SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નાખે છે. ખરી વાત તો એ છે કે સૂચવાયેલ મંત્રજપ જેટલા દિવસમાં પૂરો કરવાનો હોય, તેના પ્રમાણસર ભાગ કરી લેવા અને તે રોજ વ્યવસ્થિત જપવા. તેમાં કોઈ દોષ લાગવા દેવો નહિ. જપ પછી ધ્યાનનો અધિકાર છે, એ પાઠકમિત્રોના ધ્યાનમાં આવ્યું જ હશે. તાત્પર્ય કે મંત્રજપ પૂરો થયા પછી શ્રી પદ્માવતી દેવીનું સ્વરૂપધ્યાન થોડી મિનિટો માટે અવશ્ય ધરવું જોઈએ. અને તે ભૂમિકા વટાવી હોય તો તેમના મંત્રાક્ષરોનું ધ્યાન ધરવું જોઈએ. જ્યારે એ મંત્રાક્ષરો પ્રકાશવંત દેખાવા લાગે, ત્યારે તેમાં લીન બનવું જોઈએ. તે પછી તેમના જ્યોતિર્મય ધ્યાન પર આવવું જોઈએ અને તેમાં ચિત્તવૃત્તિનો લય કરવો જોઈએ. આપણા આધુનિક સંસ્કાર એવા છે કે શ્રી પદ્માવતીજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો તેમનો મંત્રજપ કરવો અને બહુ બહુ તો તેમનું પૂજન ભણાવવું; પણ તે માટે અમે ઉપર જણાવ્યું તેમ તેમનું પૂજન-અર્ચન, તેમની સ્તુતિ-સ્તવના અને તેમનું ધ્યાન પણ આવશ્યક છે. તે સિવાય તેમની આરાધના પૂરી થતી નથી. અહીં અમે મુદ્રાઓનો ઉલ્લેખ જાણીને કરેલો નથી. કારણ કે તે કામ ઘણું અટપટું છે અને સામાન્ય આરાધકો કરી શકે તેમ નથી. તાંત્રિક દષ્ટિએ કદાચ આને ખામી મનાશે; પણ આ આરાધના મુખ્યત્વે ભકિતના ભવ્ય સિદ્ધાંતો પર રચાયેલી છે અને તે ઉપર વર્ણવાયેલી ચાર ભૂમિકાઓમાં પર્યાપ્તિ પામે છે, એટલે આરાધકોએ તેના ફળની બાબતમાં કદી શંકા રાખવી નહીં. અહીં પ્રસંગોપાત્ત એ જણાવવા ઈચ્છીએ છીએ કે ધીમે ધીમે તાંત્રિક વિધાનો અતિ જટિલ બન્યાં છે. એટલે તે સામાન્ય આરાધકોને કામનાં રહ્યાં નથી. સ્પષ્ટ કહીએ તો ક્રિયાકાંડનો વધારે પડતો વિસ્તાર કરીને તથા તેમને કઠિન બનાવીને તેની મહત્તા ગુમાવી દીધી છે અને આજે વિદ્વાન કોટિના મનુષ્યો પણ ભાગ્યે જ અનુસરણ કરી શકે એમ છે. તેથી અમે ભકિતપ્રધાન, સાદી-સરલ ક્રિયાઓની રજૂઆત કરી છે, જેનું અનુસરણ હજારો મનુષ્યો હરખાતાં હૈયે કરી શકે એમ છે. મંત્રશાસ્ત્રમાં પૂર્વસેવાનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે. એનો અર્થ એ છે કે મંત્રજપ શરૂ કરતાં પહેલાં ભૂમિકારૂપે કેટલીક ક્રિયાઓ કરવી જોઈએ. તેમાં મુખ્યત્વે તો જપની જ હોય છે, પણ તેની ગણના જપસંખ્યામાં થતી નથી. આટલી પ્રસ્તાવના પછી અમે હવે મંત્રોની રજૂઆત કરીશું અને તેનો સાધનવિધિ દર્શાવી તેનાથી થતી સિદ્ધિઓનું પણ વર્ણન કરીશું. (3) % જે નH | શ્રી પદ્માવતીજીના કોઈ પણ મંત્રની સાધના-આરાધના શરૂ કરતાં પહેલાં પૂર્વસેવા તરીકે આ મંત્રનો ૪૨૦૦૦ જપ કરી લેવો જોઇએ. આ મંત્ર ઘણો નાનો છે અને તેનો રોજ 000 જપ કરતાં ૭ દિવસમાં તે પૂરો કરી શકાય છે. કદાચ રોજનો 9000 જપ ન થાય તો ૩૦૦૦ કરી, તેને ૧૪ દિવસમાં પૂરો કરી લેવો જોઈએ. આ મંત્રમાં ૐ એ સેતુ છે, જે એ બીજ છે અને ન એ પલ્લવી છે. આ મંત્ર ઘણો નાનો, એટલે માત્ર ચતુરક્ષરી છે, પણ ઘણો પ્રભાવશાળી છે. શ્રી પદ્માવતીનું મુખ્ય મંત્રીબીજ 7 છે, એટલે આ રીતે તેની આરાધના કરતાં મંત્રજપ માટે સરસ ભૂમિકા તૈયાર થાય છે. આ મંત્રનું સવા લાખ જપનું અનુષ્ઠાન શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ માટે ઘણું અકસીર નીવડે છે. શ્રી જિનદત્તસૂરિએ આ મંત્રનો સવા ક્રોડ જપ કરતાં તેમને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હતી અને તેઓ યુગપ્રધાન બન્યા હતા. તે પરથી તેનો મહિમા સમજી શકાશે. વર્તમાનમાં અમે કેટલાક ૧, જે મંત્રશકિતનું અનુસંધાન કરી આપે તે સેતુ. ૨. જે મંત્રના છેડે લાગે તે પલ્લવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy