SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૪૩ સારસ્વતતીર્થોમાંના એક; જેમની પાસે બેસીને સમૃદ્ધ જ થવાય એવા મારા વર્ષો જૂના મિત્ર, બંધુવર પ્રા. જનાર્દનભાઈ દવેની, આ અગાઉનાં મારાં ગ્રંથપ્રકાશનોમાં માર્ગદર્શન માટે અને આ ગ્રંથમાં ઘણા લેખો આપીને, સલાહ-સૂચનો, માર્ગદર્શન આપીને બહુમૂલ્ય પ્રદાન કરવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ડૉ. શ્રી રમણભાઈ સી. શાહ, શ્રી જશુભાઈ શાહ, શ્રી પુષ્કરભાઈ ગોકાણી, શ્રી ચિનુભાઈ નાયક, શ્રી સી. વી. રાવળ, પ્રા.શ્રી કવિનભાઈ શાહ. પ્રા. શ્રી બિપિનચંદ્ર ત્રિવેદી, પ્રા. ડૉ. રસેશ જમીનદાર વગેરે તજજ્ઞોની હૂંફ અને સહયોગથી આ સુંદર પ્રકાશન વાચકો સુધી પહોંચી શક્યું છે. ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરવામાં મદદરૂપ થનાર શ્રી જયંતિભાઈ ગોહિલના પણ ઋણી છીએ. પ્રસ્તુત ગ્રંથની પ્રકાશકસંસ્થા સાધકોને અને તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયના અભ્યાસીઓને જીવનસાધનામાં ઉપયોગી થાય એવા સાહિત્યના સંપાદનમાં, અનુવાદમાં, નવસર્જનમાં, પ્રકાશનમાં, જાળવણીમાં અને પ્રસારમાં પ્રવૃત્ત અને ઉદ્યમશીલ છે તેથી આ સ્તુત્ય પ્રવૃત્તિના એક ભાગ રૂપે આ ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે, જેમાં ઉપયોગી, સરળ, વ્યાવહારિક અને વિશ્વસનીય વિવિધ આધ્યાત્મિક માર્ગોનું પાથેય પૂરું પાડવાનો આ પ્રામાણિક પ્રાણવંતો પુરુષાર્થ છે. યોગ્ય અવલંબન શોધતા એવા સાધકગણને જો સમયસર, સુલભ અને સરળ સારરૂપ ઉત્તમ વાચનની સામગ્રી આ રીતે પ્રાપ્ત થવાથી તેમને કાંઈ વિશિષ્ટ રીતે પુષ્ટ કરનારું પ્રેરક બળ મળશે તો પ્રકાશકસંસ્થાને અતિ આનંદ થશે, અને તેનો ઉત્સાહ દ્વિગુણિત થશે. શક્તિસાધનાના સંદર્ભમાં એક એક પાસા ઉપર તજ્જ્ઞોએ સુંદર છણાવટ કરી છે. વ્રત-જપ-તપયોગ-ધ્યાન અત્યંત વિચારપ્રેરક છે. તે તે લેખોમાં રજૂ થયેલી વાતોમાં જરા ઊંડાણથી અને ગંભીરતાથી દૃષ્ટિપાત જરૂર કરજો . જૈન ધર્મની ભીતર છુપાયેલા વિજ્ઞાનને અત્રે આલેખવાનો નમ્ર પ્રયાસ થયો છે. ગહન અન્વેષણો સમયનો ભોગ અને રુચિ માગે છે. આવાં ગહન અન્વેષણોના બદલે પૈસા અને પ્રતિષ્ઠામાં આપણે સૌ ખૂંપી રહ્યાં છીએ. તત્ત્વજ્ઞાનથી સાવ અજાણ અંધકારમાં અને અહંકારમાં આપણે અથડાઈ-કુટાઈ રહ્યાં છીએ. ચૈતન્ય અને ચૈતન્યગુણોનો પૂર્ણ આવિષ્કાર જેનાથી થાય, તેને જ સર્વજ્ઞ ભગવંતોએ પૂર્ણમહાવિજ્ઞાનસ્વરૂપ ધર્મ કહ્યો છે. એ જૈન ધર્મ જ એવો ધર્મ છે, કે જે પૂર્ણમહાવિજ્ઞાનસ્વરૂપ છે, કે તેના અચિન્ય મહાપ્રભાવે આત્મા પરમાત્મા બની જાય છે. એ પૂર્ણમહાવિજ્ઞાનસ્વરૂપ ધર્મના અચિન્ય મહાપ્રભાવે નૂતન યુવાપેઢીમાં સત્યનો પરિચય થશે, અને સત્યના અન્વેષણની શ્રદ્ધાનો જન્મ થશે. અનુરાગથી અનુગ્રહની પ્રતીતિ આપણને અહીંથાય છે. પ્રીતિ જાગે તો ભક્તિ કરવાનું મન થાય. જેના પર ભક્તિ જામે તેનાં વચનો સ્વીકારાવાનું મન થાય. વચન ઉપરના અનુરાગથી અસંગ દશા પ્રાપ્ત થાય. સાધનાનો પ્રારંભ મૈત્રી અને પ્રમોદથી છે અને પૂર્ણાહુતિ અસંગ દશાથી છે. જૈન સાધનાની પ્રતિવિધિઓમાં એક તરફ શાસ્ત્રીય વિદ્યાનો છે એટલે કે કર્મયોગ છે. વળી એમાં ભક્તિભાવ પણ છે અને દાર્શનિક સત્ય પણ છે. શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતા-પ્રાપ્તિના ઉપાયો આ ગ્રંથમાં ચર્ચાયા છે. જેનાથી અનેક આત્માઓના જીવનબાગને નવપુલકિત કરવામાં આ પ્રકાશન ઉપયોગી બની રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy