SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (સર્વસંશોભિણી) મુદ્રામાંથી મધ્યમાં અંગુલિઓને પણ સરલ કરવામાં આવે તો, હે મહેશાની ! સર્વવિદ્રાવિણી મુદ્રા થાય છે.' સેતુબંધકાર સ્પષ્ટતા કરતાં કહે છે : Uતા . અર્થાત સર્વસંક્ષોભિણી મુદ્રામાં મધ્યમાં જે સરલ ન હતી તે અહીં (સર્વવિદ્રાવિણીમાં) તર્જનીવત સરલ બને છે.” તંત્રતરમાં વ્યાખ્યા આપતાં કહે છે : 'મધ્યમાં પણ તર્જની સમાન સરલ હોય ત્યારે ચરાચરનું પાલન કરનાર સર્વવિદ્રાવિણી મુદ્રા બને છે.” (૪) આકર્પિણી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકા આ મુદ્રાનો અર્થ અને તેનું રહસ્ય સ્પષ્ટ કરતાં કહે છે : ત્રીજી જે આ સર્વાર્ષિણી છે તે સર્વનું આકર્ષણ કરનાર જ્યેષ્ઠાવામાં ઉભયાત્મક છે. યોગિની તંત્રમાં કહ્યું છે કે જ્યેષ્ઠાવામાં સમત્વને લીધે સૃષ્ટિના પ્રાધાન્યવાળી આ આકર્પિણી મુદ્રા છે. આ અગાઉની મુદ્રાદ્ધયમાં કહેલાં અગાઉનાં મુદ્રાવાચક પદોથી સર્વાર્ષિણીનું મહત્ત્વ સમજવું. એમ થતાં (આગળની મુદ્રાઓમાં) જ્યેષ્ઠા વિશિષ્ટ વાસાત્વની વાત સમજવી; આથી વિપરીત નહિ. એમ થતાં જ્યેષ્ઠાના વિશિષ્ટત્વની અહીં પ્રધાનતા સમજવી. જ્યેષ્ઠાનું પ્રાધાન્ય હોતાં તેની સરલતાને લીધે તેના વિશેષણરૂપ વાખાનું પણ તેને અનુસરીને થતાં મુદ્રાના બાહ્યાકારમાં તર્જની મધ્યમાએ કુટિલતા થતી નથી. * જો અહીં વામાં પ્રધાન હોત તો તેની કુટિલતાને લીધે મુખ્ય નહિ તેવી જ્યેષ્ઠા પણ વામાને અનુસરીને કુટિલ બનત; અને તો મુદ્રાના બાહ્યાકારમાં બધી જ આંગળીઓની કુટિલતા થાત.' (અગાઉની બે મુદ્રાઓમાં આમ સમજવું.) હવે આ સર્વાકર્પિણી મુદ્રા માટે પરશુરામકલ્પસૂત્ર ટીકા કહે છે કે, હે સુલોચના ! મધ્યમાં અને તર્જની યુમને વક્ર કરતાં આ મુદ્રામાંથી જ (સર્વવિદ્રાવિણીમાંથી) સર્વાકર્ષિણી બને છે.' નિત્યાપોડશિકાર્ણવ આ મુદ્રાનાં લક્ષણો આપતાં કહે છે : '(ત્રીજીમાં દર્શાવેલાં લક્ષણો પ્રમાણે) મધ્યમાં અને તર્જની વક્ર હોય અને કનિષ્ઠિકા અનામિકા સરલ હોય ત્યારે તે પરમેશ્વરી, અંકુશાકારરૂપવાળી તે રૈલોકયનું આકર્ષણ કરનારી સર્વાર્પિણી મુદ્રા બને છે.' આ વાતને સમજાવતાં સેતુબંધમાં ભાસ્કરરાય કહે છે, 'સર્વવિદ્રાવિણીની જેમ તર્જની મધ્યમાઓનું અગ્રત્વ કંચિતત્વ (વળેલ) ન હોતાં સર્વાકર્પિણી મુદ્રા થાય છે. મધ્યમે' એ દેવીનું વિશેષણ છે.” જ્ઞાનાર્ણવ તંત્રમાં વધુમાં એમ કહ્યું છે કે, ભૂમધ્યે આ સર્વાકર્પિણીનું ધ્યાન કરવાથી તે રૈલોકયને વશ કરી શકે છે.' મુદ્રા પ્રકાર' ગ્રંથાનુસાર, 'મધ્યમાં અને તર્જનીઓને અંકુશકાર કરીને કનિષ્ઠિકા અને અનામિકાને સમ રાખવી. કનિષ્ઠિકા અને અનામિકા પર અંગુષ્ઠ રાખવો. આ આકર્પિણી મુદ્રા રૈલોકયને આકર્ષણ કરનારી માનવામાં આવી છે.' (૫) સવશિકરી-સર્વવશંકરી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાનો રહસ્યાર્થ સમજાવતાં કહ્યું છે : 'ચતુર્થ મુદ્રા સર્વવશ્યકરી અર્થાતુ પૃથ્વીથી માંડીને શિવ સુધી સર્વ તત્ત્વોને વશ કરનારી, સ્વાધીન કરનારી છે.' લોકમાં આકાશ બે પ્રકારનાં છે : દહરાકાશ અને પ્રાકૃત. તે દહરાકાશમાં પણ અન્ય સુસૂક્ષ્મ આકાશ છે, તેમાં સુપિર-સૂક્ષ્મ' એવી કૃતિ છે. તેમાં પરમ શિવની સાથે ગાઢ આશ્લેષમાં રહેલી જે આનંદવિગ્રહરૂપિણી શકિત છે તે સર્વવશ્યકરી પદ વડે વાચ્ય છે. ઉત્તર ચતુઃશતીમાં પણ કહ્યું છે : 'બીજા વ્યોમમાં રહેલી બિંદુરૂપા આ મહેશ્વરી શિવશત્યાત્મક સંશ્લેપવાળી છે, તે જ વશ્યકરી છે.' બિંદુરૂપે કહેલ હોઈ તે મુદ્રાનું બાહ્ય રૂપ પણ સર્વાંગલિઓના ગાઢ સંશ્લેષ અને બિંદુ આકારનું સ્પષ્ટ છે.' જ્ઞાનાર્ણવ તંત્ર કહે છે : 'આ મુદ્રાશકિતનું લલાટમાં ધ્યાન કરવાથી તે ગૈલોકયને વશ કરનાર બને છે.' નિત્યાપોડશિકાર્ણવમાં આ મુદ્રાનાં લક્ષણો આ પ્રમાણે છે : બન્ને હાથને પુટાકાર કરીને પરસ્પર પરામુખ કરીને - સેતુબંધ) પછી તર્જનીઓને અંકુશકાર બનાવીને તેની નીચે મધ્યમાં, તેની નીચે અનામિકા અને તેની નીચે કનિષ્ઠિકા પણ અંકુશાકારે ગાઢ રીતે પ્રયોજવી. બધાથી ઉપર બને અંગુઠોને ન્યુન્જ' કરવા.' આ મુદ્રા સોવેશકરી છે. સેતુબંધમાં તેને સર્વવશંકરી પણ કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy