SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૪૧ આજના રૉકેટયુગમાં દરેક કાર્યનું ફળ તાત્કાલિક મેળવવાની મનોવૃત્તિ સામાન્ય થઈ પડી છે. પણ ગુરુ વિના જ્ઞાન નહિ' એ વાત ભૂલી જવાય છે.... મોટે ભાગે લોકો પુસ્તકો ખરીદી એમાં લખાયેલા મંત્રોનું ફળ આપમેળે જ મેળવવા ઉતાવળા થાય છે... વળી શકિત-મર્યાદાથી વધુ જાપ કરવામાં આવે તો માણસનું મગજ અસ્વસ્થ બની જાય છે તેમ જ તેનું મન બહાર ભટકવા લાગે છે, એકાગ્રતા ભંગ થવા લાગે છે; અને એવા મંત્રજાપનું ફળ મળતું નથી.... શાંત ચિત્તે, શુદ્ધ ઉચ્ચારથી, દિશા, કાળ, વર્ણ, મુદ્રાદિયુકત મંત્રજાપ થાય તો જ તેનું ફળ બેસે છે. કલ્પમંત્ર તેમ જ મંત્રાદિ શાસ્ત્રો કહે છે કે, મંત્ર એક જ હોવો જોઈએ અને તે ગુરુગમ વિધિપૂર્વક લીધો હોવો જોઈએ. શુભ મુહૂર્તમાં, શ્રદ્ધાપૂર્વક, સારી રીતે વિનયવિવેકથી લેવો આવશ્યક છે. જપમંત્ર કોઈને બતાવવો ન જોઈએ. માળા સંતાડેલી, ગૌમુખી, કોથળી, ઓઠરદામાં રહેવી જોઈએ. સ્થાન પરત્વેમાં, ઘરમાં કરેલ જાપ સામાન્ય, ગાય પ્રમુખ વાડામાં કરેલ જા૫ હજારગણો, પવિત્ર પર્વત પર કરેલ જાપ દસ હજારગણો, નદીતટાદિ પર કરેલ જાપ લાખગણો ગણાય છે. દેવાલયમાં કરેલ જાપ કરોડગણો ગણાય છે. અને ભગવાન સમક્ષ કરેલો જાપ તે શ્રેષ્ઠ-અનંતગણો ગણાય છે. લૌકિકમાં મનાય છે કે સૂર્ય, અગ્નિ, ગુરુ, ચંદ્ર, દીવો, પાણી, ગાય સમક્ષ કરેલો જાપ ઉત્તમ ગણાય છે. અષ્ટ્ર-પર્ કર્માદિમાં દિશા પ્રતિ કરેલો જપ શાસ્ત્રીય રીતે યોગ્ય ગણાય છે. જેમ પૂર્વમાં સ્તંભન-વશીકરણ, દક્ષિણમાં અભિચારિક (મારણમોહન કરનાર), પશ્ચિમમાં શાંતિ-પષ્ટિ-અર્થસિદ્ધિ દેનાર, ઉત્તર દિશામાં શાંતિદાયક, નૈર્ણયમાં પૌષ્ટિક, અગ્નિમાં વિપણ, વાયવ્યમાં ઉચ્ચાટન, ઈશાન ખૂણામાં કરેલો જપ (તે ઈશ્વર, ઈષ્ટદેવ, સીમંધરસ્વામીનું ઘર ગણાતું હોઈ પવિત્ર ગણાય છે.) વિશેષ શુદ્ધિકરણ, જે પરમ પદના ભાગી થવાનું મનાય છે. ઈષ્ટદેવ-ગુરુ સન્મુખ મંત્ર કરવો ઉત્તમ મનાય છે; પરંતુ તેમની અવળી બાજુ મુખ રાખીને જપ ન કરવો જોઈએ. તેમ જ પાઘડી, કોટ, બંડી પહેરીને, ગળે કંઈ વટીને, નવસ્ત્રા રહીને, વાળ છૂટા મૂકીને જપ કરવો ન જોઈએ. હાથમાં અપવિત્ર વસ્તુ રાખીને કે બીજી વાતચીત કરતાં કરતાં જપ કરવાનો નિષેધ છે. જપ કરતાં સમયે ક્રોધ, ગર્વ, કામ-વિષય-વાસના આદિ નહિ સેવવાં જોઈએ. છીંક, ઘૂંકવું, બગાસું ખાવું, સૂવું, નીચ લોકોનું દર્શન કરવું વગેરે વર્ષ ગણવાં જોઈએ. અંધારિયા સ્થળે, બેઉ પગ લાંબા રાખીને, ઊભડક બેસીને, ખાટલા કે પલંગ પર બેસીને જપ ન કરાય; પરંતુ આસન સ્થિત કરીને જપ કરવો જરૂરી છે. આસનનો ઉપયોગ કરવામાં પણ વસ્ત્રાસનથી દરિદ્રતા, પાપાણના આસનથી રોગ અને ભૂમિ ઉપર બેસીને કરાયેલો જાપ દુ:ખદાયી નીવડે છે. કાષ્ટના આસન ઉપર બેસીને કરેલો જાપ નિષ્ફળ જાય છે. જ્યારે ગરમ કામળા-આસન પર બેસીને કરેલો જપ સર્વપ્રકારની સિદ્ધિ અને અંતે પરમ પદ આપે છે. તેમાં પણ વર્ણ-રંગાદિ મુજબ ફળકર્મ મળે છે. આ બધા નિયમો પ્રમાણે વિચાર કરીને એ સંકલ્પસિદ્ધિ એકાગ્રતા મુખ્ય કરીને નિષ્કામ જપ કરાય છે તેનો મુદ્રા, ન્યાસ, પ્રાણાયામ, આસન, ધ્યાન, કાળ, દિશાદિ સાથે પ્રારંભ કરવો જોઈએ. અને અંતે વિસર્જનમાં પણ દોપાદિની માફી ન્યાસપૂર્વક કરવી આવશ્યક છે. આમ નહિ કરવાથી જપનું ફળ ઈન્દ્રાદિ લઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy