SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૬૭ છે. જૈન શ્રમણો માટે ચમત્કાર બતાવવો કે મંત્ર-તંત્ર કરવા નિષિદ્ધ છે. આમ છતાં, તેઓના જીવનમાં એવા પ્રસંગો આવી પડે છે, જેના કારણે ન છૂટકે જ તેઓને પોતાના સત્યનો અથવા આરાધનાની સિદ્ધિનો ઉપયોગ કરવો પડે છે, જેને પાછળથી લોકો ચમત્કાર ગણવા માંડે છે. દા.ત. જે કોઈ મનુષ્ય - સાધુપુરુષ/સજ્જન જીવનમાં લાગલગાટ બાર વર્ષ સુધી કોઈપણ પ્રકારે - ક્રોધથી, ભયથી, હાસ્યથી કે લોભથી અથવા તો રાગથી, દ્વેષથી, મોહથી, અજ્ઞાનથી કયારેય અસત્ય બોલતા નથી, તેવા મહાપુરુષ માટે સત્ય બોલવું એ જ તેમનો સ્વભાવ થઈ જાય છે, અને જ્યારે તેઓ અન્ય વ્યકિતના ભવિષ્ય સંબંધી કે આશીર્વાદ સ્વરૂપે જે કાંઈ બોલે છે તે ભવિષ્યમાં સાચું જ પડે છે. આ રીતે તેઓ વચનસિદ્ધ મહાપુરુષ કહેવાય છે. સામાન્ય લોકો આવા મહાપુરુષોનાં વચનોનાં ફળને ચમત્કાર સ્વરૂપે જણાવે તેમાં કાંઈ નવાઈ નથી. .પૂ.શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ.પૂ.આ.શ્રી વિજયયશોભદ્રસુરીશ્વરજી મહારાજના પટ્ટધર પ.પૂ.આ.શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ ઘણાં વર્ષોથી શ્રી પદ્માવતી દેવીની આરાધના કરતા હતા. તેમને કયારેક અમે પૂછતા કે, “શ્રી પદ્માવતી દેવી આપને પ્રત્યક્ષ થયાં છે ખરાં ?' ત્યારે તેઓ નિખાલસતાથી કબૂલ કરી લેતા કે, "શ્રી પદ્માવતી દેવી પ્રત્યક્ષ થવાની વાત બાજુ પર રહી, પરંતુ સ્વપ્નમાં પણ કયારેય દર્શન થયાં નથી. પણ હા. શ્રી પદ્માવતી દેવીની અસીમ કૃપા મારા ઉપર છે જ. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને શ્રી પદ્માવતી દેવી ઉપરની અતૂટ શ્રદ્ધાને લીધે તેઓનું નામ લઈ ને કોઈ કાર્ય કરું છું તેમાં તેઓની અદશ્ય સહાય મળે છે અને બધાં જ કાર્યોમાં સફળતા મળે છે. બાકી કોઈ કહેતું હોય કે મારા શરીરમાં શ્રી ધરણેન્દ્ર દેવ કે શ્રી પદ્માવતી દેવી આવે છે, તો તે વાત માનવા હું હરગિઝ તૈયાર નથી.” આવા સ્પષ્ટવક્તા, સત્યપ્રિય પૂ. આ. શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજના જીવનના એક-બે આવા જ પ્રસંગો છે, જેને સામાન્ય લોકો ચમત્કાર ગણાવે છે : એક પ્રસંગે પૂજ્ય આચાર્યમહારાજ કોઈ કારણસર એક શ્રાવકને ઘેર પગલાં કરવા ગયા હતા. એ શ્રાવકને ધર્મમાં શ્રદ્ધા નહીં, અને આવાં દેવી-દેવતાની વાત માને પણ નહીં. તેઓએ પૂ. આચાર્ય મહારાજને પડકાર ફેંકયો; કાંઇક કરી બતાવો. એટલે પૂ. આચાર્ય મહારાજે પોતાના પાત્રમાં થોડો ગોળ મુકાવ્યો અને હાથ આકાશમાં ખુલ્લો કરી બતાવ્યો. પછી શ્રાવકના દેખતાં ખુલ્લા હાથની મૂઠી વાળી, અને એની નીચે પેલા શ્રાવકને ખોબો ધરવા કહ્યું. શ્રાવકે ખોબો ધર્યો અને આચાર્ય મહારાજે મુઠ્ઠી ખોલતાંની સાથે જ પેલા શ્રાવકનો ખોબો વાસક્ષેપથી ભરાઈ ગયો ! કહેવાની જરૂર નથી કે એ શ્રાવક આ ચમત્કાર જોઇને પૂ. આચાર્ય મહારાજનો અનન્ય ભકત બની ગયો. બીજો પ્રસંગ ચાર વર્ષ પહેલાંનો છે. પૂ. આચાર્યશ્રી અમદાવાદ હતા, ત્યાં તેઓશ્રીની તબિયત બગડી. તેઓને પોતાના જન્મસ્થાન ગોધરા જવાની ઇચ્છા થઇ; અને સં. ૨૦૪૫ ના મહા સુદ પને દિવસે અમદાવાદથી ગોધરા જવા વિહાર કર્યો. રસ્તામાં કઠલાલ પાસે રતનપુર ગામમાં એક ખેડૂતના ખેતરમાં મુકામ કર્યો. ખેડૂત તો જૈન સાધુ મહારાજને જોઈ રાજી રાજી થઈ ગયો. બપોરે તે ખેડૂતે પૂ. આચાર્ય મહારાજને વિનંતી કરી, બાપજી ! કંઇક આશીર્વાદ આપો, જેથી અમારું કલ્યાણ થાય અને મુસીબતમાંથી પાર ઊતરીએ.” પૂ. આચાર્ય મહારાજે તો કોઈ જવાબ ન આપ્યો; પરંતુ ખેડૂતે વિનંતી ચાલુ રાખી. વાત એમ હતી કે, ખેડૂતે સરકારની અને બૅન્કની લોન લઇને પોતાના ખેતરમાં પાતાળકૂવો બોર ખોદાવ્યો હતો. ખેતરમાં ચાર-પાંચ જગ્યાએ ૫૦-૬૦ ફૂટ ખોદાવ્યું, પણ કયાંયથી પાણી નીકળ્યું નહીં. અને ખેડૂતના માથે ૮૦-૮૫ હજારનું દેવું થઈ ગયું હતું. ખેડૂતની ઘણી વિનંતી અને આજીજીને લીધે પૂ. આચાર્ય મહારાજનું હૃદય દ્રવી ઊઠયું અને સાંજે લગભગ ચાર-સાડાચાર વાગે વાસક્ષેપનો બટવો લઈ ઊભા થયા અને પહેલાં ખોદેલા કૂવાથી ફકત ૫૦ ફૂટ દૂર જગ્યા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy