SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] ઇષ્ટની જમણી બાજુએ મૂકવું અને કેસર-વાસક્ષેપથી પૂજા કરવી. ગુરુપાદુકાને ગુલાબનાં તથા અન્ય પુષ્પો, ધૂપ, દીપ ધરાવવાં. કળશમાં જળ ભરી પુષ્પ, ચંદન, અત્તર સહિત ત્રણ વાર બોલીને છાંટણાં કરવાં. મોરપિચ્છથી સર્વત્ર ભૂમિની શુદ્ધિ કરવી. સાત વાર સ્નાનમંત્ર બોલતાં સ્નાનમુદ્રા કરવી. કલ્મપદહનનો મંત્ર ત્રણ વાર બોલી બંને ભુજાઓનો સ્પર્શ કરવો. સાત વખત વસ્ત્રશુદ્ધિમંત્ર બોલી વાસક્ષેપથી વસ્ત્રની શુદ્ધિ કરવી. ત્રણ વખત તિલકમંત્ર બોલી કેસર-કંકુ મિશ્રિત તિલક કરવું. ગ્રીવા-સૂત્રમાલા-મંત્ર ૧૧ વખત બોલી રક્તવર્ણીય તંતુ-સૂત્રની સાત ગાંઠ બાંધવી. તે સૂત્રપૂજનમાં બેસનારના હાથે બાંધવું. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કળશનું પૂજન કરતી વખતે ચંદનમિશ્રિત પુષ્પ કળશમાં પધરાવવું તથા અત્તર, કેસર, પુષ્પ, અક્ષતથી ત્રણ વખત પૂજન કરવું. ધેનુમુદ્રા, મત્સ્યમુદ્રા તથા અવગુંઠનમુદ્રા કરીને દરેક વખતે ૐ દર્દી પડ્યે નમઃ બોલતાં કળશ ઉપર તાંબાના કોડિયામાં લાલ રંગની વાટ-દિવેટ પ્રગટાવી સ્થાપના કરવી. પૂજન ચાલુ રહે ત્યાં સુધી આ દીપક પ્રજ્વલિત રહેવો જોઈએ. આ દીપ તૈલદીપ હોવો જોઈએ. તેલ શુદ્ધ અને સુગંધિત હોવું જોઈએ. પૂજન-ઉપકરણો પર ગુલાબજળ છાંટી પૂજનસામગ્રીની શુદ્ધિ કરવી. શિખાબંધન તથા દિક્પાલ સ્મરણ કર્યા બાદ આચમન કરવું. (મહાપૂજન જિનમંદિરમાં થતું હોય તો આચમનનું જલ મુખમાં ન મૂકતાં તરભાણામાં મૂકવું. ઉપાશ્રય કે અન્ય પવિત્ર સ્થળે માતાજીની છબિ સન્મુખ આ પૂજનવિધિ થતો હોય તો જલનું આચમન મુખમાં લઈ શકાય.) દિબંધનનો મંત્ર સાત વખત બોલતાં સાત વખત તાળી પાડવી. સંકલ્પમંત્ર બોલ્યા પછી આચમનીમાં ગ્રહણ કરેલું જળ જમીન પર મૂકવું. હૃદયશુદ્ધિ, બાહુરક્ષા તથા કંઠરક્ષા કર્યા બાદ ઋષ્યાદિન્યાસ કરવો. માનસોપચાર પૂજન ભગવતીને આશ્રિત સર્વ પરિવારમંડલની દેવીઓ માટે કરવું. આટલો વિધિ સંપન્ન થયા બાદ કલશમંત્ર બોલી કલશના જળમાં વાસક્ષેપ, સોના-રૂપાના વરખ, ગુલાબજળ, પંચામૃત તથા પુષ્પ પધરાવવાં. અભિષેક કરતી વખતે આ જળનો ઉપયોગ કરવો. ભૂતોત્સાદન, પંચભૂતશુદ્ધિ તથા કલુષિતભાવનાદહનના મંત્રો દ્વારા સર્વ સ્થાન શુદ્ધ બન્યું છે એવી ભાવના કરવી. પૂરક, કુંભક તથા રેચક શ્વાસ દ્વારા અમૃતધારાની વર્ષા થઈ રહી છે તેવી ભાવના કરવી. આ પ્રકારની અંતર્બાહ્ય શુદ્ધિ સિદ્ધ થયા પછી પ્રાણપ્રતિષ્ઠા, વિનિયોગ, ઋષ્યાદિન્યાસ, કરપડાંગન્યાસ તથા બીજાક્ષરન્યાસ કરવો. પ્રાણશકિતદેવતાધ્યાન, પ્રાણસ્થાપન મંત્ર, માતૃકાન્યાસ, કરન્યાસ, વર્ણમાતૃકાન્યાસ, મંત્રપદન્યાસ, મંત્રાક્ષરન્યાસ, દિશાન્યાસ ઉચિત મંત્ર તથા તદનુરૂપ વિધિપૂર્વક કરવો. દિશાબંધનના મંત્ર દ્વારા નિર્વિઘ્ન કાર્ય માટે દિશાઓ બાંધ્યા પછી માલામંત્ર, હલ્લેખાબીજન્યાસ, પીઠસ્થાપન પૂજન, રાજરાજેશ્વરી મંત્રન્યાસ, અંગમંત્રન્યાસ તથા સાધનામંત્રન્યાસ કરવાં. કરકમલથી મુદ્રાઓ રચી પ્રત્યેક મુદ્રાના મંત્રનો જાપ કરવો. પૂજનવિધિ પછીની વિસર્જનમુદ્રા સમંત્ર કરી થાળી પર ડંકો લગાવવો. સંહારમુદ્રા દ્વારા સ્થાપનાને ખસેડવી અને યંત્રને ચલાયમાન કરવો, યંત્ર ઉપરથી એક પુષ્પ ગ્રહણ કરી, સૂંધી, નેત્રો અને હૃદય પર સ્પર્શ કરાવીને પૃષ્ઠભાગમાં રૌપ્ય અથવા તામ્રપત્રમાં નાખવું. પછી તે પુષ્પ પવિત્ર સ્થાનમાં પધરાવવું. હાથમાં પાંચ પુષ્પો ગ્રહણ કરી, બંને હાથની અંજલિ જોડી સ્તુતિ કરવી. સ્તુતિમંત્રોચ્ચાર પૂર્ણ થયા બાદ સ્થાપન કરેલ યંત્રો પર પુષ્પો ચડાવવાં. ી પદ્માવતીરેવ્યે નમઃ મંત્રની ૧૧ માળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy