SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જાવ, જિનદત્તને મારી સમક્ષ હાજર કરો.” અપરમાની સલાહથી ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને હાથ કરવા માણસો મોકલ્યા. પરંતુ જિનદત્ત કયાય મળ્યો નહીં. રાજાની અકળામણનો પાર રહ્યો નહીં. 'અરે, તમે ખાલી હાથે હવે પાછા આવશો તો તમારું આવી બનશે. જાઓ, જિનદત્તને જીવતો યા મરેલો પકડી લાવો.' ફોજ ફરીવાર ઊપડી. પિતાએ મોકલેલી ફોજ પૂછપરછ કરતાં કરતાં નદત્તના પગલે પગલે આગળ ધપી. બસ, દૂર દૂર જિનદત્ત દેખાયો. હવે કયાંથી છટકશે ? આ દેખાય...હમણાં પકડાઇ જશે... અને પકડાઇ જાય એવી વિકટ વેળા આવી પહોંચી ત્યારે જિનદત્તને માતાના શબ્દો યાદ આવ્યા. પોતાની સાથે દેવી પદ્માવતીની મૂર્તિ હતી, પછી ડરવાનું શું ? કોનાથી ડરવાનું ? તેણે મૂર્તિને ધસમસતી ફોજની દિશામાં ફેરવી કે તે જ વખતે દુશ્મનોની ઝડપ એકદમ ઘટી ગઇ. જિનદત્તે દેવીને પ્રિય એવો મંત્ર ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાં તો કોણ જાણે કેમ, પણ સામેના સૈનિકો બેબાકળા બની, ભયભીત બની, નાસભાગ કરતા હોય તેમ લાગ્યું ! જિનદત્તે આંખો ચોળી. ખરેખર, આ કોઇ કલ્પના નહોતી ! પણ સત્યઘટના હતી. મુઠ્ઠીભર માણસો સાથે જિનદત્ત નિર્ભય બનીને આગળ ધપ્યો ત્યારે શ્રી પદ્માવતી દેવીમાં તેની શ્રદ્ધા બલવત્તર બની ગઈ હતી. હવે કોઇ પણ સંકટ સામે લડવા સજ્જ બનેલો જિનદત્ત એક સ્થળે પહોંચ્યો, જ્યાં થાક ખાવાની ઇચ્છાથી પ્રેમાળ માતાએ આપેલ મૂર્તિને વસ્ત્રની ઝોળીમાં મૂકી, ઝોળીને નગોડવૃક્ષની ડાળીએ ભરાવી આરામ કરવા લાગ્યો. એક તો દિવસોની દડમજલ, વૃક્ષોનો શીતળ છાંયો, કુદરતનો નિર્ભય ખોળો - આ બધું તેને ગાઢ નિદ્રા લાવવા પૂરતું હતું. નિદ્રાધીન જિનદત્તને ઝોળીમાં બિરાજેલાં માતાજીએ સ્વપ્નમાં આવી આદેશ આપ્યો : 'જિનદત્ત ! હવે તારી દોડધામનો અંત આવશે. અહીં જ થોભી જા. આ ધરતીમાં છુપાયેલું અઢળક સોનું તારા હાથમાં આવશે. આ સ્થાને રહેલી છે રસકૂપિકા; અહીં છે દિવ્ય ઔષધિઓ. મારે તો હવે અહીંથી બીજે કયાંય જવું નથી. હું પણ મારું માનતો હો તો હવે અહીં જ રહી જા...' બસ, એ જ નગોડવૃક્ષ નીચે મૂર્તિની સ્થાપના કર્યા બાદ જિનદત્તે તેની પૂજા ચાલુ કરી. આજે પણ ત્યાં નગોડનું વૃક્ષ છે. સલામત સ્થળે પહોંચ્યા પછી જિનદત્તે ધરતીમાં છપાયેલા સુવર્ણનો પત્તો લગાવ્યો. તેમાંથી એક સુંદર નગરીનું નિર્માણ કર્યું. ત્યાંની કન્નડ ભાષામાં સોનાને 'હોમ્બ' કહે છે, તેથી આ નગરી લોકજીભે હોખુજા' - સુવર્ણનગરી - નામે વિખ્યાત બની. પરન્તુ સમયની સરાણે લથડતી લોકજીભ કયારેક નવો જ શબ્દ શોધી કાઢે છે એ ન્યાયે હોબુજા હમચા” તરીકે, અને હાલમાં હુમચ'ના નામે ઓળખાય છે. અહીં જિનદત્તે પાર્શ્વનાથ ભગવાનનો સુંદર પ્રાસાદ બાંધ્યો. બાજુમાં જ તેની શાસનસેવિકા પદ્માવતી દેવીનું મંદિર તથા અન્ય મંદિરો ખડાં કરી એક વિશાળ મઠ સ્થાપ્યો. - જિનદત્તરાયે સંદર મડેલ તૈયાર કરાવ્યો તેની બાજુમાં જ એક વિશાળ સરોવર તૈયાર કરાવ્યું એના ખોદકામમાં તેને બે મહામોંઘાં પાણીદાર મોતી મળી આવ્યાં. ઘડીભર તે વિચારમાં પડી ગયો. શું કરવું આ મોતીનું ? બસ, તેણે તરત જ નિર્ણય લીધો : સોનાની સુંદર નથડીઓ બનાવીને તેમાં આ પાણીદાર મોતી જડાવીશ; એક નથડી સમર્પેશ મા પદ્માવતીજીને અને બીજી પહેરાવીશ મનની માનેલી રાણીને. બે સુંદર નથડીઓ તૈયાર થઇ. તેમાંથી એક માતા પદ્માવતીને ચડાવી. આમ તો બંને નથડીઓ દેખાવમાં સમાન હતી, વજનમાં એકસરખી હતી. માત્ર તફાવત એ હતો કે જિનદત્તે પોતાને મળેલાં પાણીદાર મોતી પૈકી સ્ટેજ ઓછું પાણીદાર મોતી હતું તે જડેલી નથડી માતાજીને ચડાવી. ભકત લથડ્યો; ભાન ભૂલ્યો. દેવદેવીને સમર્પિત કરવાની વસ્તુમાં જાણી જોઇને ભેદભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy