનના ત્રીજા સૈકાની જણાઈ છે. આ ઉપરાંત ઢાંકની ગુફામાં પ્રતિમા કંડારાયેલી છે. ત્યારબાદ મહુડી ગામમાંથી ૬ઠ્ઠી સદીની, કડીમાંથી પ્રાપ્ત થયેલી ઈ.સ. ૯૮૯ની સાલની પ્રતિમા વગેરે નોંધાયેલી છે. ત્યારબાદ આબૂ-દેલવાડા ઉપરના લુણવસહિ, વિમલવસહિ તથા કુંભારિયા, તળાજા, પ્રભાસપાટણ, શંખેશ્વર, પાટણ પાસે ચારૂપ ગામ, વાંકાનેર વગેરેં અનેક સ્થળોએ પાર્શ્વનાથની સંખ્યાબંધ પ્રાચીન પ્રતિમાઓ મળી આવેલી છે. મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામેથી તેમ જ બનાસકાંઠા જિલ્લાના વારાહી તાલુકાના સદુપુરા ગામેથી ખોદકામ કરતાં જમીનમાંથી પાર્શ્વનાથની પ્રતિમા મળી આવેલી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હળાદ ગામેથી પણ જમીનમાંથી નીકળેલી પાર્શ્વનાથ-પ્રતિમાના પાર્શ્વ ભાગનું લેખકે સર્વેક્ષણ દરમિયાન નિરીક્ષણ કરેલું. પ્રતિમા જે તે સમયે ખંડિત થઈ ગયેલી હશે. લીલા પારેવા પથ્થરમાં કંડારાયેલા આ શિલ્પનું માપ ઊંચાઈ ૨૦ સે.મી., લંબાઈ ૬૦ સે.મી. અને જાડાઈ ૨૦ સે.મી. છે. સપ્તફણાવાળા પાર્શ્વપ્રભુની પ્રતિમાજીના ઉપરના ભાગે ગજ અને ગજસવારો તેમજ માનવ આકૃતિઓ કંડારાયેલી છે તેની ઉપર પથ્થરના મથાળે ફરતાં વિકસિત પુષ્પભાતવાળાં અર્ધવૃત્ત કંડારેલાં છે, જેની ઉપર વિકસિત પદ્મની પત્રાવલી કંડારેલી છે. સર્પણાની બન્ને બાજુએ ગજવ્યાલ તેમ જ તેની બાજુએ નાના ખતકમાં પદ્માસનસ્થ તીર્થંકરની પ્રતિમા કંડારેલી છે. આ ખતકની બાજુમાં ત્રિકૂટ કરેંડ મુકુટ ધારણ કરેલા માલાધરો છે. આ શિલ્પ ઈસુના ૧૨મા શતકનું હોવાનું જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy