SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬] [ શ્રી પાÖનાથોપસર્ગ-હારિણી પણ માતાના સ્વરૂપમાં જ જુએ, સદા - સર્વોપરિ નોવેરિમન પJસ્વામિપાં તામ્ - આ લોકમાં સર્વોપરિ એકરૂપા માતાને જ હું જોઉ છું, એમ ચિંતવે તથા પોતાની બધી ક્રિયાઓ માતાને અર્પણ કરે. ઉપાસનાના વિવિધ પ્રકારો : આમ્નાય અને સંપ્રદાયભેદથી ઉપાસનાના પ્રકારભેદ થાય છે. શ્રી પદ્માવતીની ઉપાસના ગુજરાતમાં અમુક રીતે ચાલે છે, તો મારવાડમાં બીજી રીતે ચાલે છે. દક્ષિણમાં હોમ્બજામાં પદ્માવતી મંદિરમાં વળી પૂજા પ્રકાર જુદો દેખાય છે. ત્યાં પ્રાયઃ પ્રતિવર્ષ રાજોપચારથી માતાજીની પૂજા થાય છે. તેમાં જે અભિષેક થાય છે, તેમાં જુદા જુદા મંત્રો વડે શ્રીફલનું જલ, કદલીફલરસ, આમ્રફળરસ, સર્વફળરસ, ઈશુરસ, દૂધ, દધિ, ગુડ, શર્કરા, વૃત, ઉષ્ણોદક, ગંધોદક, સુગંધદ્રવ્યોદક વગેરેનો ઉપયોગ થાય છે. તેમ જ આવરણપૂજા પણ વિધિસર થાય છે. માલવા અને બીજાં સ્થાનોમાં આવેલાં પદ્માવતીનાં મંદિરોમાં તો કેવળ પ્રતિદિન સ્નાનાદિથી પૂજન થાય છે. ઘણા ઉપાસકો કર્માનુસાર પુષ્પપૂજાને જ પ્રાથમિકતા આપે છે, એટલે આ વિશે કંઈ નિર્ણયાત્મક કહી શકાય તેમ નથી. અનંતકોટિ બ્રહ્માંડનાયિકા રાજરાજેશ્વરીની પૂજામાં અકિંચન માણસ શું અર્પણ કરી શકે છે ?! એટલે -- मातः पद्मिनि पद्मरागुरुचिरे पद्मप्रसूनानने पद्ये पद्यवनस्थिते परिलसत्पद्याक्षि पद्यानने । पद्यामोदिनि पद्यकान्तिवरदे पद्मप्रसूनार्चिते पद्योल्लासिनि पद्यनाभिनिलये पद्यावति त्राहि माम ।। આમ, એકમાત્ર ક્ષમાપ્રાર્થના કરી માતાના ગુણગાનમાં સમય ગાળે. કેટલાક તંત્રગ્રંથો જોવાથી પદ્માવતીની ઉપાસનાના પ્રકારો, તેમ જ યુદ્ધ ઉપદ્રવ, રોગ, શોક, દુ:ખ, દારિદ્રય, ભૂત-પ્રેત-પિશાચાદિના ઉપદ્રવો, સંગ્રામમાં વિજય, રાજકુલ અને મહામારી વગેરેની શાંતિ, વશીકરણાદિ પક, પાપપ્રશમન, લક્ષ્મી પ્રાપ્તિ, શત્રુનાશ, પરવિદ્યાનિવારણ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરેનાં નિવારણ માટે અમુક અમુક બીજમંત્રો જોડીને અથવા અમુક પ્રકારનાં યંત્રો ધારણ કરીને ઉપયોગમાં લેવા માટે આજ્ઞા સાથે જોવા મળે છે. તેમાં (૧) ધરણેન્દ્રપદ્માવતી, (૨) રત પદ્માવતી, (૩) હંસ પદ્માવતી, (૪) સરસ્વતી પદ્માવતી, (૫) શબરી પદ્માવતી, (૬) કામેશ્વરી પદ્માવતી, (૭) ભૈરવી પદ્માવતી, (૮) ભૈરવ પદ્માવતી, (૯) ત્રિપુરા પદ્માવતી, (૧૦) નિત્યા પદ્માવતી, (૧૧) પુત્રકર પદ્માવતી, (૧૨) સ્વપ્નસાધન પદ્માવતી, (૧૩) મહામોહિની પદ્માવતી, (૧૪) શૈવાગમોત પદ્માવતી, (૧૬) વૃદ્ધરફત પદ્માવતીનાં કલ્પો, મંત્રો અથવા તો સાધનો મળે છે. અને એક બાજુ લૌકિક પ્રયોગોને અનુસરતા અવતાર-પ્રયોગો કે જેમાં માતાજીનું આવાહન કરી પોતાના ઇષ્ટ પ્રશ્નોના ઉત્તર માગવામાં આવે તે પણ મળે છે. તેમાં ૧, પદ્માવતી કજ્જલાવતાર, ૨. પદ્માવતી ઘટાવતાર, ૩. પદ્માવતી દીપાવતાર, ૪, પદ્માવતી પુષ્પાવતાર અને ૫. પદ્માવતી નખદર્પણના પ્રયોગો મુખ્ય છે. “શ્રીમતીર્વાવ-ટ-મુદ્રતટ ઇત્યાદિ શ્લોકથી આરંભ થતું મહાપ્રભાવિક પદ્માવતીસ્તોત્ર પદ્માવતીની ઉપાસના અંગે ઘણો જ પ્રકાશ પાડે તેવું છે. એમાં ગીર્વાણચક્રમંત્ર, મત્સ્યયંત્ર, કોપવંઝ” આદિ શ્લોકથી ઉદ્ભૂત રક્ષાકરયંત્ર, ઐ લાં તો ગ્રી શ્રીં' બીજમંત્રોથી ભૂપિત મુકુટધારણયંત્ર, દશમા શ્લોકથી ઉદ્ભૂત સકલલોકવશીકરણયંત્ર, ચતુર્મુખયંત્ર, પદ્માવતી સ્થાપનયંત્ર, રૈલોકય મોહનયંત્ર વગેરે વર્ણવ્યાં છે. આ પદ્માવતી સ્ત્રોત અંગે, આ જ ગ્રંથમાં, અન્ય લેખો દ્વારા પ્રકાસિત વિશેષ વિગતો જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy