SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી .. जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । तस्माज्जप इति प्रोक्तो, जन्म पाप विनाशकः ।। જે જન્મ અને પાપનો નાશ કરનાર જપ છે તેનું અર્થચિંતવન જરૂરી છે. પાત્ સિદ્ધિને સંશય: - જપથી સિદ્ધિ છે, તેમાં સંશય નથી. માટે તેના ભવનમ- જપમાં અર્થની ભાવના જોઈએ, તો યશાનાં નપયોગમ- યજ્ઞોમાં જપયજ્ઞ હું છું એમ સિદ્ધ થાય. (૧) પૂજા, (૨) ધ્યાન, (૩) વર્ણ, (૪) હોમ, (૫) જા૫, (૬) મંત્ર, (૭) ક્રિયા - એમ સાત પ્રકારે વિશિષ્ટપણે કરેલી સાધના, જપ કરવાથી સાધકને સિદ્ધ થાય છે. અનેક પ્રકારના મંત્રો અને તેના પ્રયોગો છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં મંત્રોનો ભંડાર છે. પણ, તે સિદ્ધ ન થાય ત્યારે સાધકને અનેક પ્રકારની શંકાઓ થવા લાગે છે. તેમ છતાં, આજે સંખ્યાબંધ મંત્રો અને તેના યંત્ર-તંત્ર-જંત્રાદિનાં પુસ્તકો પ્રગટ થયાં કરે છે. આવાં પુસ્તકોનું ધ્યેય તો કેવળ લોકૈપણા-ધનોપાર્જન કરવાનું હોય છે. મોટે ભાગે ઓછું ભણેલા લોકો સસ્તાં પુસ્તકો ખરીદી એમાં લખાયેલા મંત્રોનું ફળ આપમેળે જ મેળવવા ઉતાવળા થાય છે. પરંતુ ઘણી મહેનત કર્યા પછી પણ પરિણામ શૂન્ય આવે ત્યારે નિરાશ થઈ યંત્રવિદ્યા પ્રત્યે અશ્રદ્ધા ધરાવતા થઈ જાય છે. આજના રૉકેટયુગમાં દરેક કાર્યનું ફળ તાત્કાલિક મેળવવાની મનોવૃત્તિ સામાન્ય થઈ પડી છે. પણ 'ગુરુ વિના જ્ઞાન નહિ' એ વાત ભૂલી જવાય છે. બધા મંત્રો સરળ હોતા નથી. પુસ્તકો વાંચીને તે પ્રમાણે મંત્રસાધના કરવા બેસી જનાર માટે અમુક મંત્રો કદાચ લાભદાયી નીવડે; પણ સર્વનું એમ થતું નથી. જેમ કે, વારાણસીમાં વિદેશી હિપ્પીઓ આકર્ષાઈને આવી ચેષ્ટાઓ કરે છે. " , બીજી મહત્ત્વની વાત એ છે કે, મંત્રજાપમાં ઉતાવળ ન થવી જોઈએ. સવા લાખ જાપ કરવાના હોય તો તે ઝડપથી, ટૂંક સમયમાં પૂરા કરીને કાર્યસિદ્ધિ માંગવા નીકળી ન પડાય. આઠ-દસ કલેકે દરરોજ જાપ કરનારા હોય છે. આવા જાપ બરાબર થતા નથી. શાંત ચિત્તે, શુદ્ધ ઉચ્ચારથી, દિશા, કાળ, વર્ણ, મુદ્રાદિયુકત મંત્રજાપ થાય તો જ તેનું ફળ બેસે છે. ફક્ત પાંચ માળા થાય, એટલે કે દરરોજ ૫૦૦ જાપ થાય, પછી ભલે તેની સંખ્યા છે, આઠ કે બાર મહિને પૂર્ણ થાય તો તેનું ફળ મળતું હોય છે. જેમ આહારનું વીર્ય બને કે એકડે એક ભણીને ક્રમે પ્રાધ્યાપક થાય, તેમ મંત્રજાપનું છે. માણસનું મગજ એ કંઈ મશીન નથી કે એની પાસેથી વધુ ઝડપે કામ લઈ શકાય. વળી શકિત-મર્યાદાથી વધુ જાપ કરવામાં આવે તો માણસનું મગજ અસ્વસ્થ બની જાય છે તેમ જ તેનું મન બહાર ભટકવા લાગે છે, એકાગ્રતા ભંગ થવા લાગે છે; અને એવા મંત્રજાપનું ફળ મળતું નથી. - એક મંત્રપ્રયોગ વિષે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી હોય છતાં, “આને બદલે આમ કરીએ તો ચાલે કે ન ચાલે ?' એ પ્રશ્ન જ અસ્થાને ગણાય. મંત્ર-તંત્ર-પ્રયોગ' નીચે જે પ્રયોગો અપાય છે તેનો હેતુ શુભ હોય છે; પરંતુ પ્રયોગ વખતે પ્રશ્નો-શંકાઓ-દ્વિધાઓ થાય ત્યારે કહેવાનું મન થઈ આવે કે, 'અરે, ભાઈ ! ચલાવવું હોય તો બધું ચાલે છે ! પણ શાસ્ત્રોક્ત રીતે નહીં થાય તો ફળ કેમ મળશે ?' વીજળીનું જોડાણ સંપૂર્ણ થયા વગર તમે બટન દબાવ્યા કરો તો લાઈટ કયાંથી થાય? . ટૂંકમાં, માત્ર ખોટી ભાવના, વિધિ કે આરાધનાથી પ્રયોગ થશે તો સિદ્ધ થશે નહીં. માટે મંત્રવિધિનો યોગ્ય પરિચય કરાવવા માટે આ સુચનો કર્યા છે. એનાથી આરાધકોની આરાધના પ્રત્યે ભાવના ખીલે, સુખ-શાંતિ-સમતા પ્રાપ્ત કરે, મોક્ષ-પરમ પદ-શિવપદ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પ્રેરવાને માટે આ અલ્પ પ્રયાસ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy