SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છેઃ (૧) સૌ પ્રથમ તો મા ભગવતી પદ્માવતીજી જેમનાં ચરણોમાં પૂજારી છે, અહર્નિશ જેમની ભકિત કરી રહ્યાં છે એવા ત્રણ લોકના નાથ, દેવાધિદેવ વીતરાગ પરમાત્મા શ્રી પાશ્ર્વનાથ ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જો પ્રભુ પાણ્વનાથ ઉપર શ્રદ્ધા ન હોય, બહુમાન ન હોય, તેમના ઉપર ભકિતભાવ ન હોય અને સીધાં પદ્માવતીજીની આરાધના કરીએ તો તે પણ એક પ્રકારની આશાતના જ છે. કારણ કે ભગવતી પદ્માવતીજી જેમની અહર્નિશ સ્તુતિ કરી રહ્યાં છે એવા માના પ્રાણપ્યારા પરમાત્માની અવગણના માં કેવી રીતે સહન કરી શકે ? (૨) મા ભગવતી પદ્માવતીજીની સ્થાપના હમેશાં પરમાત્માથી નીચેના આસને કરવી જોઈએ. (૩) મા ભગવતીની મૂર્તિ અથવા ફોટો સુંદર, રમણીય, શુદ્ધ અને ગુરુ પાસે પ્રતિષ્ઠિત કરાવેલ હોવાં જોઈએ; જેથી માના શુદ્ધ સ્વરૂપનાં દર્શન થાય છે. (૪) આરાધના માટેની સામગ્રી ઉત્તમ અને શુદ્ધ હોવી જોઈએ. જેમકે, વાસક્ષેપ શુદ્ધ સુખડનો હોવો જોઈએ; જેમાં કસ્તુરી, અંબર, બરાસ જેવાં સુગંધી દ્રવ્યો નાંખેલાં હોવાં જોઈએ. (૫) માતાજીને લાલ કરેણનાં પુષ્પ અથવા રફત કમળ પ્રિય છે. એ ન મળે તો લાલ ગુલાબ લાવવાં જોઈએ. પુષ્પો તાજાં અને અખંડિત હોવાં જોઈએ. તૂટેલાં કે કરમાયેલાં પુષ્પો આરાધનામાં ન વાપરવાં જોઈએ. (૬) ફળફળાદિ તાજાં, શુદ્ધ, ડાઘડૂધ વગરનાં હોવાં જોઈએ. સડેલાં કે ફૂટેલા-તૂટેલાં ન હોવાં જોઈએ. (૭) ધૂપ ઉત્તમ પ્રકારનો, સુગંધિત હોવો જોઈએ. અને તે ભગવતીની ડાબી બાજુ ધૂપ પીઠ બનાવી મૂકવો જોઈએ. (૮) માતાજીની જમણી બાજુએ દીપપીઠ ઉપર શુદ્ધ ગાયના ઘીનો દીપ પ્રગટાવવો જોઈએ. ભેળસેળવાળા ઘીથી કે વનસ્પતિના ઘીથી કરેલો દીપ આરાધનાનું ફળ આપતો નથી. છેવટે, શુદ્ધ તલતેલનો દીપ આવકાર્ય છે. (૯) નૈવેદ્ય પવિત્રતાપૂર્વક નાહીધોઈ શુદ્ધ બની અને શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરી, ઘેર બનાવેલું ધરાવવું. જેમાં જીવહિંસા થઈ હોય, અશુદ્ધ સાધનો વપરાયાં હોય એવી બજારની વસ્તુઓનું નૈવેદ્ય ન ધરવું. (૧૦) મા ભગવતીની આરાધનામાં બેસતાં પહેલાં શરીર પવિત્ર જળ વડે શુદ્ધ કરવું. પરસેવો, દુર્ગધ આદિ ન હોવાં જોઈએ. (૧૧) માતાજીની આરાધનામાં કરવામાં આવતી વસ્ત્રપૂજા માટે વસ્ત્ર ઉત્તમ હોવું જોઈએ. જેટલી સામગ્રી ઉત્તમ તેટલી ભાવની વૃદ્ધિ ઉત્તમ; અને જેટલી ભાવની વૃદ્ધિ ઉત્તમ તેટલી આરાધના ઉત્તમ અને આશાતના ઓછી. આરાધના માટેનું સ્થાન પણ સુંદર અને પવિત્ર હોવું જોઈએ. જે સ્થાને આરાધના માટે બેસવાનું હોય તે સ્થાનને બરાબર સાફ, સુઘડ કરીને, ગુલાબજળ આદિ પવિત્ર જળ છાંટીને શુદ્ધ કરવું; જેથી ભૂમિદોષ ન લાગે. આશાતનાનું દ્રવ્યકારણ જોયું અને તે ન થાય તે માટેના ઉપાયો પણ જોયા. હવે કેટલીક આશાતનાઓ મનથી પણ સર્જાય છે તે જોઈએ અને તેનાથી બચવા શું કરવું જોઈએ તે વિચારીએ. મન એ મોક્ષનું કારણ પણ છે, અને મન એ નર્કનું કારણ પણ છે. અનેક સિદ્ધિઓનું કારણ મન છે, તો અનેક નિષ્ફળતાનું કારણ પણ મન છે. મા ભગવતીની આરાધના કરતાં કરતાં મન બીજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy