SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જૈન ધર્મમાં ચમત્કારિક પીઠ હોમ્બુજા પદ્માવતી દેવી * પ્રા, બિપિનચંદ્ર ૨. ત્રિવેદી કર્ણાટકની પ્રાચીન નગરી, બેંગલોર-મેંગલોરની નજીક, ઝાડીઓ વચ્ચે એક નયનરમ્ય મંદિર જે અનેકોની શ્રદ્ધા-આસ્થા-ભકિતનું પ્રબળ કારણ અને કેન્દ્ર બની રહ્યું છે એ હુમચા (હોમ્બુજા)ના પદ્માવતીની ભીતર છુપાયેલી એક નાની શી કથા અત્રે પ્રસ્તુત છે. સ્થળ અને તીર્થ નયનરમ્ય છે. સુવર્ણને કન્નડ ભાષામાં 'હોમ્બુ' કહે છે. વર્તમાનમાં એ શબ્દમાંથી હુમચા, હમચ શબ્દ આવ્યો છે. આ હોમ્બુજા તીર્થની દેવી પદ્માવતીજીની વિગ્રહ અને અનુગ્રહ બે શકિતઓને પ્રગટ કરતી કથા અત્રે પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીએ આપીને ઉપકૃત કર્યા છે. સંપાદક . છેવટે જિનદત્તના પિતાને બોલવું પડ્યું, 'બોલ, શું કરું ? અપરમાતા જે તકની રાહ જોતી હતી તે આવી પહોંચી. 'કાં તો જિનદત્ત નહીં, કાં હું નહીં...' પોતાના પતિદેવ આગળ જિનદત્તની અપરમાતાની રજૂઆત ચાલુ હતી. માનીતી રાણી પાસે પતિ મૂંગો હતો. કંઇક તો બોલો. હવે એક મ્યાનમાં બે તલવાર નહીં ચાલે.' [ ૪૭૫ 'અહોહો ! પાછા મને પૂછો છો ? મારી નજર સામે જિનદત્ત ન જોઇએ. બેમાંથી એકને પસંદ કરો.' સ્ત્રીહઠનો વિજય થયો. તેની ચડાવણીથી પિતા એક વારના ખોળાના ખૂંદનાર પુત્રનું કાસળ કાઢવા તૈયાર થયો. મોહના પડ આગળ વિવેક કયાંથી ટકે ? O એક તરફ જિનદત્તને કાયમને માટે ઠેકાણે પાડવા અપરમાતા દ્વારા ઘાટ ઘડાઇ રહ્યા હતા, ત્યારે જિનદત્તની સગી માતાને કોઇક અમંગળ ઘટનાની ગંધ આવી ગઇ. પુત્રનું કાસળ કાઢવાનું ષડ્યુંત્ર રચાતું હોય ત્યારે માતાનો જીવ સ્થિર રહે ખરો ? 'બેટા, જિનદત્ત ! લે... અહીંથી મુઠ્ઠીઓ વાળીને માંડ ભાગવા...' જિનદત્તને હજી અપ૨માના કાવતરાની જાણ ન હતી. તે ભોળા ભાવે આશ્ચર્યથી બોલી ઊઠયો : 'કાં ? ' Jain Education International k કાં, શું ? અત્યારે સવાલજવાબની વેળા નથી. પૂછપરછમાં એક પળ પણ વેડફીશ તો જાન ગુમાવીશ. મારા ગુરુજીએ આપેલ આ પદ્માવતી દેવીની મૂર્તિને વસ્ત્રમાં વીંટાળીને અહીંથી ૨વાના થા. તું જીવતો હશે તો કો'ક દિવસેય તારું મોઢું જોવા મળશે... જા બેટા, ભુવનેશ્વરી તારું ભલું કરો.' એટલું બોલતાં બોલતાં માનું ગળું રૂંધાય ગયું. વિદાય લેતા જિનદત્તને ભાંગ્યાના ભેરુ સમા થોડાક માણસોએ સાથ આપ્યો. * * For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy