SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ગૂર્જર જૈન કવિઓની દ્રષ્ટિએ ૐકારનું માહાત્મ્ય પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી ૐકાર એ બીજમંત્ર છે. જૈનધર્મમાં ૐૐકારને પંચપરમેષ્ઠીનું પ્રતીક માનવામાં આવે છે. આ પંચપરમેષ્ઠી છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આર્હન્દ્ગમય એ વલય છે. પંચમહાભૂતતત્ત્વોમય બનેલ શરીરમાં ૐૐકાર નાદ ઊર્જા અને શકિતનો સંચાર કરે છે. વૈદિકધર્મમાં ૐકારને શબ્દબ્રહ્મ' કહ્યો છે. પ્રાચીન જૈન કવિઓએ વર્ણવેલ કારનો મહિમા અનેક સંદર્ભો સહિત અહીં સુંદર રીતે આલેખવામાં આવ્યો છે. સંપાદક હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં ૐનો મહિમા અનેરો છે. તેથી જૈન કવિઓ તેનો મહિમા ગાવાનું કેમ ચૂકે ? અહીં સંકલનમાં જે દૃષ્ટાંતો આપ્યાં છે તે મુખ્યત્વે વિ.સં.ની ૧૫મી થી ૧૮મી શતાબ્દીના ગૂર્જર કવિઓએ કાવ્યારંભે ૐના મહિમાને ગાયો છે તે પરથી છે. 'વીતરાગ', 'નમઃ સિદ્ધ', 'ઇષ્ટદેવ' વગેરેની આગળ 'ૐ' લગાડીને પછી 'આદિ'નો પ્રારંભ કરનારા આ કવિઓએ ૐકાર કે પ્રણવને 'આદિ અક્ષર', જેના નામસ્મરણથી દુઃખદારિદ્રય નાશ પામે, મંત્રમાં મુખ્ય બીજકરૂપ હોવાથી મંત્રશિરોમણિ, આદિ લિપિમાં મુખ્ય, સાધક-સિદ્ધ-યોગીઓ અને જતિઓ જેનું અહર્નિશ ધ્યાન ધરે છે, લોકોને સર્વ સંપત્તિ આપનાર, બાવન અક્ષરમાં મુખ્ય, જેમાં પંચપરમેષ્ઠી વસે છે તેવા અલખતિના પ્રતિનિધિરૂપ, અજર-અમર-અવિકારી ગણાવ્યો છે તે ૐ વિષે કવિઓની કલમપ્રસાદી તપાસીએ. શ્રી ગુણરત્નસૂરિજી ‘ૠષભરાસ' (૧૫મી સદી)ની આદિ પંકિતઓમાં લખે છે : 'આદિ અક્ષર ૐ કાર સિઉ...' કવિ વિદ્વણુ 'જ્ઞાનપંચમી ચોપાઇ' (સં. ૧૪૨૩)માં પ્રારંભમાં લખે છે : ૐ નમો વીતરાગાય...' [ ૪૫૭ શ્રી વચ્છ-વાછો જીવભવસ્થિતિ રાસ'માં 'ૐકારક્ષરરૂપાય'ને નમન કરે છે. શ્રી દોલત(દલપત)વિજય 'ખુમાણરાસ'ની શરૂઆતમાં 'ૐૐ ઐ મંત્ર અપારં’કહે છે. શ્રી જયમૂર્તિગણિ (૧૫મી સદી) 'માતૃકા'નો આરંભ કરે છે 'આદિ પ્રણવ સમરૂ સવિચાર...’થી સં. ૧૬૬૮ પહેલાં લખાયેલી મનાતી અધ્યાત્મ બાવની'ના આરંભમાં કવિ હીરાનંદ લખે છેઃ 'ૐૐકાર સરૂપુરૂપ ઇહ અલષ અગોચર...' શ્રી ઉદયરાજ 'ગુણબાવની' (સં.૧૬૭૬)ના આરંભમાં ૐકારના ગુણગાન આ રીતે ગાય છે ઃ ૐ કારાય નમો અલખ અવતાર અપરંપાર, ગહિન ગુહિર ગંભીર પ્રણવ અખર પરમેસર. ત્રિણ્ય દેવ ત્રિકાલ ત્રિણ્ય અક્ષર ત્રધામય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy