SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આચમનીય, સ્નાન, વસ્ત્ર, જનોઈ, સુગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન. ધર્મશાસ્ત્રના ઈતિહાસમાં ઉલ્લેખિત ષોડશોપચાર નાગદેવ મતાનુસારી છે.” (T) વાજસનેય પરંપરામાં આવાહનથી નૈવેદ્ય સુધીના તેર ઉપચારો નાગદેવ મતાનુસારી છે. ફકત છેલ્લા ત્રણમાં તફાવત છે. જેમ કે ૧૪. દક્ષિણા સહિત તાંબુલ, ૧૫. આરતી-પ્રદક્ષિણા અને ૧૬. પુષ્પાંજલિ-નમસ્કાર. (૬) તંત્રસારમાં આસન, સ્વાગત, પાઘ, અર્થ, આચમનીય, મધુપર્ક, આચમન, સ્નાન, વસ્ત્ર, આભરણ, સુગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને નમસ્કારનો ઉલ્લેખ છે, જે જ્ઞાનમાલાસંમત ઉપચારો સાથે વિશેષ સામ્ય ધરાવે છે. (૪) ભગવદ્ગોમંડલ કોશમાં આવાહન, આસન, અર્ધ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, યજ્ઞોપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, પ્રદક્ષિણા અને નમસ્કારનો ઉલ્લેખ થયો છે, જે તંત્રસારસંમત ઉપચારો સાથે વિશેષ સામ્ય ધરાવે છે. (૪) દુર્ગા માનસપૂજામાં ૧. પાદુકા, ૨. સિંહાસન, ૩. આંબળાં યુક્ત સ્નાન, ૪. ચંદન-કંકુ-અગરુ યુક્ત કસ્તૂરી, ૫.વસ્ત્ર, ૬. કુંડલ, વીંટી, કંદોરો, ઝાંઝર, હાર, કંકણ, મુકુટ, હાંસડી આદિ અલંકારો, ૭. સિંદૂર-કાજળ, ૮. દર્પણ, ૯. સુવાસિત જળ, ૧૦. કમળ વગેરે વિવિધ પુષ્પો અને પુષ્પમાળા, ૧૧. ધૂપ, ૧૨. દીપ, ૧૩. નૈવેદ્ય, ૧૪. તાંબુલ, ૧૫. છત્ર, ૧૬ ચામર-વેદધ્વનિ-નૃત્ય-ગીત -- એ સોળનો ઉલ્લેખ છે. વાસ્તવમાં અહીં ઉપચારોની સંખ્યા વધારે છે, પણ સમાજમાં સોળની સંખ્યા વિશેષ પ્રચલિત હોવાથી અહીં અમુક ઉપચારોને ભેગા ગણીને સોળની સંખ્યા જાળવી રાખી છે. આ પ્રવૃત્તિ વાજસનેય પરંપરાના કાળમાં પણ હતી, એ રીતે તેનું મૂળ પ્રાચીન કાળમાં જોવા મળે છે. (૬) શ્રી વિદ્યારત્નાકર અર્થાત્ શ્રીવિદ્યા-તંત્રપરંપરા પાદ્ય, અર્ધ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નીરાજન, છત્ર, ચામર, દર્પણ, નૈવેદ્ય, પાનીય અને તાંબુલ એમ સોળ ઉપચારો સ્વીકારે છે.' અહીં નીરાજનનો ક્રમ બદલાયો છે, જ્યારે રાજોપચારના કેટલાક ઉપચારો ઉમેરાયા છે. (જ્ઞ) શિવમાનસપૂજામાં આસન, સ્નાન, વસ્ત્ર, ચંદન, પુષ્પ, દીપ, ધૂપ, નૈવેદ્ય, તાંબુલ, છત્ર, ચામર, વ્યજન (પંખો), દર્પણ, નૃત્ય, ગીત અને નમસ્કાર-સ્તુતિ એ સોળ ઉપચારો સ્વીકારાયા છે.૧૨ [૪૧૫ (૫) ત્રીસ (ત્રિશોપચાર) : ધ્યાન, આવાહન, આસન, પાદ્ય, અર્થ, આચમનીય, પયઃસ્નાન, દધિસ્નાન, ધૃતસ્નાન, મધુસ્નાન, શર્કરાસ્નાન, અભંગ, શુદ્ધ જળસ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવીત, ગંધ અક્ષત, પુષ્પ, શ્વેતચૂર્ણ (અબીલ), રક્તચૂર્ણ (ગુલાલ), સિંદૂર, ધૂપ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, દક્ષિણા, નીરાજન, પ્રદક્ષિણા અને નમસ્કાર એ ત્રીસનો ઉલ્લેખ વિષ્ણુની પૂજામાં છે.૧૩ (૬) આડત્રીસ (અષ્ટ×િસુવારા) : જ્ઞાનમાલામાં આડત્રીસ ઉપચારોનો ઉલ્લેખ છે : અર્થ, પાઘ, આચમનીય, મધુપર્ક, આચમન, સ્નાન, નીરાજન, વસ્ત્ર, આચમન, જનોઈ, આચમન, આભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જળ, જળ, આચમન, ઉર્તન, તાંબૂલ, અંગરાગ, પુષ્પ, ગીત, વાદ્ય, નૃત્ય, સ્તુતિ, પ્રદક્ષિણા, પુષ્પાંજલિ અને નમસ્કાર. અહીં બત્રીસ જ ઉપચારો છે. સંભવ છે કે છ ઉપચારોવાળી પંક્તિ મુદ્રણદોષના કારણે નષ્ટ થઈ હોય. (આસન, આવાહન, ઉપસ્થાન, સાન્નિધ્ય, આભિમુખ અને સ્થિરીકરણ--અર્ધ્યની પૂર્વે--અન્ય ગ્રંથમાં છે.) અહીં નીરાજન સ્નાન પછી તુરત જ છે. તંત્રપરંપરામાં આભૂષણ પછી અને ગન્ધ, પુષ્પ પહેલાં નીરાજન છે, તેથી આ ક્રમ તાંત્રિક પરંપરાની અસરવાળો જણાય છે. : (૭) ચોસઠ (તુયુપવારા) તંત્રપરંપરામાં ચોસઠ ઉપચારો આ પ્રમાણે છે૫ : ૧.પાચમ્ ૨. આમળાનોપળમ્ (અલંકારો ઉતારવા), ૩. સુગન્ધિતતાŻમ, ૪. સ્નાનશાતાપ્રવેશનમ્, ૫. મણિપીોપવેશનમ્ (રત્નજડિત બાજઠ ઉપર બેસવું), ૬. કર્તનમ્ (શરીરે સુગન્ધી પદાર્થો ચોળવા), ૭. ૩ોલનાનમ્ ૮. સતતીર્થંગતામિષમ્ ૯. પોતવસ્ત્રોનમ્ (રૂમાલથી શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy