SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, ચોસઠ ઉપચાર જ પ્રા. ડૉ. એચ. યુ. પંડ્યા દ્રવ્યભકિત માટે જુદાં જુદાં વિધાનો છે, ઉપચારો છે. ચોસઠ પ્રકારે થતી) ભકિતમાં દ્રવ્યાદિક શું શું જરૂરી છે તેની નોંધ આ લેખમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાસાહિત્યના બહુશ્રત વિદ્વાન ડૉ. એચ. યુ. પંડ્યાનો આ લેખ ખૂબ મનનીય, માહિતીપ્રદ અને માર્મિક છે. ત્રણ, પાંચ, દસ, સોળ ઉપચારોથી લઈને ચતુઃષષ્ઠી ઉપચારો વેદતંત્ર, ધર્મશાસ્ત્રો અને જૈનાગમો પ્રમાણે સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે. - સંપાદક ઉપચાર શબ્દ ૩૫ + વત્ ધાતુને મ (પગ) પ્રત્યય લાગીને નિષ્પન્ન થયો છે. શબ્દકલ્પદ્રુમ કોશમાં તેના ચિકિત્સા, સેવા, પૂજાદ્રવ્ય આદિ વિભિન્ન અર્થો આપ્યા છે. ભગવદ્ગોમંડલ કોશમાં તેના અરજ, વિનંતિ, પ્રાર્થના, ધર્મક્રિયા, નમસ્કાર, પૂજા સામગ્રી, સંસ્કાર, મૂર્તિપૂજામાં વપરાતી ચીજો વગેરે વિવિધ અર્થો આપ્યા છે. અહીં મૂર્તિપૂજામાં વપરાતી ચીજો' એ અર્થ અભિપ્રેત છે. ઉપચારોની સંખ્યાની બાબતમાં ત્રણ, પાંચ, દશ, સોળ, ત્રીસ, આડત્રીસ, ચોસઠ વગેરે અનેક પરંપરાઓ છે, જે ટૂંકમાં નીચે પ્રમાણે છે : (૧) ત્રણ ઉપચાર : વેદમાં ૧, દેવતાનું આવાહન 1-1-2: 5ી. ૨. સોમરસ આદિ પદાર્થોનું સમર્પણ (નૈવેદ્ય) (9-11-2, 6, 8) અને ૩. પ્રાર્થના (1-1-12. 5-80-1: 7-864)ના ઉલ્લેખો મળે છે. એ સૂચવે છે કે, વૈદિકકાળમાં ઓછામાં ઓછા આવાહન, નૈવેદ્ય અને સ્તુતિ -- એ ત્રણ ઉપચારો તો હતા જ. પછીના કાળમાં ઉપચારોની સંખ્યા વધતી ચાલી છે. (૨) પાંચ (પંચોપચાર) : પંચોપચારની બાબતમાં બે પરંપરા છે : (ક) જાબાલિના મતે ધ્યાન, આવાહન, નિવેદન, નીરાજન (આરતી) અને પ્રણામ - આ પાંચ ઉપચારો છે. જ્યારે (ખ) બીજી પરંપરા અનુસાર ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, અને નૈવેદ્ય - આ પાંચ ઉપચારો છે. જૈન પરંપરામ પણ ગંધાદિ પાંચ ઉપચારોનો આ જ ક્રમમાં ઉલ્લેખ જોવા મળે છે. ઉપર્યુકત બે પરંપરાઓમાં જાબાલિસંમત પરંપરા પ્રાચીનતમ હશે એવું અનુમાન ઋગ્વદગત ત્રણ ઉપચારો સાથેના તેના સામ્યના આધારે કહી શકાય. અલબત્ત, ગંધાદિ પાંચ ઉપચારો પછીના કાળમાં અનિવાર્યપણે ચાલુ રહ્યા છે. (૩) દશ (દશોપચાર) : અર્ણ, પાદ્ય, આચમન, સ્નાન અને વસ્ત્ર--આ પાંચ અને ગબ્ધ આદિ પાંચ મળીને કુલ દશનો ઉલ્લેખ જ્ઞાનમાળામાં છે. દિગંબર જૈન પરંપરામાં સ્થાપના, જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ અને અર્ધ - એ દશ ઉપચારો સ્વીકારાયા છે.* અલબત્ત, જૈન પરંપરામાં ઉપચારોનો ક્રમ બદલાયો છે. (૪) સોળ (ષોડશોપચાર) : ષોડશોપચારની બાબતમાં અનેક પરંપરાઓ છે. જેમ કે, (૧) જ્ઞાનમાલામાં આસન, સ્વાગત, અર્થ, પાદ્ય, આચમનીય, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, સુગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, માલ્યાનુલેપન, નમસ્કાર અને વિસર્જન - એમ સોળ ઉપચારો ઉલ્લેખાયા છે. નિત્યપૂજામાં વિસર્જન હોતું નથી, તેથી ત્યાં પુષ્પમાળા અને અનુલપનને જુદા ગણવાથી સોળની સંખ્યા સુસંગત થશે. (૩) નાગદેવના મત અનુસાર આવાહન, આસન, પાદ્ય, અર્થ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy