SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬૯ (પૂના)માં શ્રી નગરાજજી, શ્રી ચાંદમલજી શ્રીમાલ પરિવાર તરફથી આ પૂજન ભણાવવામાં આવ્યું હતું. આ પરિવારની કુળદેવી પણ શ્રી પદ્માવતી દેવી જ છે. શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સર્વપ્રથમ શ્રી પાર્શ્વનાથજી પ્રભુની પૂજાથી આ પૂજનનો પ્રારંભ થાય છે. ત્યાર બાદ મા ભગવતીનું અષ્ટપ્રકારી પૂજન થાય છે. પ્રત્યેક પૂજન ૧૦૮ મંત્રો દ્વારા કરવામાં આવે છે. જ્યાં જળપૂજાનો મંત્રધ્વનિ ગુંજવા લાગે ત્યાં તરત જ તેના સાધકોને માનો સંચાર થાય ! અને જે કોઇ યુગલ પૂજન માટે બેસે, કે તરત જ ત્વરાથી તેમાં માનો સંચાર થાય. શ્રી નગરાજજીની મા લગભગ ૭૦ વર્ષ ઉપરનાં હતાં, તો પણ તેમનામાં માના પવનનો સંચાર થયો ત્યારે દસ-દસ વ્યકિતથી પણ પકડાતાં ન હતાં. આવો અનોખો અનુભવ આ મહાપૂજનોમાં પ્રથમ હતો. આ મહાપૂજન દરમિયાન એક વ્યકિતએ સંકલ્પ કર્યો કે, જો આ મહાપૂજન સાથે જ ચમત્કારી હોય તો તે જે વ્યકિતને ત્રણ-ત્રણ વર્ષથી શોધે છે તે મળી જાય. આશ્ચર્ય કે તે વ્યકિત પોતાના નગર જવા સ્ટેશન પહોંચ્યો ત્યાં પેલી વ્યકિત પર તેની નજર પડી ! આ વ્યકિતનું હૃદય શ્રદ્ધાથી ભરાઇ ગયું. શ્રદ્ધા જ પ્રત્યેક આત્માના મનોરથ પૂર્ણ કરે છે. કોઇએ કહ્યું છે કે, 'સંતની ભભૂતિમાં ચમત્કારનો વાસ હોય છે.' આ મંત્ર કેવળ શ્રદ્ધાનું પ્રતીક છે. 'વિશ્વાસો તતી સર્વત્ર !' શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે “સંશયાત્મા विनश्यति ।' જયવંતા જિનશાસનમાં શ્રદ્ધાને સર્વોચ્ચ રૂપ આપવામાં આવ્યું છે. આ મહાપૂજનોમાં જોવા મળ્યું કે શ્રદ્ધાના પ્રતિફળ રૂપે ભક્તગણના અનેક મનોરથ પૂર્ણ થયા છે. આ પણ અદ્ભુત ઘટના છે કે ચાકણ (મહારાષ્ટ્ર)માં શ્રી ખૂબીલાલજી મદનલાલજી મુંડારાવાળા તરફથી ૯મી મેએ, વૈશાખી પૂર્ણિમાએ શ્રી પાર્શ્વપદ્માવતી મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું. વૈશાખ તો ગરમીની ઋતુ. મહાપૂજન લાલ વસ્ત્રના સમિયાણામાં થઇ રહ્યું હતું. એ વખતે અચાનક ચાકણ નગર ૫૨ વાદળો ઘેરાયાં. ચારે તરફ વાદળાં, વીજળીના ઝબકાર અને મેઘગર્જનાથી ચમત્કારિક વાતાવરણ ખડું થઇ ગયું ! અને વાદળ વરસવા મંડયાં. હવે કપડાના સમિયાણામાં વરસાદનું પાણી રોકવાની શકિત કયાંથી હોય ? એક હજારથી પણ વધુ જનસંખ્યા આ મહાપૂજનમાં સામેલ હતી. બધાં મંત્ર-ધૂનમાં મગ્ન હતાં. અને સૌના આશ્ચર્ય વચ્ચે મા ભગવતી પદ્માવતીના મંડપ પર પાણીનું એક ટીપું પણ ન ટપકયું.દીપકો યથાવત્ જલતા રહ્યા અને ભાવિકોના શ્રદ્ધાદીપ પણ એમ જ પ્રકાશિત થઇ ઊઠ્યા ! ખાપોલીમાં ૫૦ વર્ષ પછી વિરાટ મહોત્સવનું આયોજન થયું. કર્જત, અલીબાગ વગેરે સ્થળે, અનેક વાદ-વિવાદ હોવા છતાં, જિનમંદિરોનું નિર્માણ થયું તે પણ મા ભગવતીના આશીર્વાદનું જ પ્રતીક છે. પૂજ્ય મુનિપ્રવરશ્રીની નિશ્રામાં ૬૫ મહાપૂજનોનું આયોજન થઇ ચૂકયું છે. પૂજ્યશ્રીએ શ્રી પાર્શ્વ-પદ્માવતી મહાપૂજનથી અનેક વ્યકિતઓને નવી દિશા પ્રદાન કરી છે. કોંકણ અને મહારાષ્ટ્રની ભૂમિ પર અનેક મહાપૂજન થઇ ચૂકયાં છે, જે શ્રદ્ધા, ભકિત અને પૂજ્યશ્રીની પ્રભાવકતાના પરિચાયક છે. (લેખિકા : પૂ. સાધ્વીશ્રી રત્નરેખાશ્રીજી). * * * શ્રી 'આર્યરત્ન' ઉપનામથી જાણીતા એક જૈનમુનિ લખે છે : આજથી ચાર વરસ પહેલાં મારું ચાતુર્માસ મુંબઇના વિક્રોલી ઉપનગરમાં હતું. પર્યુષણ મહાપર્વ પછીના દિવસો બાદ એક સાધારણ સ્થિતિના મારવાડી ભાઇ મારી પાસે કંઇક ઉપાય મેળવવા આવ્યા. યોગાનુયોગ એ દિવસોમાં ઊજવાતા મહોત્સવમાં આગલા દિવસે જ પદ્માવતી મહાપૂજન ભણાવાયેલું અને એ ભાઈ પણ પૂજનમાં આવ્યા હતા. પૂજન દરમિયાન ભગવતી પદ્માવતીના પ્રભાવ અને ચમત્કારોનું વિશદ વર્ણન પણ મેં કરેલું. આ બધું સાંભળીને તે ભાઇને ભગવતી પ્રત્યે શ્રદ્ધા જાગી હતી એટલે મેં એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy