SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અર્થ આમ છે : ધર્મ એટલે શક્તિ. પશિવ એ એવું પરબ્રહ્મ છે, જેમાં અધર્મ અર્થાત્ જ્યાં ધર્મ નથી તેવા છે. અથવા કોઈનો પણ ધર્મ નહિ તે અ-ધર્મ, એમ નગતપુરુષે પણ યોગ્ય છે. પણ વસ્તુતઃ પશિવમાં યે શકિતરૂપ ધર્મ તો છે જ. આમ, ધર્મ-અધર્મ શક્તિશિવના સંયોગમાંથી ઉત્પન્ન થયેલાં અથવા નિત્ય નૈમિત્તિક ક્રિયાઓનો લોપ થવાથી થયેલાં પાપો અને તેમાંથી જન્મનારા રોગ-વ્યાધિઓનો નાશ કરનાર તે ખેચરી. તેના નિબંધનમાં પણ બાહુદ્રયનું પ્રદર્શન થાય છે. પરશુરામકલ્પસૂત્ર ટીકા તે મુદ્રાની રચનાને આમ સમજાવે છે : 'જમણા હાથ પર ડાબો હાથ અને ડાબો હાથ જમણા હાથની નીચે વાળવો. કનિષ્ઠિકા અને અનામિકાઓને પણ તર્જની સાથે જોડવી. મધ્યમાં બધાથી ઉપર રાખવી. અંગૂઠાઓ સીધા જ રાખવા. આ ખેચરી મુદ્રા, હે પ્રિયા! સર્વોત્તમ છે.” નિત્યાપોડશિકાર્ણવમાં આ મુદ્રાનાં લક્ષણો આ મુજબ દર્શાવ્યાં છે : 'ડાબા હાથને જમણા હાથ પર અને જમણા હાથને ડાબા હાથથી, હે મહેશાની ! બાહુઓને નીચે વાળીને કનિષ્ઠિકા અને અનામિકાઓને તેમના ક્રમમાં તર્જનીઓ સાથે જોડી દઈને બધાની ઉપર મધ્યમાઓને ગોઠવી દેવી. હે મહેશાની ! અંગુષ્ઠોને સરલ રાખવા. આ ખેચરી મુદ્રા હે પ્રિયા ! સર્વોત્તમા છે.' આમ, ખેચરી બાબતમાં લગભગ બધાં તંત્રો એકસરખા મતનાં છે. માત્ર અર્થરત્નાવલીએ વામ બાહુને દક્ષિણ બાહુની નીચે યોજવો એવું કહ્યું છે તેનું સેતુબંધમાં શ્રી ભાસ્કરરાયે તે અર્ણવવિરોધી (જ્ઞાનાર્ણવને ભાસ્કરરાય ટૂંકમાં વારંવાર અર્ણવ' એવા ટૂંકા નામથી ઓળખાવે છે.) હોઈને ઉપેક્ષા કરવા યોગ્ય માને છે. (૯) બીજમુદ્રા : જગતના છ ભાવવિકારોમાં (જાયતે, અતિ વગેરે) પ્રથમ જે ભાવવિકાર છે, જે સુમિ રૂપે સત્તાવાચક છે, તેની અભિમાની શકિત. ઉત્તર ચતુઃશતીમાં કહ્યું છે : 'શિવશકિતનો સમાà૫, જે ફુરદૃ વ્યોમાન્તર છે તે અને વિશ્વને પ્રકટિત કરનારી સૂકમ બીજરૂપે રહેનારી છે, માટે બીજરૂપા મહામુદ્રા છે.' અહીં આમ અર્થ છે : વડના ગમે તેવા નાના બીજમાં પણ (વિભુત્વ હોવાથી) આકાશ તો છે જ. તેમાં જેમ મહાવૃક્ષ સૂક્ષ્મ રૂપે રહે છે તે જ રીતે ૩૬ તત્ત્વો શ્રીશિવશકિતમાં અંતનિહિત છે. તે જ સત્તા પાછળથી 'ઘડો છે', 'વસ્ત્ર છે' એમ અભિવ્યક્ત થાય છે. સર્વનું બીજસ્થાન હોવાથી બીજમુદ્રા કહેવાય છે. તેની રચના : બન્ને હાથ પરિવર્તિત કરવા; એટલે કે હાથોનો પાછળનો ભાગ અર્ધચંદ્રાકાર કરવો. તર્જની અને અંગૂઠાનો સંયોગ કરવો; કનિષ્ઠિકાઓને નીચેની તરફ વાળીને તેના પર મધ્યમાં લાવવી. બધાથી નીચે અનામિકાને વક્ર કરીને રાખવી. (૧૦) યોનિમદ્રા : આ મુદ્રા તંત્રમાં અતિ મહત્ત્વની છે. શ્રીયંત્રમાં શ્રી સર્વાનંદમયચક્રની રાજરાજેશ્વરી ચિદગ્નિરૂપા પરાશકિત શ્રી લલિતા છે. વિમર્શ એટલે શકિત, પ્રકાશ એટલે શિવ. વિમર્શ વિના પ્રકાશ, 'ઈ' વિના શિવ નથી, પણ 'શિવ' છે. આ મહાશકિતનો શિવ સાથે અભેદ છે. પરંતુ સૃષ્ટિસર્જન માટે તેમનું પૃથક્ થવું વિસર્ગ સુકાર છે. પરંતુ વિશ્વની ઉત્પત્તિ પૂર્વે શિવશકિતનાં રક્તશુલ તેજનિધિના રૂપમાં સ્વેચ્છાથી આનંદરૂપે સ્થિત થવું એ વિશ્વકલા. આ વિશ્વકલાનું ઉદયબિંદુ તે યોનિમુદ્રા. આ યોનિમુદ્રા પાંચ રીતે પ્રદર્શિત થાય છે : (૧) બન્ને હાથની મધ્યમાંગુલીઓને હથેળીઓ તરફ કુટિલાકારે (અંતર્વક) કરવી, ઉભય તર્જનીઓને ઉપર રાખવી. તેમ જ અનામિકાઓને તથા કનિષ્ઠિકાઓને મધ્યગત કરી અંગૂઠા દ્વારા દાબીને પકડવી. (૨) બને અનામિકાઓને મધ્યમાંગુલીઓના અધોભાગે અંદર વાળી તર્જનીઓ પર રાખવી. તથા અનામિકાઓના પ્રષ્ઠ ભાગ પર કનિષ્ઠિકા સંલગ્ન કરીને સ્થાપવી. તેમ જ અંગૂઠાના અગ્રભાગને મધ્યમાંગુલીઓના મધ્યપર્વ પર રાખવા. (૩) અનામિકાઓના પૃષ્ઠ ભાગે મધ્ય પર્વ પર મળમાંગુલીઓ રાખવી. અને કનષ્ઠિકાંગુલીઓનો અંગૂઠા સાથે સંપર્ક કરવો. (૪) તર્જની અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy