SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૭૧ પ્રભાવ ખૂબ વિસ્તારી દીધો. બીજું, માતાજીને જે રૂપે મૂર્તિમાં બેસવું હતું તે જ જાતની મૂર્તિ તૈયાર કરવામાં આવી હોવાથી તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયાં. અનેક જાતનાં માધ્યમો ઉપર જ્યાં જુઓ ત્યાં વાલકેશ્વરની મૂર્તિની પ્રતિકૃતિ જોવા મળશે, એ ઇતિહાસની અજોડ ઘટના છે. એ સિવાય પણ આરસની નાનીમોટી સેંકડો મૂર્તિઓ, ૧ ઈચથી માંડીને ૧૫ ઈંચ સુધીની હાથીદાંત, પિત્તળ, ચાંદી વગેરે ધાતુઓ ઉપર તથા કાચ, ધાસ, ચંદન, કાષ્ઠ વગેરે ઉપર તેમજ સ્ફટિક, પ્રવાલ, જહરમોરા, ફિરોજા વગેરે રત્નો ઉપર હજારો મૂર્તિઓ કોતરવામાં આવી અને મંદિરોમાં સ્થાપવામાં આવી. ભારતમાં અનેક ગ્રામો-નગરો ને તીર્થોમાં તેમ જ વિદેશમાં -- લંડન, અમેરિકા, જાપાન, આફ્રિકા વગેરેમાં પણ ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી. આજ સુધીમાં સુંદર છાપકામવાળા માતાજીના ફોટા લગભગ ૧૫ લાખથી વધુ પ્રિન્ટ થયા હશે. આટલો બધો પ્રભાવ વિસ્તર્યો અને માતાજીની આટલી બધી પ્રસિદ્ધિ થઈ તેમાં માતાજીનો પ્રભાવ તો મુખ્ય છે જ, પણ સાથે સાથે પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ પણ અભૂતપૂર્વ નિમિત્ત બન્યા છે. તેઓશ્રીએ તો માતાજીના અનેક પરચા અનુભવ્યા છે. પાલીતાણામાં પૂજ્યશ્રીની આચાર્ય પદવી પ્રસંગે સરકારે ૧૩ લાખ રૂપિયા ખચ્ય તેમાં પણ માતાજીની પ્રેરણા જ કામ કરી રહી હતી. આમ, માતાજી પાછળ મોટો ઇતિહાસ રચાઈ ગયો; તે માટે પૂ. આચાર્યશ્રીને વિનંતી કરી કે માતાજીનું સ્વતંત્ર પુસ્તક પ્રકાશિત કરો તો સારું, લોકોની શ્રદ્ધા વધી જશે. સમગ્ર જૈનસંઘ તથા સાધકો ઉપર મા ભગવતી પદ્માવતીજીની કૃપા વરસતી રહે એ જ શુભકામના ! (પૂ. આ. વિજયયશોદેવસૂરિજી મ.નો આ અંગેનો એક લેખ આ જ ગ્રંથમાં આગળ પ્રગટ કરવામાં આવ્યો છે.) સિકંદ્રાબાદ તરફના એક પત્રકાર લખે છે કે, મુંબઈ--વાલકેશ્વરના જૈનમંદિરમાં મા ભગવતી પદ્માવતી દેવીની મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજના હસ્તે કરવામાં આવે આ મંદિર સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. હજારો લોકો દરરોજ દર્શનાર્થે આવે છે. ઘણા લોકોની મનોકામના પૂર્ણ થાય છે. સિકન્દ્રાબાદ કંથનાથ જિનાલયમાં સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મહારાજની પ્રેરણાથી પદ્માવતીજીની મૂર્તિની પ્રતિષ્ઠા નક્કી કરવામાં આવી હતી. આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ પૂ. આ.દેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજ તથા તે વખતના પૂ. ૫, શ્રી રાજયશવિજયજી મહારાજની નિશ્રામાં જૈનનગર અમદાવાદ મુકામે થઈ હતી. એ પ્રતિમાજીની પ્રતિષ્ઠા સા.વર્યા વાચંયમાશ્રીજીની નિશ્રામાં થયેલ. આ મંગળ દિને મા ભગવતી પદ્માવતી અતિ પ્રસન્ન હતાં, તેથી તેમની સ્ફટિકવતુ મૂર્તિમાંથી અમીવર્ષા થયેલી અને આખાયે મંદિરમાં કંકુનાં છાંટણાં થયેલાં. તે દિવસે સિકંદ્રાબાદ સ્થિત આદિનાથ ભગવાનના મંદિરમાં નવકાર મહામંત્રના જાપ થઈ રહ્યા હતા; ત્યાં પણ ભગવતી પદ્માવતીના કેસરની ચરણછાપ પડેલી જોવા મળી હતી. આ દશ્યો જોવા મોટો ધસારો થયો હતો. જે વ્યકિત આવા કપરા કળિકાળમાં અને અપરાધોના વિષમ યુગમાં મા પદ્માવતી પર સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે તેના તમામ મનોરથ સફળ થાય છે. પદ્માવતી-ઉપાસનાની પદ્ધતિ પણ સૌએ જાણવી જોઈએ. સામાન્ય રીતે ૧૬ રવિવાર સુધી સતત પદ્માવતી દેવીનાં દર્શન કરવાથી કાર્યની સિદ્ધિ અચૂક થાય છે. પરંતુ કાર્ય જો વિશેષ જટિલ હોય તો પદ્માવતી દેવીની અઠ્ઠમ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ. આ ઉપવાસ દરમિયાન 'ૐ પદ્માવતી નમઃ”ના ૧૦૮ મણકાની ત્રણ માળા દરરોજ કરવી જોઈએ. આ રીતે ત્રણ ત્રણ માળા ત્રણ દિવસ સુધી કરવાથી સફળતા મળે છે. આમ, આ યુગમાં જો કોઈ સિદ્ધિદાતા, વરદાયિની અને વિજ્ઞહારિણી દેવી હોય તો તે મહાદેવી પદ્માવતી માતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy