SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪પ૩ 'શ્રી પદ્માવતી દેવીની ઉપાસનાનું માહાત્ય - પંડિત રુદ્રદેવ ત્રિપાઠી આધ્યાત્મિક ઉન્નતિ સાધનારા વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયો પણ મંત્રસાધનાને સ્વીકારે છે. જેની આવશ્યકતા વધે, તેમાં આવિષ્કાર વધે છે. મોક્ષ એ બ્રહ્માંડરૂપી વૃક્ષના મથાળે પાકેલું અમૃતફળ છે. તેની પ્રાપ્તિ ઉપાસનાથી પણ થઈ શકે છે એની પ્રતીતિ પ્રસ્તુત લેખમાં પંડિતવર ત્રિપાઠીજીએ અનેક શાસ્ત્ર તથા અનેક દર્શનોની પ્રસાદી પીરસીને કરાવી છે. પંડિતજીની સિદ્ધહસ્ત કલમે તેમ જ સ્વાનુભવે લખાયેલ આ લેખ ખૂબ જ આવકાર્ય અને ઉપયોગી બને એવો છે. એમને પોતાને થયેલો પદ્માવતી માતાનો અનુગ્રહ વાંચકોને મૂકપણે દિગ્ગદર્શન પણ કરાવી જાય છે. -- સંપાદક આધ્યાત્મિક પંચામૃત અને ઉપાસના : માનવજીવનની સાર્થકતા સંસારના ક્ષણિક સુખોપભોગમાં તો નથી જ એ સ્વયંસિદ્ધ છે. ભૌતિક સમૃદ્ધિના લાભ માટે અનંતાનંત યોનિઓ પછી મળેલા આ માનવદેહને જે ભોગ માટે પ્રેરે છે તે ફરીથી ભવોભવના ફેરા ખાવાને જ સર્જે છે. સાચે તો અધ્યાત્મજ્ઞાન ભણી આગળ વધી મોક્ષની કામના કરવી એ જ અભીષ્ટ છે. આપણી ઉપકારી મહર્ષિઓએ ત્રિવિધ તાપ મિટાવવા અને મોક્ષ મેળવવા માટે આત્મચિંતનને પ્રાથમિકતા આપી છે. મોક્ષ એ બ્રહ્માંડરૂપી વૃક્ષના મથાળે પાકેલું અમૃતફળ છે. તેની પ્રાપ્તિ ઉપાસનાબળથી સંપન્ન માનવને જ થઈ શકે છે. ઉપાસના જ એક એવી કસોટી છે કે જેની ઉપર માનવજીવનની સત્તા અને સફળતાનું પરીક્ષણ થઈ શકે છે. એના જ દ્વારા સાધક પોતાનામાં સત્ય, શિવ અને સુંદરતાનો અનુભવ કરે છે. ઉપાસના એક એવી નીસરણી કહેવાય છે કે જેની ઉપર ચઢી વ્યકિત પોતાના પુરુષાર્થના ચરમ અને પરમ લક્ષ્યના શિખરે આરૂઢ થઈ પરમ શાંતિ-પરમ નિર્વાણનો લાભ લઈ શકે છે. જ્ઞાન જે આત્મસ્વરૂપની અભિવ્યકિત લે ખાય છે, તે વિના ઉપાસનાબળે મળતું નથી. આધ્યાત્મિકતાના ધરાતલ ઉપર ઝળહળતો આ દીપ ઉપાસનાની જ્યોતિથી આલોકિત છે, કે જેનો ઉજ્વળ પ્રકાશ સ્વર્ગાદિ સુખને જ પમાડતો નથી, પરંતુ અનંત તેજોમય મોક્ષપદ સુધી પણ પહોંચાડે છે. ઉપાસનાકાંડમાં મંત્ર, યંત્ર અને તંત્રની ત્રિવેણીનો સંગમ છે. તે ત્રિવેણીમાં સ્નાન કરવા ઇચ્છનારે તેની પાત્રતા યોગશાસ્ત્ર વડે મેળવવી પડે છે. આ ત્રિવેણીસ્નાનની સાર્થકતા ઉચિત ક્રિયાઓ વડે જ થાય છે. એટલે સ્વરોદયની મદદ લેવી પડે છે. આમ, મંત્ર, યંત્ર, તંત્ર, યોગ અને સ્વરોદય શાસ્ત્રમાં રહેલું પંચામૃત જે પીએ છે તે પોતાની જાતને ત્રિવિધ તાપથી છોડાવી આત્મકલ્યાણ અને જગતના કલ્યાણમાં પ્રવૃત્ત કરે છે તેમાં સંશય નથી. જૈનધર્મમાં માંત્રિક પ્રયોગોનો પ્રવેશ: આધ્યાત્મિક ઉન્નતિ ચાહનારા વૈદિક, જૈન અને બૌદ્ધ -- એ ત્રણે સંપ્રદાયો મંત્રાદિ સાધનને સ્વીકારે છે. જૈનધર્મની દ્વાદશાંગીમાં બારમું અંગ દષ્ટિવાદ હતું. તેના પાંચ વિભાગોમાંથી ત્રીજા વિભાગમાં આવેલાં ચૌદ પૂર્વોમાં દશમું વિદ્યાપ્રવાદ નામનું પૂર્વ હતું, જેમાં અનેક વિદ્યા અને મંત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy