SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પાંચભૌતિક અને પંચેન્દ્રિય ગમ્ય નથી. જિનશાસનની રક્ષા અને સંવર્ધનમાં દક્ષ એવા દેવો અને દેવીઓનાં સૌદર્ય અપ્રાકૃતિક અને લોકોત્તર ઐશ્વર્યવાળા હોઈ તેમનાં દેહ સપ્તધાતુ નિર્મિત નથી હોતાં પણ ઐશ્વર્યસાર, અમૃતસાર અને તપપ્રભાવી તેજસ્વિતાના બનેલા હોય છે. આવાં સૌદર્યોનો બોધ પુણ્યશાળી અને પૂર્વના અપાર શુભ કર્મોના સંસ્કારને લઈ આવેલા કલાવિદો, ચિત્રકારો, શિલ્પીઓ વગેરેને થતો હોય છે. પવિત્ર તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ વગેરેમાં પવિત્ર સ્થાનમાંથી લવાયેલા ધાતુ, પથ્થર, આરસ, કાષ્ઠ વગેરેમાં શિલ્પી પોતાનું માનસિક ઐક્ય, બહ્મચર્યાદિ નિયમો વડે તે તે તીર્થકર ભગવંતો કે દેવદેવીઓ સાથે સાધી જ્યારે ચિત્રવિધાન કે મૂર્તિવિધાન કરે છે ત્યારે પ્રતિમામાં પણ ભાવ પ્રતિષ્ઠાપના થઈ આવે છે. - જિનદર્શનમાં એક તરફ કેવલિન તીર્થકર ભગવંતોના નયનરમ્ય, પરમ પ્રશાંત, મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને દર્શન માત્રથી લૌકિક ધરાતલ પરથી અલૌકિક કોટિએ લઈ જતા હોય છે. બીજી તરફ આ જિનદર્શનમાં સિદ્ધિઓ અને લબ્ધિઓના પ્રદાનને દર્શાવતાં શાસનરક્ષિતા દેવીઓનાં મૂર્તિવિધાનો સ્વીકારવામાં આવ્યાં છે. અંબિકા, ચકેશ્વરી, મહાકાલી, સરસ્વતી અને પ્રધાનપણે શ્રી પદ્માવતીદેવીનાં સ્વરુપોનાં અનેકરંગી ચિત્રો અત્રે પધરાવવામાં આવ્યાં છે. કવીન્દ્રોની વાણી સ્તોત્ર રચનાઓ વડે તેમના ઐશ્વર્યોને વર્ણવે છે. ભૂતકાળમાં દિગ્ગજ કવિઓ અને પંડિતવરોના ગિર્વાણ કે પ્રાકૃત સ્તુતિ સ્તોત્રોનાં પ્રેરણારૂપ આ સ્વરૂપો ખરેખર તો કેવાં હશે તે કલ્પવું જ રહ્યું. અહીંદર્શાવાયેલાં મૂર્તિસ્વરૂપો કવચિત બેઠેલા તો કવચિત ઊભા રહેલા, કવચિત આરસશિલ્પમાં, તો કવચિત મૂલ્યવાન અન્ય શિલાઓમાં પ્રસન્ન મુદ્રાવાળાં છે. આ બધાં સ્વરુપોને વર્ણવવા મહાકવિની નિયંદિની વાણી જોઈએ પણ એ ક્યાંથી લાવવી? આપ સૌ પોતે જ આદર્શનોથી કૃતાર્થ થાઓ અને નિત્ય આમાંનાં સ્વરૂપોને હૃદયકમળમાં પધરાવી સેવો એવી અમારી પ્રાર્થના છે. આ દર્શન વિભાગનું વિસ્તૃત વિહંગાવલોકન પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબની સિદ્ધહસ્ત કલમે આલેખાયું છે. આશા છે કે દર્શન વિભાગની પૂજ્યશ્રીની સમીક્ષાનોંધ જરૂર જોઈ જશો. દર્શનવિભાગની ફોટોગ્રાફી એકત્રિત કરવામાં સહાય કરી છે ગ્રંથના પ્રેરક પ.પૂ.આ.શ્રી રાજયસૂરિજી મહારાજશ્રીએ, પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીએ, પૂ.પં. શ્રી મહાબલવિજયજી મહારાજશ્રીએ અને પૂ.સા. શ્રી વાચંયમાશ્રીજી (બેન મ.) આદિ આયોજનને ઠીક રીતે સહાયભૂત બન્યા છે. ઉપરાંત અમદાવાદના નવપદ કલરલેબવાળા શ્રી સ્નેહલભાઈ શાહ અને તેમના દ્વારા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ પાસેથી પણ પચીશ જેટલી છબીઓ પ્રાપ્ત થઈ છે તે સૌના અત્યંત ઋણી છીએ. અંબિકા કાર્ડ સેન્ટરવાળા શ્રી જયંતિભાઈ શાહનો પણ ઠીક સહયોગ મળ્યો છે. ગ્રંથયોજનામાં સાક્ષરોનું યોગદાન આ ગ્રંથની સંકલ્પનાથી લઈને છેક તેના અંતિમ રૂપ સુધી અમારી સાથે સહાયભૂત થયેલા સંસ્કૃત ભાષા-સાહિત્યના ઘણા પંડિત-વિદ્વાનોની સહાય મળી છે. સહાય કરવામાં તત્પર, ભાવનગરનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy