SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સ્ત્રીઓ લાલ રંગનાં વસ્ત્રો પહેરે છે અને કપાળમાં લાલ કંકુનો ચાંદલો કરે છે. મંત્રવિશારદોએ પણ લાલ રંગને સૌભાગ્યનો રંગ માનેલો છે. તેથી સૌભાગ્યપ્રાપ્તિ કે સૌભાગ્યવૃદ્ધિના પ્રયોગમાં લાલ આસન, લાલ માળા તથા લાલ રંગનાં પુષ્પોનો પૂજામાં ઉપયોગ કરવાનું વિધાન કરેલું છે. તેમને દેવવધૂઓથી પૂજિત ચરણકમલવાળાં કહ્યાં છે, તેમાં પણ સૌભાગ્યની આકાંક્ષાવાળી મહિલાઓએ તેમનું પૂજન કરવું જોઈએ, એવો ધ્વનિ રહેલો છે. [ ૪૩૩ તેમને ચકચકિત અને ભયંકર અસિધારા એટલે તલવારની ધાર વડે રિપુકુળનો નાશ કરનારાં કહ્યાં છે. અહીં રિપુકુળથી કુંટુંબ સાથે અદાવત રાખનારા કે સૌભાગ્યવૃદ્ધિમાં આડે આવનારા મનુષ્યો સમજવા. તેમનો નાશ થતાં ધન-સંપત્તિ-દોલત તથા કુટુંબ-પરિવાર રૂપ સૌભાગ્યની વૃદ્ધિ નિર્બાધપણે થાય છે. શ્રી પદ્માવતી દેવી બંને કાનમાં કુંડળ ધારણ કરનારાં છે. તેનાથી તેમનાં કપોલો ધસાયેલાં છે. એનો અર્થ એમ સમજવો કે તે કુંડળો લાંબાં છે અને લટકતાં પણ છે. વળી, તેમને માગામના એટલે મદોન્મત્ત હાથીની ચાલે ચાલનારાં કહ્યાં છે. અમને લાગે છે કે આ બંને વિશેષણો તેઓ સૌભાગ્યની દેવી હોવાની પૂર્તિ કરનારાં છે. સૌભાગ્યવતી ઉત્તમ કુળની સ્ત્રીઓ આ પ્રકારનાં કુંડળો પહેરે છે અને મદમસ્ત હાથીની ચાલે ચાલે છે. વળી શ્રાઁ શ્રાઁ મૈં શ્ર આ ચાર બીજો તેમના મુખમાંથી સ્ફુર્યો કરે છે, તે પણ સૌભાગ્યની વૃદ્ધિ કરનારાં છે. આ ચાર બીજોવાળો મંત્ર આ શ્લોકના મંત્રામ્ભાયમાં દર્શાવેલો છે. આવા સૌભાગ્યસંરક્ષક સૌભાગ્યવર્ધક મહાદેવી પદ્માવતી ! મારું રક્ષણ કરો. મંત્રામ્બાય : ૩ ř પડ્યે શ્રાઁ શ્રાઁ Ă શ્ર નમઃ । આ આઠમા શ્લોકનો મંત્ર છે. આ મંત્રનો પૂર્વાભિમુખ રક્ત આસને ૨ક્તમાળા વડે ૧૦૦ દિવસ સુધી ૧૦૮ જાપ કરવો, તેથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે અને સર્વ પ્રકારનું સુખ મળે છે. અહીં એવું સૂચન પણ છે કે રોજ કમલની અંદર કેસર-કસ્તૂરી વડે આ મંત્ર લખીને તેનું ભક્ષણ કરવામાં આવે તો આરાધકનું આયુષ્ય વધે છે. આનો અર્થ અમે એમ કરીએ છીએ કે તે કોઈ અકસ્માતથી મરણ પામે નહિ. યંત્રારાધન : ત્રાંબાનો યંત્ર બનાવી, પ્રતિષ્ઠિત કરાવી, પૂજામાં રાખવો. તેને ક્ષીરાભિષેક જલાભિષેક કર્યા પછી અષ્ટગંધથી પૂજવો અને તેના પર વિવિધ પ્રકારનાં સુગંધી પુષ્પો ચડાવવાં. दिव्यं स्तोत्रं पवित्रं पटुतर पठतां भक्तिपूर्वं त्रिसन्ध्यं, लक्ष्मी - सौभाग्यरूपं दलितकलिमलं मङ्गलं मङ्गलानाम् । पूज्यं कल्याणमाद्यं जनयति सततं पार्श्वनाथप्रसादात् देवी पद्मावती नः प्रहसितवदना या स्तुता दानवेन्द्रैः ॥९॥ અર્થ : જો આ દિવ્ય અને પવિત્ર સ્તોત્ર સાવધાનીથી ભકિતપૂર્વક સવાર, બપોર, સાંજ એ ત્રણે સંધ્યાએ ભણવામાં આવે તો લક્ષ્મી અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, સર્વ કલેશોનો નાશ થાય છે અને સર્વ મંગલોનું મંગલ બને છે. પ્રહસિત વદનવાળી તથા દેવેન્દ્રો વડે સ્તવાયેલી શ્રી પદ્માવતી દેવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રસાદથી સદા અમારું ઉત્તમ કોટિનું કલ્યાણ કરે છે. વિવેચન : સ્તોત્રરચના કર્યા પછી એક, બે કે કોઈ વાર તેથી પણ અધિક શ્લોકો વડે તેની ફલશ્રુતિ કહેવાની પદ્ધતિ આપણે ત્યાં ઘણા પ્રાચીન કાળથી પ્રચલિત છે. એ રીતે નવમા શ્લોક વડે પ્રસ્તુત શ્લોકની ફલશ્રુતિ કહેવામાં આવી છે. આ ફલશ્રુતિના પ્રારંભે પ્રસ્તુત સ્તોત્રને દિવ્ય અને પવિત્ર કહેવામાં આવ્યું છે, તેનું કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy