SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૬૫ ભટકતું થઇ જાય તો માતાજીની અવજ્ઞા થયેલી ગણાય; અને એ મોટી આશાતના બની જાય. જેમ કોઈ મનગમતું પિકચર જોવાં બેઠાં હોઇએ ત્યારે આજુબાજુ શું છે ? શું ચાલી રહ્યું છે ? કોણ આવ્યું-ગયું ? તેનો ખ્યાલ રહેતો નથી, મન કેન્દ્રિત થઇ જાય છે એવી રીતે માની ભકિત-આરાધના કરવા બેસીએ ત્યારે જગતભરનું ભાન ભૂલી જઇને માની ભકિતમાં એકાકાર બની જઇએ તે જ આદર્શ સ્થિતિ છે. ત્યારે મા અને બાળકના મિલનનું એક સુંદર, વિરલ, પાવન અને પવિત્ર દશ્ય સર્જાય છે ! જેમ આપણે કોઇને ઘેર ગયા હોઇએ અને તે માણસ આપણને ભાવથી બોલાવે નહિ; બીજી વાતોમાં પડી જાય; તો આપણને અપમાન લાગે, એમ માની ભકિત કરનાર સાધકનું મન આમતેમ ભટકયા કરે તો મહાદેવીને અપમાન ન લાગે ? મહાકવિ આનંદઘનજીએ એક સ્તવનમાં લખ્યું છે કે, મનડું કિમ હિ ન બાજે... જિમ જિમ જતન કરીને રાખું તિમ તિમ અલગું ભારે હો...” ટૂંકમાં આપણે એ વાત સમજવા માગીએ છીએ કે, જે વસ્તુ ગમતી હોય ત્યાં જઇને મન સ્થિર થઇ જાય છે. તો આપણને મા ભગવતી પદ્માવતી સંપૂર્ણ ગમી જાય, તો આપણું મન સંપૂર્ણપણે તેને સમર્પિત થઇ જાય ! અને મનથી થનારી આશાતનાથી બચી જઇ શકાય. એવી જ રીતે, વચનથી પણ આશાતના થાય છે. શ્રી પદ્માવતીજીની આરાધનામાં જેમ દ્રવ્ય-સામગ્રીની જરૂર છે, મનની એકાગ્રતાની-ભાવની જરૂર છે, તેમ મંત્રો, યંત્રો, સ્તોત્રો, સ્તુતિઓની પણ જરૂર પડે છે. એટલે મા ભગવતીની આરાધનામાં કરાતા મંત્રજાપ આદિમાં ઉચ્ચારશુદ્ધિ હોવી જોઇએ. મંત્રોચ્ચાર શુદ્ધ રીતે અને નિયત સંખ્યામાં થવા જોઇએ. મંત્રશકિત એક પવિત્ર વસ્તુ છે અને મંત્ર શબ્દ મન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. મનની એકાગ્રતા, મનનો વિવેક, વૈરાગ્ય અને અંતર્મુખ દષ્ટિ માટે મંત્ર એક અમોઘ શસ્ત્ર છે. જે મનન કરવાથી માનવીનું રક્ષણ કરે છે તે મંત્ર કહેવાય છે. મંત્રશકિતથી દેવોનો સાક્ષાત્કાર થાય છે. દુનિયાભરના વિદ્વાનોએ ભારતીય મંત્રશકિતને બિરદાવી છે. પી. થોમસ નામના એક વિદ્વાને ન મનાય તેવું હિંદ' નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, "મંત્ર એ ગૂઢ શાસ્ત્રોનું એક અગત્યનું અંગ છે. ખરેખર તો આર્યોની ગૂઢ વિદ્યા મંત્રશાસ્ત્ર જ છે.' આર્થર લોવેલ નામના વિદ્વાને પોતાના 'Imagination & its wonders' (કલ્પના અને તેના ચમત્કારો) નામના પુસ્તકમાં કહ્યું છે કે, “શબ્દમાં રહેલી ગર્ભિત શકિત પર મંત્રની યોજના થયેલી છે, કે જેને વિશાળ કલ્પના અને પ્રબળ ઈચ્છાશકિત વડે ગતિમાન કરવામાં આવે છે.” મંત્ર સ્તોત્ર-સ્તુતિ શુદ્ધ રીતે બોલવાં જોઇએ. તેનો લય, તાલ, છંદ બરાબર સચવાવા જોઇએ. ટૂંકમાં, શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાથી બચવા માટે ચાર બાબતો ધ્યાનમાં છે : દેહશુદ્ધિ, મનશુદ્ધિ, સાધનશુદ્ધિ અને વચનશુદ્ધિ. આમ તો, મા ભગવતી પદ્માવતીજી આપણી મા છે, આપણે તેના બાળકો છીએ. ઉપરોક્ત આશાતનાઓથી બચીને શુદ્ધ ભાવથી સાધના કરવાથી માં ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે. છતાં યે, જાણે-અજાણે કોઈ દોષ, આશાતના થઇ જાય તો, આરાધના પૂર્ણ થતાં નીચે પ્રમાણેનો શ્લોક બોલી માની માફી માંગવી : आह्वानं नैव जानामि, नैव जानामि पूजनम् । विसर्जनं न जानामि, क्षमस्व परमेश्वरि ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy