SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, જેના ગ્રંથોમાં લીની સાધના આ સર્વસિદ્ધિાથયિનીen Gadhvણાવતીની સાધના) - પં. શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજ દેવીનું બીજું પર્યાયવાચી નામ 'માતાજી' કહેવાય છે. મા એટલે અખૂટ) વાત્સલ્ય, મા એટલે નિર્મળ હૂંફ, મા એટલે લક્ષ્મી..... પણ અત્રે પદ્માવતીજીની ઉપાસના સાથે લક્ષ્મીની પ્રાપ્તિ.... લક્ષ્મીને સર્વાર્થસિદ્ધિદાયિની તેમ જ અષ્ટલક્ષ્મી વગેરે નામાભિધાન કરીને ગર્ભિત સંકેતો આ લેખમાં મૂકયા છે. લેખના લેખક 5. પં. શ્રી ધર્મધ્વજવિજયજી મ.સા. એક અચ્છા સાધક છે. --સંપાદક જૈન સાધના સાહિત્ય ઉચ્ચ શ્રેણીની, લક્ષ્મીજી સાથે સંબંધ રાખવાવાળી સાધનાઓમાં શિરમોર છે. એક પ્રકારથી જોઈએ તો જેટલું શ્રેષ્ઠ અને અનુભવજન્ય સાધનાસાહિત્ય તથા સાધનાવિધિઓનું લેખન તપોનિષ્ઠ જૈન સાધુભગવંતો દ્વારા થયું છે એટલું બીજે કયાંય પ્રાપ્ત નથી. શ્રી જિનદત્તસૂરિજી એક શ્રેષ્ઠ સાધક હતા. મોગલ સમયમાં પણ ઉચ્ચ કોટિના મોગલ બાદશાહ એમની સામે માથું નમાવતા હતા. લક્ષ્મીજી સાથે સંબંધ ધરાવતી ઉચ્ચ કોટિની સાધનાઓ એમણે પ્રાપ્ત કરી હતી. કહે છે કે તેઓ ચાલતાં ચાલતાં સોનાની વર્ષા કરાવતા. તેઓ જે પાત્રને સ્પર્શ કરતા તે પાત્ર સોનાનું બની જતું. ત્યાર બાદ આનંદસૂરિ અને અમરચંદ્રસૂરિ અત્યંત સિદ્ધ સંત-મહાત્મા થયા અને તેઓએ ઉપરની સાધના શીખી. એ બન્ને સિદ્ધ કોઈ દરિદ્રમાં દરિદ્રને પણ આશીર્વાદ આપી દેતા, તો તે ક્ષણવારમાં તેને ફળતા. નેમિનાથજીએ 'તત્ત્વબોધ' નામના ગ્રંથમાં બતાવ્યું છે કે લક્ષ્મીજી પડછાયાની જેમ તેમની સાથે જ રહેતાં હતાં. તેમણે પ્રાચીન ગ્રંથો જોઈને તેમ જ સાવ દિગંબર અવસ્થામાં જંગલમાં રહેવાવાળા અને કેવળ હવા ભક્ષણ કરી જીવિત રહેવાવાળા એક ઉચ્ચ કોટિના યોગી પાસેથી આ "પદ્માવતી સાધના’ શીખી હતી, જેને 'કલિકાલ કલ્પતરુ' કહેવામાં આવે છે. આગમના આચાર્યોએ તેને 'સર્વાર્થસિદ્ધિદાયિની 'કહી છે. તેમણે તે સાધના દ્વારા 'અષ્ટલક્ષ્મી'ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઉદયપ્રભસૂરિએ તો પોતાના ગ્રંથમાં કહ્યું છે કે શ્રી આનંદસૂરિ અને અમરચંદ્રસૂરિએ પોતાના હાથોથી આ ગોપનીય અને રહસ્યમય તથા દુર્લભ પદ્માવતી સાધનાને કેટલાંય વર્ષો સુધી સેવા અને તપ કરીને પ્રાપ્ત કરી હતી, તેથી તેઓ સિદ્ધરાજ કહેવાતા હતા. વાસ્તવિકતામાં પણ પદ્માવતી સાધના સ્વયંસેવ દુર્લભ અને મહત્ત્વપૂર્ણ સાધના છે. આચાર્ય રાજશેખરસૂરિજીએ કહ્યું છે કે લક્ષ્મીજીની સાધનાઓમાં આ અપૂર્વ સાધના છે. આચાર્ય તિલકસૂરિજીએ આ સાધના દ્વારા સુવર્ણપ્રયોગ અને સુવર્ણસિદ્ધિ-પ્રયોગ પ્રાપ્ત કર્યા હતા, તેથી તેઓ તે સમયના અદ્વિતીય આચાર્ય કહેવાતા. મલ્લિનાથ અને સોમતિલકસૂરિજીએ આ સાધના દ્વારા હજારો અને લાખો લોકોની દરિદ્રતા દૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy