SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી અને ઘીનો દીવો, (૪) ચોખા, (૫) પદ્માવતીનું એક ચિત્ર અને (૬) સોળ એકમુખી રુદ્રાક્ષ. એમણે અને આગળના ઉચ્ચ કોટિના સાધકોએ આ સાધનાનો આધાર જ એકમુખી રુદ્રાક્ષ' બતાવ્યો છે. તેમાંય જો કાજુના આકારનો હોય અને ચોવીસ તીર્થકરોના મંત્રોથી સિદ્ધ કરેલો હોય એવા એકમુખી રુદ્રાક્ષના દાણા આખાય જીવનભર પદ્માવતીની સાધનાને સિદ્ધ કરવા માટે બહુ જ અનુકૂળ છે. ચોવીસ તીર્થકરોના મંત્રોની વિગત શ્રી કનકકુશલ મહારાજના 'પોડશવિદ્યા' ગ્રંથમાં વિસ્તારથી વર્ણવેલી છે, અને તેમણે પ્રત્યેક રૂદ્રાક્ષના દાણાને કઈ રીતે સિદ્ધ કરાય છે તે વિધિ પણ બતાવી છે. એટલે જ સિદ્ધ રુદ્રાક્ષના દાણાનો જ આ સાધનામાં ઉપયોગ થઈ શકે છે. સાધના રહસ્ય : સૌથી પહેલાં સામે પદ્માવતી યંત્ર અને ચિત્ર ફ્રેમમાં મઢાવીને સ્થાપિત કરવું. પછી હાથમાં જલ લઈને સંકલ્પ વિનિયોગ કરવો, કે હે દેવી ! હું આપના ચરણમાં નમસ્કાર કરીને આ સાધના પ્રાપ્ત કરી રહ્યો છું. આપ કમલબીજમાંથી ઉત્પન્ન મહાશકિત છો. ધર્મ-અર્થ-કામ અને ઉપદ્રવ તથા શાંતિ-ઈચ્છાપૂર્તિ-મોક્ષની પૂર્ણતા હેતુ માટે આ પૂજા આપને સમર્પણ કરું છું. આની પહેલાં સાધકે સ્નાન કરી, પીળું ધોતિયું પહેરી, પીળું આસન પાથરી, પૂર્વાભિમુખે બેસીને યંત્ર-ચિત્ર સ્થાપિત કરી આ સાધનાનો પ્રારંભ કરવો. આ સાધનામાં સાધક પોતાની પત્ની અને પરિવારની સાથે પણ બેસી શકે છે. ત્યાર બાદ નીચે પ્રમાણે ક્રમથી પૂજાનો પ્રારંભ કરવો. પૂજા માટે યંત્રની સામે જ એક નાનું તાંબાનું પાત્ર પણ અવશ્ય રાખવું. સર્વ પ્રથમ પદ્માવતી દેવીનું ધ્યાન કરતાં કરતાં યંત્ર પર જલ અર્પણ કરવું. ત્યાર બાદ મૌલી, જો કે વસ્ત્ર સ્વરૂપ છે, તે ચઢાવી, ત્યાર બાદ અબીલ-ગુલાલ-કેસર-અત્તર ઈત્યાદિ દેવીને અર્પણ કરવાં. પૂજાસ્થાનમાં વાતાવરણ સંપૂર્ણપણે સુગંધિત હોવું જોઈએ. - ત્યાર બાદ પોતાના બન્ને હાથોમાં ફૂલ લઈ, અંજલિ બનાવી ફૂલ અર્પણ કરવાં. ત્યાર બાદ '' સ્વરૂપા સર્વ વિઘ્નહારિણી રાજરાજેશ્વરી પદ્માવતી દેવીનું ધ્યાન કરતાં કરતાં ચોખા ચઢાવવા અને પછી પુષ્પમાલા અર્પણ કરવી. પૂજાસ્થાનમાં ધૂપ તથા દીપ દેવોની સામે એક બાજુ સ્થાપિત હોવા જોઈએ. ત્યાર બાદ ફળ અર્પણ કરવા અને નીચે લખેલા મંત્રથી પ્રાર્થના કરવી. પ્રાર્થના सव्वदेवी गुणानुवर्णने चतुशानो चतुरननादयः । तदिहंक सुखेषु स्तवनं कस्तव कर्तुमिश्वरीः ।। ॐ संविन्यये परे देवी, परामृतचरप्रिये । अनुज्ञां श्रीपद्ये देही परिवारार्चनाय मे ।। હવે પૂજાના મુખ્ય અંગ રુદ્રાક્ષપૂજનનો આરંભ થાય છે. તેમાં નીચે લખેલો મંત્ર, જેમાં દેવીને ભિન્ન-ભિન્ન ઉપમાઓ આપીને સંપૂર્ણ હૃદયથી પ્રાર્થના કરાય છે, તે મંત્રનો જાપ કરીને એક રુદ્રાક્ષ ભગવતી પદ્માવતીના યંત્રની સામે અર્પણ કરવો અને બીજો ચિત્રની સામે અર્પણ કરવો. નિત્ય આ જ પૂજાનો ક્રમ છે. પૂજા કયો પછી 'કમલ ગટ્ટાની માલા’થી નીચે પ્રમાણે લખેલા દુર્લભ અને ગોપનીય પદ્માવતી મંત્રનો ૨૧ વાર પાઠ કરવો. - ૐ શાંતિ | ॐ नमो भगवति पद्मावती देवि । सर्वजनमोहिनी सर्वकार्यकरिणी मम विकटसंकट संहारिणी महा मनोरथ पूरणी सर्व चिता चूरणी भगवति पद्मावती देव्यै नमः ।। ૨૧ વાર અગર ૧૦૮ વાર આ જાપ નિયમિત કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. આમ પદ્માવતી દેવી સર્વ જનોનાં ઈચ્છિત-વાંછિત કાર્યોને પૂર્ણ કરવા માટે સદા તત્પર હોય છે. માં પદ્માવતી દેવીની સાધના સાધક જો શુભ ઉદેશપૂર્વક કરે તો જરૂર તત્કાળ ફળદાયિની બને છે મા પદ્માવતી દેવી જગત-જીવમાત્રનું કલ્યાણ, મંગલ ને શુભ કરનારાં થાઓ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy