SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૩૧ શ્રી પાર્શ્વચંદ્ર ગણિએ આ અષ્ટક પર વૃત્તિ રચી છે, પણ તેના મૂળ ભાવોનું ઉદ્ઘાટન કરવા કરતાં પોતાની જાણના મંત્ર-યંત્રોને તેમાં રજૂ કરી દેવાનો ઉત્સાહ વિશેષ દાખવ્યો છે. આ વૃત્તિ પર કોઈ સમર્થ વિવેચન થયું નથી. એક-બે આધુનિક વિદ્વાનોએ તે માટે પ્રયત્ન કર્યો છે, પણ તે નિષ્ફળ ગયા છે. તેમાં કેટલાક અર્થનો અનર્થ થયો છે અને અર્થસંગતિમાં પણ ઘણી ઘણી ક્ષતિઓ રહી ગઈ. છે. આ જોતાં અમને એમ લાગ્યું કે અમારે આ અષ્ટકની અર્થ-વિવેચના નવેસરથી જ કરવી એને : મૂળ સ્તોત્રકારના આશયને બને તેટલો ફૂટ કરવો. આમાં અમને પરિશ્રમ તો ઘણો પડ્યો છે, પણ તે અમે પૂરા પ્રેમથી કર્યો છે. પ્રથમ આખું અષ્ટક (અન્યત્ર) આપ્યું છે અને પછી તેના શ્લોક લઈ તેનાં અર્થવિવેચન II દર્શાવેલાં છે. તે પછી તેનો મંત્રા—ાય પ્રગટ કરી, તેને લગતા યંત્રની આરાધના બતાવેલી છે. અમને | આશા છે કે આથી પ્રજ્ઞાવંત પાઠકોને આ અટક સંબંધી જોઈતી પ્રમાણભૂત માહિતી જરૂર મળી રહેશે અને તે એમની આરાધનામાં અત્યંત ઉપયોગી થશે. “ શ્રી પવિત્યષ્ટમ' મૂળ, અર્થ, વિવેચન, મંત્રા—ાય અc: યંત્ર સહિત श्रीमद्गीर्वाणचक्रस्फुटमुकुटतटीदिव्यमाणिक्यमालाज्योति लाकरालस्फुरितमकरिकाधृष्टपादारविन्दे ! व्याघ्रोरोल्कासहयज्वलदनलशिखालोलपाशाङ्कुशादये, आँ क्रॉ ही मन्त्ररूपे ! क्षपितकलिमले रक्ष मां देवी पद्ये ! ।।१।। અર્થ : શોભાયમાન દેવવૃત્ત્વના નિર્મલ મુકુટતટમાં જડાયેલાં દિવ્ય માણિકયોવાળા તથા જ્યોતિ અને કરાલ જ્વાલાથી પ્રતિબિંબિત માછલીના આકારવાળાં નાનકડાં મણિદર્પણોથી યુકૃત એવા મુગટ વડે ઘસાયેલાં ચરણકમલવાળી, અત્યંત ઘોર એવી હજારો ઉલ્કાઓની બળતી અગ્નિશિખાઓ જેવા ચંચળ ધપાશ' અને 'અંકુશ’ અસ્ત્રોથી યુકત ‘મ વ શ મંત્રરૂપિણી તથા કલિમલનો નાશ કરનારી હે પદ્માવતી દેવી ! મારી રક્ષા કરો ! (૧). વિવેચન : શ્રી પદ્માવતી દેવીનું આ અદ્દભુત અષ્ટક સ્રગ્ધરા છંદમાં રચાયેલું છે, જે વર્ણન માટે ઘણું અનુકૂળ છે. તેના પ્રથમ શ્લોકમાં શ્રી પદ્માવતીદેવીની ચાર વિશેષણો વડે સ્તુતિ કરવામાં આવી છે. તેમાં પ્રથમ તેમને દેવદેવેન્દ્રવંધ્ર કહ્યાં છે, પણ એ કહેવાની રીત અનોખી છે. તેમાં દેવદેવેન્દ્રનું વર્ણન વિસ્તારથી આવી જાય છે. શ્રીમદ્ એટલે શોભાયમાન અને ગીર્વાણચક્ર એટલે દેવોનો સમૂહ એકઠો થયેલો છે, તેમાં સામાન્ય દેવો પણ છે અને દેવેન્દ્રો પણ છે. તે બધાએ પોતાના મસ્તક પર મુગટ ધારણ કરેલા છે. જેમણે મુગટ ધારણ કર્યો હોય, તેમણે તેને અનુરૂપ બીજાં પણ વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય, એ સ્વાભાવિક છે. તાત્પર્ય કે આ દેવસમૂહ પોતાનાં વસ્ત્રાભૂષણોથી બરાબર સજ્જ થયેલો છે. તેઓએ જે મુગટ ધારણ કરેલા છે તેની કિનારીએ દિવ્ય માણેકો હારબંધ જડેલાં છે; એટલું જ નહિ, એ મુગટની અંદરના ભાગમાં માછલીના આકારનાં નાનાં નાનાં મણિદર્પણો બેસાડેલાં છે. કેટલાકે અહીં મુવિા કે મુરિક્ષા પાઠ છાપેલો છે, તે અશુદ્ધ છે. અહીં મરવા એ જ પાઠ જોઈએ. કારણ કે તે જ માછલીનાં આકારવાળાં દર્પણોનું સૂચન કરે છે. જ્યાં દિવ્ય માણેકો જડાયેલાં હોય, ત્યાં જ્યોતિ પ્રકટે તે સ્વાભાવિક છે. પણ ત્યાં એ જ્યોતિ ઉપરાંત કાલ જ્વાલા પણ દશ્યમાન થાય છે, તે મુગટમાં જડાયેલાં માછલીના આકારનાં મણિદર્પણોને આભારી છે. કારણ કે તેમાં શ્રી પદ્માવતીજીએ ધારણ કરેલાં જ્વાલામય આયુધોનું પ્રતિબિંબ પડી રહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy