SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ૐકાર ઉદાર અગમ અપાર સંસાર મેં સાર પદારથ નામી, સિદ્ધિ સમૃદ્ધ સરૂપ અનૂપ ભયો સબહી સિર ભૂપ સુધામી; મંત્ર મેં જંત્ર મેં ગ્રંથ કે પંથ મેં જાકું કીયો શુભ અંતરજામી, પંચહી ઇષ્ટ વર્સે પરમિષ્ટ સદા પ્રમસી કરે તાહિ સલામી.' (૧) 'પ્રાસ્તાવિક કુંડલિયા બાવની'માં આ જ કવિ સં. ૧૭૩૪માં 'ઓમ્’નું માહાત્મ્ય વર્ણવે છે ઃ 'ૐ નમો કહિ આદિથી, અક્ષર લઇ અધિકાર;પહિલીથી કરતા પુરુષ, કીધઉ સાર ૐકાર. કીધઉ ૐકાર સાર તત જાણે સાચ, મંત્રેજંત્રે મૂલવેદવાઈકં ધુરિ વાચ. સહુ કામે મસીહ દીયઇ રિધિસિધિ અઉ દોઉં, બાવન અક્ષર બીજ આદિ પ્રણમી જઇ ' શ્રી લક્ષ્મીવલ્લભ-રાજ-હેમરાજ (સં. ૧૭૭૯માં) 'દુહાબાવની'ના પ્રારંભે લખે છે : 'ૐૐ અક્ષર અલખતિ, ધરૂં સદા તસુ ધ્યાન; સુરનર સિદ્ધ સાધક સુપરિ, જાકું જપત જહાંન.' (૧) શ્રી કેશવદાસ કુશલસાગર 'કેશવબાવની' અથવા 'માતૃકાબાવની'માં (સં. ૧૭૩૬માં) ૐકારને સદા સુખકારી ગણાવતાં આદિ પંકિતઓ લખે છે : ૐૐકાર સદા સુખ દેઉતહીં નિત સેઉત વંછિત ઇચ્છિત પાવૈં, બાઉન અક્ષર માંહિં શિરોમણી યોગયોગીસર હીઇસ ધ્યાવૈં. ધ્યાનમેં ગ્યાનમેં વેદપુરાણમેં કીતિ જાકી સર્ભે મન ભાવૈ, કેશવદાસ કું દીજીઇ દોલત ભાવ સૌ સાહિબ કે ગુણ ગાવૈં...' શ્રી નેમવિજય 'શીલવતી રાસ' (સં. ૧૭૫૦માં)નાં આદિ દુહામાં લખે છે : 'ૐૐકાર અક્ષર અધિક, જપતાં પાતિક બંન; એહવી અધિકો કો નહિ, શિવપુર આપૈ સંત...' (૧) [ ૪૫૯ = કવિ વિનયચંદ્ર ઉત્તમકુમાર રાસ'ની આદિ પંકિતઓમાં ૐનું માહાત્મ્ય સરસ રીતે સમજાવે છે : Jain Education International ૐ અક્ષર અતુલબલ, ચિદાનંદ ચિદ્રૂપ, સકલ સત્ત્વ સંપેખતાં, અવિચલ અકલ અનૂપ. ૧, અજરે અમર અવિકાર નિત, જોતિ તણઉ જે ઠામ, સત્ત્વરૂપ આરાહિયઈ, વંછિતપૂરણ કામ. ૨. જેહનઈ નામસ્મરણથી, ફીટઈ સઘલા નંદ, મંદમતિ પંડિત હુવઈ, દૂર ટલઈ દુખદ. ૩. યોગિ ધ્યાવે યુકિતરું, ભકિત કરી ભરપૂર, સંપઈ તેહનઈ વ્યકિતગુણ, શકિત સહિત અનૂર. ૪. મંત્ર મુખ્ય બીજક કહ્યો, સાર સહિત સુવિલાસ, અરિહંતાદિક પંચનો, અંતર જાસ નિવાસ. ૫. અભ્ર માંહિ જિમ થ્રૂ અડગ, શેપનાગ પાતાલ, મૃત્યુલોકમાં મેરૂ જિમ, તિમ એ વરણવિલાસ. ૬. શ્રી ગોડીદાસ 'નવકાર રાસ' (સં. ૧૭૫૫માં)ના દુહા (૩)માં શાસ્ત્રોમાં સરસ્વતીને અને લિપિમાં 'ઓ'ને મુખ્ય ગણે છે ઃ 'બ્રહ્મવાદિની સરસતી, શાસ્ત્ર રિ સમરેવિ; ૐકાર રિ આદિ લિપિ, તે પ્રણમું નિતિમેવ.’ શ્રી જ્ઞાનસાગર વાચક 'કયવન્ના ચોપાઈ' (સં. ૧૭૬૪)માં લખે છે : ૐ નમઃ શ્રીમદિષ્ટદેવાય નમઃ ।' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy