SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૪૫ કરીને (સીધા કરીને) જમણી તર્જની વડે ડાબી બાજુની અનામિકાના અગ્રભાગને અને વામતર્જની વડે દક્ષિણ અનામિકાના અગ્રભાગને પકડવા; પછી કનિષ્ઠિકા યુયલ, મધ્યમા યુગલ અને અંગુષ્ઠ યુગલને એકબીજાની અભિમુખ આવે તેમ સરલ કરવા. આ યુગલાત્મક ખંડત્રયથી યુક્ત ત્રિખંડા ત્રિપુરાના આવાહનકર્મમાં વિનિયોજવી.' પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ જ શ્લોકોને વધુ સ્પષ્ટ કરતાં કહે છે : 'રિવર્તન એટલે બન્ને હસ્તાંગુલિઓનો સંયોગ એવો અન્વયાર્થ સર્વત્ર અધિકૃત થયેલ છે; તે પ્રમાણે બંને હાથના અંગૂઠાઓ સરલ એટલે પરસ્પર જોડેલા કરવા. તદ્ઘત્ કનિષ્ઠિકા અને મધ્યમાંગુલિઓની પણ તેવી જ સ્થિતિ કરવી; અને ડાબી અનામિકા પર જમણી અનામિકા તિર્યક્ રાખી તેમની નીચેના ભાગમાં તર્જનીયનો પ્રવેશ કરાવીને તે અંતર્વક્ર તર્જનીદ્રયોથી અનામિકાદ્રયને ધારણ કરવી. એવા કૃતિપ્રધાન વિગ્રહ પ્રમાણે આ અર્થ થાય છે. આ રીતમાં ત્રણ ખંડો દેખાઇ આવે છે : (૧) ઉપરની બાજુએ અંગુષ્ઠયનો સંયોગ, (૨) મધ્યભાગે મધ્યમાંગુલિની જોડ અને (૩) નીચેની બાજુએ તે જ પ્રમાણે થયેલું કનિષ્ઠિકાઓનું મિલન. આમ થતાં પૂર્વોક્ત વામા, જ્યેષ્ઠા, રૌદ્રી એવાં ત્રણે કલારૂપો આમાં સ્ફુટ થાય છે; તેથી ત્રણ જેની કળાઓ છે, ખંડો છે તેવી આ ત્રિખંડા મુદ્રા છે.’ તંત્રોનાં અનેક રૂપોને કારણે સહેજસાજ ફેરફારો સાથે આવી મુદ્રાઓનાં વિવિધ રૂપો અન્ય તંત્રોમાં જોવા મળે છે. જેમ કે, 'જ્ઞાનાર્ણવ'માં કહ્યું છે : 'ઉભય હસ્ત એકમેક સાથે જોડીને ઉભય તર્જનીઓ વડે ઉભય અનામિકાઓને ધરવી. તે જ રીતે બન્ને મધ્યમાઓને હસ્તતળની વચ્ચે ગોઠવીને તેની નીચે કનિષ્ઠિકાઓને રાખવી. તે જ રીતે અંગુષ્ઠોને પણ સંયોજિત કરવા. હે મહેશાની ! આ મારી ત્રિખંડામુદ્રા આવાહનવિધિમાં પ્રયોજવી.’ (૨) સર્વસંક્ષોભિણી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાના રહસ્યાર્થને સમજાવતાં કહ્યું છે : 'સર્વ પદાર્થો, સર્વ ભૂતોનો ક્ષોભ કરે છે, ઉત્પન્ન કરે છે, કારણ કાર્યત્વમાં પરિણમે છે માટે આ મુદ્રા વામાશકિતપ્રધાન છે.' યોગિનીતંત્રનું ઉદ્ધરણ આપી વધુ સ્પષ્ટ કરે છે કે 'તે યોનિપ્રાસુર્યના સ્વભાવવાળી અર્થાત્ કારણત્વભાવપ્રધાન હોઇ વિશ્વનું વમન કરનાર વામાત્વ તેમાં છે. તેની રચનામાં પણ અંગુષ્ઠ, કનિષ્ઠિકા અને અનામિકા મધ્યમાઓના અગ્રભાગના સંમિલનથી તેમાં યોનિભૂયત્વ અનુભવાય છે.' નિત્યાપોડશિકાર્ણવમાં આ મુદ્રાનો ઉદ્ધાર આ મુજબ આપવામાં આવ્યો છે : બન્ને હાથની મધ્યમાંગુલિઓને તે તે તળહથેળીમાં લઇ કનિષ્ઠિકા અને અંગૂઠાથી તેનો અવરોધ કરવો. તર્જનીને દંડવત્ સરળ રાખી અનામિકાને મધ્યમાની ઉપર ચડાવવી; આ પ્રમાણે સર્વસંક્ષોભિણી મુદ્રા રચાય છે. પરંતુ તંત્રરાજમાં આ મુદ્રાની ૨ચના જરા જુદી પડે છે : 'કનિષ્ઠિકા, અનામિકા અને મધ્યમાને પરસ્પર એકમેકના નખાત્ર સાથે સંયોજિત કરીને અંગુષ્ઠને કનિષ્ઠિકા પર રાખવો, તથા તર્જનીને સીધી કરવી.' આ પ્રમાણે પ્રકટ થતી સંક્ષોભિણી મુદ્રા ત્રણેય બ્રહ્માંડનો ક્ષોભ કરનારી છે. (૩) સર્વવિદ્રાવિણી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાનો રહસ્યાર્થ સમજાવતાં કહ્યું છે : આ બીજી (ક્રમ પ્રમાણે) જે સર્વવિદ્રાવિણી છે તે ઉત્પન્ન થયેલા સર્વનું પોષણ કરીને વર્ધન (દ્રાવયતિ) કરે છે, માટે બધી વસ્તુઓનાં પાલન કરવાને કારણે ઋજુ સ્વભાવની આ (મુદ્રા) જ્યેષ્ઠા શકિતના પ્રાચર્યવાળી છે. યોગિની તંત્રમાં કહ્યું છે : ક્ષુબ્ધ વિશ્વની સ્થિતિ કરનારી (આ) જ્યેષ્ઠા પ્રાચર્યવાળી છે. યુધ્ધ એટલે ઉત્પન્ન થયેલના, જે સંરક્ષક છે તે ઋજુ હોય છે એવી લોકોમાં પ્રસિદ્ધ ગાથા છે. તેથી આ મુદ્રાના બાહ્ય સ્વરૂપમાં પણ અંગુષ્ઠથી કનિષ્ઠિકા અને અનામિકાના સંબંધથી ચાર આંગળીઓનું ઋજુત્વ દેખાય છે. તે જ પ્રમાણે (શ્રીયંત્રના) આદિ ત્રિકોણમાં ત્રણ રેખાઓની મધ્યે પૂર્વ દિશામાં રહેલ ૠજુ રેખામાં જ તેનું અધિષ્ઠાન પ્રસિદ્ધ છે. (અર્થાત્ આ આદિ ત્રિકોણની પૂર્વે જ્યેષ્ઠાશકિત રહેલાં માની ત્યાં તેની ભાવના - ઉપાસના કરવી.) સર્વવિદ્રાવિણી મુદ્રાનાં લક્ષણો આપતાં નિત્યાપોડશિકાર્ણવ કહે છે : આ મુદ્રામાં અગાઉની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy