SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, દર્શાવવી. શ્યામાના અર્ચનમાં મુંડમુદ્રા દર્શાવવી. મત્સ્ય, કૂર્મ અને લલિહાના મુદ્દાઓ (સર્વશકિતપૂજનમાં) સાધારણ છે. તારાના અર્ચનમાં યોનિ, ભૂતિની, બીજ, દૈન્યધૂમિની અને લેલિયાના એવી પાંચ મુદ્રાઓ દર્શાવવી. ત્રિપુરાના અર્ચનમાં સર્વસંશોભિણી, દ્રાવિણી, આકર્ષિણી, ખેચરી, યોનિ, ત્રિખંડા, વશિની, ઉન્માદિની, મહાંકુશા અને બીજમુદ્રાઓ એમ દસ બતાવવી. અભિષેકકર્મમાં કુંભ, આસનમાં પદ્મ, વિષ્ણરહિત અને પરિશ્રમરહિત કાર્ય માટે કાલકર્ણા, જલશુદ્ધિ માટે ગાલિની, શ્રીગોપાલના અર્ચનમાં વેણ, નરસિંહના પૂજનમાં નારસિહકા, વરાહના પૂજનમાં વાવાહિકા, હયગ્રીવના પૂજનમાં હયગ્રીવી, રામના અર્ચનમાં ધનુબોણ, પરશુરામના અચનમાં પરશું અને સર્વ પ્રકારની પ્રાર્થનાઓમાં પ્રાર્થના મુદ્રાઓ દર્શાવવી. ઘેરંડ સંહિતામાં પચીશ મુદ્રાઓનાં નામ પ્રાપ્ત થાય છે અને તે લગભગ હઠયોગની પ્રવિધિઓ સાથે સંકળાયેલી જણાય છે, જેનાં નામ આ પ્રમાણે છે : (૧) મહામુદ્રા (૨) નભોમુદ્રા (૩) ઉડિયાન (૪) જાલંધર (૫) મૂલબંધ (૬) મહાબંધ (૭) મહાવેધ (૮) ખેચરી (૯) વિપરીતકરણી (૧૦) યોનિ (૧૧) વધેલી (૧૨) શકિતચાલિની (૧૩) તડાગી (૧૪) માંડવી (૧૫) શાંભવી (૧૬) પૃથ્વી ધારણા (૧૭) અંભધારણા (૧૮) આગ્નેયી (૧૯) વાયવીય (૨૦) આકાશી (૨૧) અશ્વિની (૨૨) પાશિની (૨૩) કાકી (૨૪) માતંગિની અને (૨૫) ભુજંગિની. શ્રીમાતાની ઉપાસનામાં (૧) ત્રિખંડા (૨) સર્વસંશોભિણી (૩) સર્વવિદ્રાવિણી (૪) સર્વાકર્પિણી (૫) સર્વોન્માદિની (૬) મહાંકુશા (૭) ખેચરી (2) બીજ (૯) યોનિ (૧૦) સર્વાશ અથવા સર્વવશંકરી – એમ મુખ્યત્વે દસ મુદ્રાઓ વધુ પ્રયોજાતી હોઇને નિત્યાપોડશિકાર્ણવ, તંત્રરાજ, કુલાર્ણવ, જ્ઞાનાર્ણવ અને પરશુરામકલ્પસૂત્રમાં તેના વિષે સવિસ્તર ચર્ચાઓ જોવા મળે છે. હવે આપણે નિત્યાપોડશિકાર્ણવ અને સેતુબંધ' ના આધારે આ મુદ્રાઓ વિષે સવિસ્તર વિચારીએ; સાથોસાથ પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાઓ વિષે વધુ વિશદ ચર્ચા હોવાથી તેના સંદર્ભો પણ આપણે વિચારશું. નિત્યાપોડશિકાર્ણવના ત્રીજા પટલમાં શ્રી પાર્વતી પ્રશ્ન પૂછે છે : 'હે ભગવન ! આપે ત્રિપુરાને લગતી મુદ્રાઓનું સૂચન જ માત્ર કરેલું પણ તેને પ્રકટ કરી નથી તો, હે શંકર ! તેની રચનાઓ શી રીતે થાય છે તે દર્શાવો.” શ્રી ભૈરવ કહે છે : 'સર્વ અર્થો સિદ્ધ કરી આપનારી અને જેની રચના કરતાં શ્રી ત્રિપુરા સન્મુખ થાય એવી મુદ્રાઓ હું કહું છું તે સાંભળો.' એમ ઉપક્રમ કરીને પછી પૂજામાં આવાહન ક્રિયા' પ્રથમ આવતી હોઇને તેમાં ઉપયોગી અને પછીની નવી મુદ્રાઓની સમષ્ટિરૂપા એવી 'ત્રિખંડા” મુદ્રા પ્રથમ દર્શાવે છે. નિત્યાપોડશિકાર્ણવમાં દર્શાવેલ ત્રિખંડા મુદ્રાનાં લક્ષણો જોઇએ તે પહેલાં પરશુરામ કલ્પસૂત્રની ટીકામાં 'ત્રિખંડા' શબ્દને સમજાવી તેનું મહત્ત્વ દર્શાવે છે તે જોઇએ : (૧) ત્રિખંડા મુદ્દા : 'ત્રિખંડા મુદ્રામાં ત્રણ ખંડો - જન્મ, મૃત્યુ, જરા અથવા સત્ત્વ, રજસ અને તમોગુણનું ખંડન કરે છે માટે ત્રિખંડા, કેવલ મોક્ષપ્રદા છે; અથવા ઇચ્છા-જ્ઞાન-ક્રિયાત્મક એવા ત્રિખંડોના સ્વરૂપવાળી છે માટે ત્રિખંડા.' યોગિની તંત્રમાં કહ્યું છે : 'તે સંવિદુરૂપ અંબા ત્રિકલામયી બને છે ત્યારે ત્રિખંડારૂપને પામેલી હોય છે. તે ૨ રાજમાં સર્વવ્યાપકરૂપે રહેલી છે.” હવે, નિત્યાપોડશિકાર્ણવમાં તેનાં લક્ષણો ની પ્રમાણે આપ્યાં છે : પ્રથમ બન્ને હાથ જોડીને ઉભય અંગુઠોને ર ન રાખવા. અનામિકાઓને અંદર લઇને ઉભય તર્જનીઓને વાંકી બનાવવી. કનિષ્ઠિકાઓને જે છે તેમ જ રાખવી. આ રીતે ત્રિપુરાના આવાહનકર્મની આ ત્રિખંડામુદ્રા બને છે. ' “સેતુબંધ'' શ્રી ભાસ્કરરાય આ શ્લોકોને સમજાવતાં કહે છે : 'એકમેકની અંગુલિઓનો જેમાં અંતઃપ્રવેશ કરાવવામાં આવ્યો છે તેવા બન્ને હાથને પરસ્પર સામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy