SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિભાગ-૪ અનુભૂતિ અને માર્ગદર્શના • શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ-અનુભૂતિઓ • સ્વાનુભૂત પ્રસંગો • જૈનધર્મમાં ચમત્કારિક પીઠ -- હોબુજા પદ્માવતી દેવી પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી એક નોંધમાં લખે છે કે, જૈનશાસનમાં તાત્ત્વિક દષ્ટિએ ચમત્કાર અને ગ્રામ્ય - એ બંને ચીજ વચ્ચે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ છેડા જેટલું, અથવા તો આસમાન-જમીન જેટલું અંતર છે. જે વસ્તુતઃ સાધુપુરુષ છે તે કયારેય ચમત્કાર કરતો નથી કે ચમત્કાર બતાવતો નથી. આમ છતાં, જૈન ધર્મગ્રંથોમાં આવતી કથાઓ તથા યુગપ્રધાન મહાપુરુષોનાં ચરિત્રો વાંચતાં-સાંભળતાં તેઓનાં જીવન દરમિયાન ઘટેલી કેટલીક અસામાન્ય ધટનાઓને ચમત્કાર રૂપે વર્ણવેલી જણાય છે. ખરેખર તો આ દુનિયામાં ચમત્કાર જેવું કશું છે જ નહીં. આ સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ ઘટના સાથે કાર્ય-કારણભાવ જોડાયેલો જ હોય છે. કયાંક આ સંબંધ દીવા જેવો સ્પષ્ટ જોઈ શકાય 'શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ-અનુભૂતિઓ છે, તો કયાંક તેનું અનુમાન થઈ શકે છે. પરંતુ જ્યારે કોઈ પણ કાર્યનું ઘટનાનું કારણ પ્રત્યક્ષતયા કે અનુમાન દ્વારા નિશ્ચિત થઈ શકતું નથી ત્યારે તેવી ઘટનાઓને મનુષ્ય પોતાની સ્વાભાવિક ખાસિયત પ્રમાણે ચમત્કાર તરીકે મૂલવે છે. પરંતુ જ્યારે એવી ધટનાઓનું કારણ વિશિષ્ટ જ્ઞાન દ્વારા જાણવા મળે છે ત્યારે તે જ મનુષ્ય તે ઘટનાને રોજિંદા જીવનમાં બનતા બનાવ જેવી સાહજિક જ ગણે છે. આપણે જે ઘટનાને ચમત્કાર કહીએ છીએ તેવી ઘટનાઓ મહાપુરુષોના જીવનમાં સ્વાભાવિક જ હોય છે. એમને પોતાને મન તેનું કોઈ જ મૂલ્ય હોતું નથી. મહાપુરુષો હંમેશાં પોતાનો સ્વભાવ પ્રગટાવે છે અને પ્રભાવ છુપાવે છે. જૈનશાસનના આચાર્યભગવંતો ભાગ્યે જ ચમત્કાર કરે છે/બતાવે પ્રસ્તૃત લેખમાં કેટલાક અનુભૂતિ-પ્રસંગો એવી હૃદયંગમ ભાષામાં આલેખાયા છે કે તેની પ્રેરણાથી ભાવિક આરાધકોને વધુ ને વધુ સમ્યક્ આરાધના માટે પ્રોત્સાહન મળશે, એવો અમને વિશ્વાસ છે. કેટલીકવાર સામાન્ય ઘટનાઓને શ્રદ્ધાળુ જનતા ચમત્કાર તરીકે મૂલવે છે. દેવી શરીરમાં આવ્યાં ! પ્રત્યક્ષ થયાં! દર્શન આપ્યાં ! એવા અનેક તર્કવિતર્ક સતત વ્યાખ્યા કરે છે. પરંતુ જીવનમાં વિવેકને કેન્દ્રમાં રાખવો અત્યંત જરૂરી છે. અમારા ઉપર આવેલા આવા અસંખ્ય અનુભૂતિ-પ્રસંગોમાંથી થોડા અત્રે રજૂ કર્યા છે. 'ચમત્કાર' અને 'પ્રભાવ વચ્ચેનો ભેદ પામીને આરાધના માટે તત્પર થતા ભાવિકજનને આ પ્રસંગો દીવાદાંડી સમા પથપ્રદર્શક બની રહેશે. -- સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy