SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]. T૪પ૧ શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ સાહેબે આ સાધનાના સેંકડો લાભ બતાવ્યા છે. તે મુજબ આ સાધનાને સિદ્ધ કરવાથી ભાગ્યમાં લખેલી દરિદ્રતા દૂર થાય છે. ભાગ્યનો ઉદય થાય છે. વ્યાપારમાં અચાનક જ ઉન્નતિ થવા લાગે છે. આ સાધના દ્વારા શત્રુનો ભય સર્વથા નાશ પામે છે. માણસ રોગમુક્ત થઈને લાંબુ જીવન મેળવે છે. ઘરના કલેશ-કંકાસ-કજિયા અને તાણ નાશ થાય છે. કરી હતી. કનકકુશલસૂરિજીએ કહ્યું છે કે જો માણસ પોતાના જીવનમાં આ સાધનાને પ્રાપ્ત નથી કરતો, તો તેના જેવો અભાગિયો માણસ બીજો કોઈ નથી ! આ સિવાય પણ બીજા કેટલાય તાંત્રિક ગ્રંથોમાં અને સાધના ગ્રંથોમાં પણ આ ગોપનીય અને રહસ્યમય સાધનાનું અત્યંત મહામ્ય આપ્યું છે. એક રીતે જોઈએ તો લગભગ બધા ગ્રંથોમાં પદ્માવતીની દુર્લભ સાધનાનો ઉલ્લેખ મળે છે; પરંતુ સંપૂર્ણ સાધનાની વિગતવાર માહિતી તેમાં કયાંય પણ મળતી નથી. પણ, પછીના દિવસોમાં અમને એક અત્યંત ઉચ્ચ કોટિના જૈન સાધુ પાસેથી આ દુર્લભ અને ગોપનીય સાધનાવિધિ વિગતવાર જાણવા મળી. તેમની પાસે આ સાધનાવિધિ ભોજપત્ર પર લખેલા પ્રાચીન પુસ્તકમાં સંગ્રહેલી હતી, તેમ જ તેનાં પાનાં પણ જર્જરિત થઈ ગયાં હતાં, તથાપિ તે સાધુએ આ સાધના દ્વારા અપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દુર્લભ એવો શ્રી પદ્માવતી સાધના-ઉપાસનાનો પ્રયોગ અત્રે હું સાધકોને આ દુર્લભ અને બહુ જ મહત્ત્વપૂર્ણ પદ્માવતી સાધના-ઉપાસનાનો પ્રયોગ આપી રહ્યો છું. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ સાધના સાધકોના સંગ્રહમાં એક રત્નની જેમ કાયમી રહેશે. પ્રત્યેક ધર્મ-સંપ્રદાય કે જાતિનો સાધક આ સાધનાને પ્રાપ્ત કરી શકે છે. જો નિષ્ઠાપૂર્વક આ સાધનાને પ્રાપ્ત કરવામાં આવે તો તરત જ લાભ થાય છે. શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ સાહેબે આ સાધનાના સેંકડો લાભ બતાવ્યા છે. તે મુજબ આ સાધનાને સિદ્ધ કરવાથી ભાગ્યમાં લખેલી દરિદ્રતા દૂર થાય છે. ભાગ્યનો ઉદય થાય છે. વ્યાપારમાં અચાનક જ ઉન્નતિ થવા લાગે છે. આ સાધના દ્વારા શત્રુનો ભય સર્વથા નાશ પામે છે. માણસ રોગમુક્ત થઈને લાંબુ જીવન મેળવે છે. ઘરના કલેશ-કંકાસ-કજિયા અને તાણ નાશ થાય છે. ખોવાયેલું બાળક તુરત જ પાછું ઘરે આવે છે. આના પ્રભાવથી યોગ્ય કન્યાનાં લગ્ન જલદી થઈ જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે આ સાધના પૂરી કરતાં જે લક્ષ્મીજીનું આગમન થાય છે, તેમ જ સાધના સમાપ્ત થયા પહેલાં જ તેને અચાનક જ ધનલાભ, જીવનમાં સફળતા તથા સામાજિક સન્માન પ્રાપ્ત થવા માંડે છે. જો તે કોઈ વિશેષ ઈચ્છા લઈને સાધનામાં બેસે છે તો તેની એ ઈચ્છાપૂર્તિ અવશ્ય સાધનાકાળમાં જ પૂરી થાય છે. સાધનાનો સમય : આ સાધનાને ગમે ત્યારે સાધી શકાય છે. પરંતુ વિશેષતઃ તો દિવાળી પહેલાંના આઠ દિવસોમાં જો આ સાધનાને સાધી શકાય તો વિશેષ અનુકૂળતા રહે છે. જૈન ગ્રંથોમાં જણાવ્યું છે કે કારતક માસની કૃષ્ણપક્ષની આઠમથી અમાસ સુધીમાં આ સાધનાને સાધીને સિદ્ધ કરવાથી ચોક્કસ અને સર્વોત્તમ ફળ પ્રાપ્ત થાય જ છે. સાધના સામગ્રી : શ્રી માનભદ્રગુપ્તસૂરિજી આ સાધનાના અપૂર્વ આચાર્ય હતા. એમણે આ સાધનાની સામગ્રીમાં છ વસ્તુઓની આવશ્યકતા બતાવી છે : (૧) જલપાત્ર, (૨) કેસર, (૩) તેલનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy