SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ।४४७ () ઉન્માદિની મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ ઉન્માદિની મુદ્રાનું નામરહસ્ય સમજાવતાં કહ્યું છે : “આ પાંચમી જે (નિત્યાપોડશિકાર્ણવમાં ત્રિખંડ પહેલી હોઈને તેના ક્રમને આપણે અનુસરીએ છીએ તેથી આપણા ક્રમમાં આ મુદ્રા છઠ્ઠી છે, પણ પરશુરામકલ્પસૂત્રમાં ત્રિખંડા પહેલી ન હોઈ ત્યાં આ મુદ્રા પાંચમી છે.) આગળની (સવવેશકરી અથવા સર્વવશ કરીમાં) જણાવેલ શિવશકિત બિંદુની વચ્ચેની સૂક્ષ્મરેખા છે, જે નીવારશુકવતુ તન્વી છે. તેની મથે વહુનિશિખા” એવી શ્રુતિમાં પ્રસિદ્ધ છે. તે શિખાનો બે પ્રકારનો સ્વભાવ છે : ૧. વામા સ્વભાવત્વ અને ૨. જ્યેષ્ઠા સ્વભાવત્વ. જેવી રીતે લોકમાં પણ એક દંડ (કુંભારનો) ઘડો ઉત્પન્ન કરે છે અને નાશ પણ કરે છે, તેવી રીતે દંડશકિતસમાન આ રેખા જ્યારે જગતરક્ષણકર્તૃત્વ શીલા વિશિષ્ટ જ્યેષ્ઠા શકિતપ્રધાન હોય છે ત્યારે સર્વોન્માદિની શબ્દથી વાચ્ય બને છે.” ઉત્તર ચતુઃશતીમાં પણ કહ્યું છે : 'બિંદુની અંદર સૂક્ષ્મ શિખામયરૂપે વિલસી રહેલ જ્યેષ્ઠાશકિતપ્રધાન એવી એ સર્વોત્પાદકારિણી છે.' તેથી જ આ નામની મુદ્રામાં અંગુલિઓની રચનામાં અંગુષ્ઠ, અનામિકા અને તર્જનીઓ સરલ દેખાય છે. મધ્યમાઓ બિંદુદ્રયાકાર દેખાય છે. તે જ રીતે ઉલ્લેખાયેલ બિંદુમય શિખાસ્થાનનું દર્શન તો અનામાદ્વય જ કરાવે છે. બન્ને મધ્યમાં બિંદુદ્રયરૂપ અને તેની મધ્યે રહેલ બને અનામિકાદ્વયનું તસ્યમશે વનિશિખા' એ ન્યાયે શિખાપણું યોગ્ય છે. જ્ઞાનાર્ણવ તંત્રમાં વળી એમ દર્શાવ્યું છે કે બ્રહ્મરંધ્રમાં તેની (ધારણા) કરવાથી આ દેવી નૈલોકયને ઉન્માદિત કરનારી છે. નિત્યાપોડશિકાર્ણવમાં આ સર્વોન્માદિની મુદ્રાનાં લક્ષણો નીચે પ્રમાણે દર્શાવેલાં છે : બન્ને હાથને સન્મુખ કરીને જમણી કનિષ્ઠિકાને વામની મધ્યમાં વડે અને વામ કનિષ્ઠિકાને દક્ષિણ મધ્યમાં વડે દઢ રીતે ગ્રહણ કરવી; પછી બને અનામિકાઓને સરલ રાખવી, તેની બહાર (દર) તર્જનીઓને સરલ રાખવી. મધ્યમાના આકુંચિત કરેલા અગ્રભાગના નખોપરિ દંડાકારે અંગુઠો ગોઠવવા. આ ઉન્માદિની મુદ્રા સર્વ સ્ત્રીઓને કલેદિત કરનારી છે.' () મહાંકુશા મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાનું નામ-રહસ્ય સમજાવતાં કહ્યું છે : 'છઠ્ઠી જે આ (મહાંકુશા મુદ્રા) તે આગળની મુદ્રામાં દર્શાવેલા શિખાનાં બીજાં સ્વરૂપ વામાપ્રધાન હોઈને મહાંકુશા કહેવાય છે. પરમ શિવની અંદર (કુક્ષિમાં) જગત રહેલું છે. અંદર રહેલા હાથીને જેમ અંકુશ વડે બહાર કાઢવામાં આવે છે તેવી રીતે સર્વને બહાર લાવનાર હોવાથી તે સર્વમહાંકુશા' એમ (પણ) ઓળખાય છે.' પશિવના કુક્ષિગત જગતનું વમન કરાવવાથી વામાપ્રધાન એવી આ શિખા સર્વમહાંકુશા એમ કહેવાય છે. યોગિની તંત્રમાં કહ્યું છે : 'વામાશકિતપ્રધાન એવી આ મહાંકુશમી (દેવી) પણ બીજા દશારચક્રમાં રહેલી વિશ્વનું વમન કરાવનાર છે.” આથી આગળની મુદ્રામાં સરલાકાર (હતી) એવી અનામિકાઓની અહીં વક્રતા દેખાય છે. લોકમાં પણ વમન કરતો મનુષ્ય ધનુપાકારે વાંકો વળી જાય છે એ પ્રસિદ્ધ છે. અહીં આમ સંક્ષેપમાં સમજાવી શકાય કે, (મ) માત્ર વામા– વિશિષ્ટત્વ સર્વસંક્ષોભિણીપદ પ્રવૃત્તિનિમિત્તનું છે. (મા) યેષ્ઠાવિશિષ્ટત્વ વામા– સવકર્પિણીપદ પણ પ્રવૃત્તિનિમિત્તનું છે. (3) સૂક્ષ્મ આકાશમાં રહેલ બિંદુદ્દયત્વ એવું સર્વવશંકરી પદ પ્રવૃત્તિનિમિત્તનું છે. () જ્યેષ્ઠાશકિતપ્રધાનત્વ એ બે બિંદુઓની વચ્ચે રહેલ રેખાનું સર્વોન્માદિનીપદ સૂચક છે. (૩) વામાશકિતપ્રધાનત્વ એ સર્વમહાંકુશા પદ સૂચક છે – એમ સૌનું વૈલક્ષણ્ય સૂક્ષ્મ બુદ્ધિ વડે નિહાળવું. (૮) ખેચરી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાના નામ-રહસ્યને સમજાવતાં કહે છે : સપ્તમી સર્વખેચરી મુદ્રા જીવોનાં તેમનાં કર્મોથી જનિત રોગાદિ દુઃખોનો નાશ કરવામાં શકિતમાન છે; તેથી જ તે સર્વરોગહરચક્રમાં રહેલી છે.” યોગિની તંત્રમાં કહ્યું છે : 'ધર્મધર્મના મિલનથી ઉત્પન્ન થનારી, પ્રમાદે કરીને થતા ક્રિયાલોપ રૂપી દોષોનો નાશ કરનારી અને વિકલ્પ રૂપી દોષોને હરનારી આ ખેચરી મુદ્રા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy