SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આપણને આ જગતમાં સઘળાં સુખ આપી મોક્ષાભિલાપી બનાવે છે મોક્ષપ્રાપ્તિમાં સહાય કરે છે. શ્રી પદ્માવતી દેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની શાસનસેવિકા છે, એટલે અહીં તેનું સ્મરણ આ રીતે કરવામાં આવ્યું છે. વળી તેઓ દેવેન્દ્રોથી સ્તવાયેલા છે, તેમ દાનવેન્દ્રોથી પણ સ્તવાયેલાં છે. એટલે કે પરમ પ્રભાવી તરીકે પ્રસિદ્ધિ પામેલાં છે. વળી તેઓ પ્રહસિતવદના છે, જે પરમ પ્રસન્નતાનું પ્રકૃષ્ટ ચિહ્ન છે. તાત્પર્ય કે તેઓ ભકતજનોના આ સ્તોત્રપાઠથી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના અભીષ્ટની પૂર્તિ કરે છે. [ ૪૩૫ : શ્રી પદ્માવતી દેવીના મંત્રો : હવે આપણે શ્રી પદ્માવતી દેવીના મંત્રો પર આવીએ. જે મંત્રો આજે પ્રચારમાં છે અને જેનો પ્રભાવ અમે નજરે નિહાળ્યો છે તથા જેનાં પરિણામો વિશે અમને જરાય શંકા નથી, એવા જ મંત્રો અહીં અપાયા છે. આ સંગ્રહમાં શાંતિ, તુષ્ટિ, પુષ્ટિવાળા મંત્રોની મુખ્યતા છે. કારણ કે આજે ખરી જરૂરિયાત તેની જ છે. 'મંત્રશકિતના ઉપયોગની મર્યાદા'વાળા પ્રકરણમાં આ વિષય વિસ્તારથી ચર્ચેલો છે, એટલે તે અંગે અહીં વિશેષ સ્પષ્ટતા કરવાની રહેતી નથી. પ્રસ્તુત ગ્રંથના પ્રથમ ખંડમાં આરાધ્ય એવાં શ્રી પદ્માવતી દેવીનો પરિચય વિવિધ રીતે કરાવ્યો છે. તેમની આરાધનાના આલંબન તરીકે તેમની મૂર્તિ કે છબિ કેવી હોવી જોઈએ તેનો પણ સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યો છે. તે પછી બીજા ખંડમાં આરાધના અંગે વિસ્તારથી ચર્ચા કરેલી છે. તેના પરથી આરાધક થવા માટે કેવી તૈયારીઓ કરવી ઘટે છે તે સમજાવવામાં આવ્યું છે. આજે આ બાબતમાં આપણી ઘણી મોટી ઊણપ છે, તે અવશ્ય સુધારી લેવી જોઈએ. દેવીના આરાધક થવું એટલે સમજુ, સંસ્કારી અને સંયમી થવું. ગમે તેવો મનુષ્ય દેવીનો આરાધક થઈ શકતો નથી. આપણે એક બાજુ શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતા ચાહીએ અને બીજી બાજુ આપણી રહેણી-કરણી કે આપણી આદતોમાં સુધારો કરવાની તૈયારી ન દાખવીએ તો પરિણામે નિષ્ફળતાનાં નગારાં ગડગડે, એ દેખીતું છે. પ્રથમ આરાધક તરીકેની યોગ્યતા કેળવીએ અને પછી આરાધનાના માર્ગે આગળ વધીએ તો વિજયની વરમાળા કંઠમાં પડવાની જ છે. આરાધના અંગે ઘણી બધી વાતો સમજવા-વિચારવા જેવી છે. તે બીજા ખંડમાં વિચારી લીધી છે. સુજ્ઞ આરાધકે તેના પર યોગ્ય ચિંતન-મનન કરવાનું છે અને તેમાંથી માર્ગદર્શન મેળવીને આગળ વધવાનું છે. આરાધના વિષયક એ ચર્ચા-વિચારણા પરથી સુજ્ઞ આરાધકો એટલું તો સમજી શકા જ હશે કે શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સહુ પ્રથમ તેમનું પૂજન-અર્ચન અનન્યભાવે વિવિધ ઉપચારો વડે કરવું જોઈએ અને પછી ભિકતસભર હૃદયે તેમની સ્તુતિ-સ્તવના કરવી જોઈએ. જો આટલું થાય તો આપણે એમ સમજવાનું કે અર્ધા રસ્તે પહોંચ્યા છીએ. તે પછી મંત્રજપનો અધિકાર પ્રાપ્ત થાય છે. જપ કોને કહેવાય ? તેના કેટલા પ્રકારો છે ? અને તે માટેના વિધિનિષેધો કેવા છે ? તે અમે બીજા ખંડના મંત્રજપ' પ્રકરણમાં વિસ્તારથી જણાવેલું છે. આરાધક મિત્રોએ તેનું ખાસ અધ્યયન કરવાનું છે અને તેના પરથી પોતાની પદ્ધતિ નક્કી કરવાની છે. અમે તો તેના સારરૂપે અહીં એટલું જ જણાવશું કે નિમ્ન મંત્રોની આરાધના માટે ઉપાંશુ જપનો આશ્રય લેવો અને તે શાંત-સ્થિર ચિત્તે પૂરો કરવો. મંત્રના આમ્નાય કે વિધિમાં અમુક જપસંખ્યા કહી છે, તે પૂરી કરવા માટે ઉતાવળ કરવી નહિ. ઉતાવળ કરવામાં આવે તો જપમાં 'ક્રુત' નામનો દોષ લાગે છે અને તે જપના ફળને ઘટાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy