SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી દેવ અને દેવેન્દ્રોનું વૃંદ શ્રી પદ્માવતી દેવીને મસ્તક નમાવીને વંદન કરી રહ્યું છે, એટલે તેમના મુગટોનો અગ્રભાગ તેમના ચરણારવિંદને સ્પર્શ કરે છે એ દેખીતું છે. પરંતુ તેનાથી ચરણારવિંદ ઘસાયેલાં છે એમ કહેવાનો અર્થ એ છે કે આવા મુગટો અનેક છે, સંખ્યાબંધ છે. તાત્પર્ય કે શ્રી પદ્માવતી દેવી અનેક દેવ અને દેવેન્દ્રોથી ભકિતપૂર્વક વંદાયેલાં છે. શ્રી પદ્માવતી દેવીએ પોતાના ચાર હાથો પૈકી ઉપરના બે હાથોમાં અનુક્રમે પાશ' અને “અંકુશ” નામનાં આયુધો ધારણ કરેલાં છે. તે સામાન્ય કોટિનાં નથી, એટલે કે જગતમાં જોવામાં આવે છે તે પ્રકારનાં નથી, પણ તે દિવ્ય શકિતથી યુક્ત છે. તેથી જ તે હજારો ઉલ્કાઓની બળ તી શિખાઓ જેવાં દેખાય છે. આકાશમાંથી અગ્નિના જે તણખા ઝરે છે તેને ઉલ્કા કહે છે. આવી હજારો ઉલ્કા એકત્રિત થાય, તો તેમાંથી પ્રગટતી અનિશિખાઓ કેટલી પ્રચંડ હોય, તેની કલ્પના પાઠક મિત્રોએ કરી લેવી. તાત્પર્ય કે આ વિશેપણથી શ્રી પદ્માવતી દેવીનું શકિતસ્વરૂપ, મહાશકિતસ્વરૂપ સૂચવાયું છે. શ્રી પદ્માવતી દેવી તિમત્તનું હરણ કરનારાં છે, એટલે કે કલેશાદિ માનસિક દોષોનો નાશ કરનારાં છે. શ્રી પદ્માવતી દેવીનું ચોથું વિશે પણ જે જ મંત્રરૂપિણીનું અપાયું છે. તેનો અર્થ એવો છે કે તેઓ એ ત્રણ બીજોવાળા મંત્રથી સિદ્ધ થનારાં છે. મંત્રાસ્નાય : ૩ માઁ પવત્યે નમઃ | આ પ્રથમ શ્લોકનો મંત્ર છે. આ મંત્ર પીળી ઊનના આસન, પીળી માળા વડે એટલે કે કેરબાની માળા વડે પૂર્વાભિમુખ જપવો જોઈએ. તે વખતે ભગવતીનું પૂજન પીળાં પુષ્પોથી એટલે કે સોનચંપાનાં ૨૭ પુષ્પ જોઈએ. તે શકય ન હોય તો ૭ પુષ્પો તો અવશ્ય ચડાવવાં જોઈએ. તે વખતે નૈવેદ્ય પીળી વસ્તુઓનું- ચણાની દાળથી બનેલી મીઠાઈઓનું એટલે કે મગજના લાડુ કે મોહનથાળનું ધરવું જોઈએ. આ મંત્રની રોજની દશ માળા ગણવી જોઈએ. એટલે કે ૧૦૦૦ મંત્રનો જપ કરવો જોઈએ. અને દિવસ ચાલુ રાખવો જોઈએ. તેથી રાજભયનો નાશ થાય છે, લક્ષ્મીનો લાભ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. પ્રથમ શ્લોક જોયો. હવે આઠમો શ્લોક જોઈએ -- प्रातर्बालार्करश्मिच्छुरितघनमहासान्द्रसिन्दुरधूलीसन्ध्यारागारुणागि ! त्रिदशवरवधूवन्द्यपादारविन्दे ! चञ्चत्चण्डासिंधारा प्रहतरिपुकुले कुण्डलोद्धृष्टगल्ले ! श्रीँ श्री यूँ श्रः स्मरन्ती मदगजगमने रक्ष मां देवि पद्ये ! ।।८।। અર્થ : પ્રાતઃકાળના ઊંગતા સૂર્યનાં કિરણોના ઘેરા સિંદૂરિયા રંગવાળી તથા સંધ્યા સમયના આથમતા સૂર્યનાં કિરણોના જેવા અરુણ વર્ણવાળી, દેવવધૂઓ વડે પૂજિત ચરણકમલવાળી, ચકચકિત અને ભયંકર અસિધારા વડે રિપુકુળનો નાશ કરનારી, બંને કાનમાં પહેરેલાં કુંડળો વડે ઘસાયેલા કપોલવાળી, શ્રાઁ શ્રી બ્રૂ શ્રા એ ચતુરક્ષરી મંત્રનું સ્મરણ કરી રહેલી અને મદમસ્ત હાથીની ચાલે ચાલતી હે દેવી પદ્માવતી ! મારું રક્ષણ કરો. (૮) વિવેચન : આઠમા કાવ્યમાં અષ્ટકકાર શ્રી પદ્માવતી દેવીને લાલ વર્ણનાં વર્ણવીને તેઓ સૌભાગ્યદેવી હોવાનું સૂચન કરે છે. શ્રી પદ્માવતી દેવીના શરીરનો લાલ વર્ણ કેવો છે ? એ વર્ણવવા માટે તેમણે પ્રાતઃકાળ તથા સંધ્યાકાળ વખતે આકાશમાં જણાતા ઘેરા અને આછા લાલ રંગની ઉપમા આપી છે. પણ સામાન્ય રીતે તો તેને લાલ રંગ જ કહી શકાય. અન્ય સ્તુતિકારોએ વિપુષ્મા કહી આ વાતનું સમર્થન કરેલું છે. આપણે ત્યાં લાલ રંગ સૌભાગ્યનો રંગ મનાયેલ છે. તેથી સૌભાગ્યવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy