SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] પદ્માવતી માતાના જાપ-આરાધનાની વિધિ બતાવી. તે ભાઇએ સતત એકવીસ દિવસ શુદ્ધ-શ્રદ્ધાભાવથી સાધના કરી અને બાવીશમા દિવસે ભગવતીનો ચમત્કાર પામ્યા. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તે ભાઈ ઘરમાં જ નાનકડી મીઠાઇની દુકાન ચલાવતા હતા. ધંધો જોઇએ તેવો ચાલતો ન હતો. પરંતુ ૨૧ દિવસની સાધના બાદ બાવીશમા દિવસે એક મોટા વેપારીનો ચાર મીઠાઇઓનો મોટો ઑર્ડર મળ્યો. તે ભાઇએ ખૂબ કાળજીપૂર્વક સરસ મીઠાઇઓ કરી આપી. પેલા વેપારીએ ખુશ થઇને ભાવ કરતાં વધુ પૈસા આપ્યા. આ ભાઇએ ૫૦ વરસની જિંદગીમાં પહેલી વાર ૮-૧૦ હજા૨ રૂપિયા એકસાથે જોયા-મેળવ્યા. એને હર્ષનાં આંસુ આવી ગયાં. તે જ દિવસે સાંજે આવીને મારી પાસે એ વર્ણન કર્યું. મા પદ્માવતી ૫૨ની શ્રદ્ધા એમના જીવનમાં વ્યાપી ગઇ ! અને બે મહિનામાં તો તે અત્યંત સુખી થઇ ગયા. * * * એક વયોવૃદ્ધ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી એક નોંધમાં લખે છે કે, અમારા સમુદાયના પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર ત્યારે અંતિમ અવસ્થામાં હતા. અમે અમદાવાદથી ઈડર-તારંગા આદિ તીર્થોની યાત્રા માટે નીકળેલા. વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. સંસારીપણામાં પાટણ ગયેલો; પણ સાધુપણામાં પહેલી જ વાર આવ્યો. દ૨૨ોજ ૨૦-૨૧ દેરાસરોનાં દર્શન કરીને ચારેક દિવસમાં બધાં દેરાસરનાં દર્શન કરવાનું નક્કી કર્યું. એમાં એક દેરાસરમાં પદ્માવતીજીનાં દર્શન કર્યાં. તે વખતે અંતરમાં એક અનોખી અનુભૂતિ થઈ. તરત જ સાથે રહેલા એક શ્રાવકને પૂછપરછ કરી કે આ ફોટામાં માતાજી છે તે કયાં છે ? તેમણે કહ્યું કે, અહીં પાટણમાં જ ઢંઢેરવાડામાં છે. તે પછી ત્યાં જઈ સાક્ષાત્ દર્શન કર્યાં. એ જ શ્રાવક ભાઈએ એક ફોટો મને આપ્યો, ત્યારથી એ ફોટો જાપમાં મારી સાથે જ છે. પૂજ્ય પંન્યાસજીશ્રી કાળધર્મ પામ્યા તે પહેલાં અઠવાડિયાની આ ઘટના છે. * * * મહારાષ્ટ્રના સંગમનેરથી એક જૈનમુનિ લખે છે કે, સંગમનેર જૈન મંદિરમાં બિરાજમાન પદ્માવતી દેવી ચમત્કારિક છે. સિત્તેર વર્ષ પહેલાં પ્રવરા નદીમાંથી નીકળેલાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રતિમાજીને લેવા આખો સંઘ ગયો હતો ત્યારે આકાશમાં પાંચવાર તોપોના અવાજ થયા હતા. ભગવાનને દેરાસરમાં લાવ્યા પછી છ મહિના સુધી અમીઝરણાં એટલાં બધાં થતાં કે અંગલૂછણાંથી લૂછવા વડે આખું વસ્ત્ર ભીનું થઈ જતું. આ સર્વ દેવી પદ્માવતીજીનો ચમત્કાર છે. * * * જૈન સાહિત્યકલારત્ન પૂજ્ય આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજની ઉપસ્થિતિમાં પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં મા પદ્માવતી દેવીનો અભૂતપૂર્વ ચમત્કાર સર્જાયો હતો. બનાવની વિગત એવી છે કે, જૈન સાહિત્યમંદિરમાં તા.૧૫-૩-૯૨, ફાગણ સુદિ બારસની રાત્રે ૯થી ૧૧ સુધી શ્રી પદ્માવતી દેવીની મૂર્તિની આંખો બંધ-ઉઘાડ થવા દ્વારા જે ચમત્કાર સર્જાયો તે જોઈને સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા ! આ ચમત્કાર ખુલ્લા મેદાનમાં રહેલી મૂર્તિમાં થયો; અને ૧૦૦-૨૦૦ માણસોએ જ નહીં, પણ હજારો માણસોએ આ ઘટના નજરોનજર નિહાળી. ભાગ્યે જ બનતી આવી ઘટનાથી હજારો આબાલ-વૃદ્ધોમાં ધર્મશ્રદ્ધા દઢ થઈ. આ ચમત્કાર જોઈને અનેક શ્રમણભગવંતો, વિદ્વાનો અને જુનવાણીઓ સુધ્ધાં સ્તબ્ધ બની ગયા. જે યુવાનો દેવદેવીમાં માનતા ન હતા તે માનતા થઈ ગયા. આ ચમત્કાર બન્યા પછી અમોને પૂજ્ય આચાર્યભગવંત પાસેથી વાલકેશ્વર (મુંબઈ)માં બિરાજમાન શ્રી પદ્માવતી માતાજી વિશે જાણકારી પ્રાપ્ત થઈ કે, માતાજીને પૃથ્વી અને જળ તત્ત્વનો સંગમ થાય ત્યાં બેસવું હતું. પૂજ્યશ્રીએ એ જ સ્થાને બિરાજમાન કર્યાં, તેથી પ્રસન્ન થઈ પોતાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy