SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ] શ્રી પદ્માવતીજીની ધ્યાનમયી સાધના * મનસુખ વાયડા જૈન ધર્મે જલ, વાયુ, તેજ વગેરેને જીવ માની આત્મા જેવી જ શિંકત તેમાં છે એમ માની દરેકના ઉપયોગમાં સંયમનો આદર્શ સ્થાપિત કર્યો છે. જ્યારે વિવેક-ચેતના પુષ્ટ બને છે ત્યારે વ્યુત્સર્ગની ક્ષમતા વધે છે, ત્યાગ અને વૈરાગ્યની શકિતનો વિકાસ થાય છે. ઇન્દ્રિયોનાં તીવ્ર આકર્ષણો, શરીરની મોહક ચંચળતા અને અનેકવિધ માનસિક તનાવ વચ્ચે સહજ છુટકારો પ્રાપ્ત કરવા માટે સાધનાની તાતી જરૂર છે. સાધનાની કેડીએ પ્રયાણ કરવું કપરું છે; પણ પછી અકલ્પ્ય અનુભવો સંપ્રાપ્ત થશે એમ પ્રસ્તુત લેખમાં દર્શાવ્યું છે. મહાન શતાવધાની પં. ધીરજલાલ ટોકરશી શાહ અને શ્રી અનવર આગેવાન જેવાના સંદર્ભો આપીને, લેખકે ધ્યાનમયી સાધના અહિંસામૂલક હોઈ પ્રમાણિત ઘટાવી છે; અને એ રીતે આ લેખ સાધક માટે અમૂલ્ય માર્ગદર્શન પુરું પાડે છે. - સંપાદક યા તેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા । શકિતપૂજા આપણી સંસ્કૃતિનું એક આગવું અને ઉજ્જ્વળ અંગ છે. શકિતની ઉપાસના, આરાધના, જપ-તપ ને ધ્યાનની ધૂણી આપણે ત્યાં અનેક સંતો, મહાત્માઓ અને યોગીવરોએ ધખાવી છે. જે શિત પુરાણોમાં અસુરોને સંહારતી જણાય છે, એ જ શકિત આપણે પ્રત્યક્ષ જીવનમાં કોઈ વાર શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવામાં સર્વ મંગલની વિધિ બનીને અવતરેલી અનુભવીએ છીએ. [ શ્રી પાર્શ્વનાોપસર્ગ-હારિણી આદ્યશકિતના મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ ત્રિગુણાત્મક સ્વરૂપ તથા ચંડી અને દુર્ગા વગેરે માતાઓની ઉત્પત્તિ અને તેના માહાત્મ્ય વિશે માર્કન્ડેય પુરાણના એક ભાગ રૂપે ચંડીપાઠમાં મળે છે, જે ભાગ સપ્તશતી તરીકે પણ ઓળખાય છે. પૌરાણિક દેવીઓમાં જે સ્થાન મહાલક્ષ્મીનું છે તે જ સ્થાન જૈન પરંપરામાં પદ્માવતીજીનું છે. આમ જોઈએ તો, ભારતવર્ષમાં આપણાં પુરાણોનો સ્રોત તો એક જ છે; અને એ છે વેદ, ઉપનિષદ અને ગીતા. જૈનધર્મ જીવનનાં સર્વ પાસાંઓને અહિંસા આવરી લે છે. અહિંસાનું પાલન રોજબરોજના સામાન્ય વ્યવહારમાં પણ જૈનધર્મી જેટલું કાંય જોવા નહિ મળે. અહિંસા ધર્મનું પરિશીલન અને પાલન જૈનધર્મનું સત્ત્વ અને તત્ત્વ છે. શ્રી પદ્માવતી આદિ કોઈ પણ દેવીની આરાધના અને ઉપાસનામાં જૈનધર્મીએ દૈવીશકિતની સંહારકતાને સ્થાન જ નથી આપ્યું; માત્ર ઉદ્ધારક અને ઉપકારક શકિતને જ પૂજી છે. - Jain Education International નવધા ભકિતમાં પૂજન, અર્ચન, આરાધના, ઉપાસના વગેરેમાં ધ્યાનને સૌથી વધારે મહત્ત્વ અપાયું છે. શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે શ્રી પદ્માવતીજીનું ભકિતગાન અનેક ગ્રંથોમાં આવરી લીધું છે; જેવા કે, શ્રી પદ્માવતી પ્રસન્ન, લક્ષ્મીકૃપા, ભક્તામર રહસ્ય. તેમાં આરાધના, ઉપાસના અને ધ્યાન માટે યોગ્ય ક્રિયા-પ્રક્રિયાઓ આલેખી છે. શ્રી પદ્માવતી દેવીની ધ્યાનમયી સાધના એક પ્રકારનો યોગ યા યજ્ઞ કહી શકાય. આ યજ્ઞ દરેક વ્યકિત પોતપોતાની સુવિધા પ્રમાણે અપનાવી શકે, તેમ જ એનો આનુષંગિક પ્રકાર અજમાવે. પરંતુ ધ્યાનમયી સાધનાની પ્રાથમિક જરૂરિયાત છે, વ્યકિતની યોગ્યતા. સાધના માટે સાધકે યોગ્યતા કેળવવી ઘટે. જૈન ધર્મના પ્રાચીન મહાપુરુષોએ આ પરિસ્થિતિનો અભ્યાસ કરી સાધકની યોગ્યતાના વિશિષ્ટ પ્રકાર નક્કી કરેલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy