SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી મંત્રો અને યંત્રો આજે શા માટે સિદ્ધ થતા નથી ? ", if t*. . ૨ : . ક ર્યું છે... - - : '. મુનિરાજ શ્રી ભવ્યચંદ્રવિજયજી મહારાજ કહેવાય છે કે મંત્રોના પ્રભાવથી જીવન પવિત્ર બને છે, સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, અતિ દુષ્કર કાર્ય સુલભ બને છે, કર્મોનો ક્ષય થાય છે અને આત્માને સિદ્ધિપદ તરફ લઈ જાય છે. પૂજ્ય મુનિભગવંતશ્રીએ મંત્રજાપની સફળતા માટે મહત્ત્વનાં સૂચનો કર્યા છે. અજ્ઞાનરૂપી અંધકારને ટાળવામાં આ સૂચનો સૂર્ય સમાન જણાય છે. મનની સ્થિરતા અગત્યની છે. સ્વાર્થભાવને ઓગાળવો પડે છે. નિષ્કામપણે મંત્રજપથી સઘળી કામનાઓ પૂર્ણ થાય છે. મંત્રોની શબ્દશકિતનો ( પરિચય કરાવતો આ લેખ ધ્યાનપૂર્વક વાંચવા જેવો છે. . -- સંપાદક મંત્રજાપ કરવામાં શાસ્ત્રોક્ત કેવી સાવચેતી રાખવી જોઈએ તેની કંઈક સૂચનાઓ કરવાની ઇચ્છા થાય છે. ઉપાસનાના ક્ષેત્રે જપનું ઘણું મહત્ત્વ છે. શ્રી કૃષ્ણ ગીતામાં દર્શાવ્યું છે કે, બધા યજ્ઞોમાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે. કારણ, આત્યંતર સ્વરૂપ જોવાને માટેનું મુખ્ય અભ્યાસક્રમનું તે પગથિયું છે. મંત્રશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રોમાં તેની વિશેષ પ્રશંસા કરેલી છે. जप यज्ञात् परो यज्ञो, ना परोऽस्तीह कञ्चन । जप श्रेष्ठो, द्विज श्रेष्ठोऽखिलं यज्ञफलं लभेत् ।। સાંપ્યો પ્રકૃતિ વિજયથી આંતરવિજય, મન જીતવાનું માને છે. શરીર, વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ, સુખ-દુઃખાદિનો ઉચ્છેદ થવાથી આત્માનું સંસ્થાન થાય છે, જે પરમ સુખનો હેતુ છે. આથી સ્પષ્ટ થાય છે કે જપ દ્વારા માત્ર આ લોકમાં સુખ અને પરલોકમાં સદ્ગતિ જ નહિ, પણ ભગવસ્ત્રાપ્તિ પણ થાય છે. મનુસ્મૃતિના કથન અનુસાર, જેઓ જપ તથા હવન-પૂજન-અનુષ્ઠાન કરે છે તેમનું પતન થતું નથી. મનમાં જપ કરવો તે ઉત્તમ છે. હોઠ હાલે તેમ ધીમે ધીમે જપ કરવો તે 'મધ્યમ' છે. જ્યારે વાણીથી મોટેથી બોલતો (સૌ સાંભળે તેમ) જપ કરવો તે અધમ કહેવાય છે. વાણી દ્વારા જે મંત્ર ઉચ્ચારાય તે વાચિક; જીભ ચાલે, જરાક ઉચ્ચાર થાય, પણ બીજા સાંભળે નહીં તે ઉપાંશુ; અને અક્ષરોની પંકૃતિનાં પદોનું બુદ્ધિથી વારંવાર શબ્દાર્થચિંતન થયા કરે તે માનસજાપ કહેવાય છે. ફળપ્રાપ્તિમાં, તુલનાએ, વાચિક જપનું એક, ઉપાંશુ જપનું સો અને માનસ જપનું હજાર ગણતરીથી પરિણામ બતાવાયું છે. જપ-ગણતરીમાં જે આંગળીથી જપ કરાય છે તેનું એક કહેવાય છે, તેમ વેઢાથી આઠગણો છે. તેવું જ માળામાં છે : શંખમણકાથી સો, પરવાળાથી હજાર, સ્ફટિક પારાથી દસ હજાર, મોતીથી એક લાખ, કમળકાકડીથી દશ લાખ, સોનાના મણકાથી કરોડ તથા રુદ્રાક્ષ, દર્ભ તેમ જ અખંડ સૂતર, રેશમ કે ઊનના દોરાની માળાઓથી કરાતો જપ અનંતગણો ગણાય છે. પ્લાસ્ટિકની માળા હલકા-તુચ્છ રસાયણવાળી અયોગ્ય છે. જપનાં ફળસ્વરૂપમાં જણાવે છે કે જપ કરવામાં વિવિધ સંખ્યાના મણકાવાળી માળાઓમાં ૩૦ રુદ્રાક્ષ સુતરાઉ વગેરે ધન આપનારી, ૨૭ પુષ્ટિ કરનારી, ૨૫ મુકિતસુખદાતા, ૧૫ અભિચાર ફળ આપનારી ગણાય છે. ૧૦૮ ઉત્તમોત્તમ, ૧OO ઉત્તમ, પ૦ મધ્યમ અને પ૪ મણકાવાળી માળા હૃદય માટે શ્રેષ્ઠ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy