SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] મા ભગવતી પદ્માવતીજીનું સ્થાન વર્તમાનકાળમાં જિનશાસનમાં અતિ ઉચ્ચ કોટિનું છે. આવી મહાશક્તિનું ભાવપૂર્વક પૂજન કરવાથી આનંદપ્રાપ્તિ થાય છે. દૂધમાં સાકર ભળે તેમ (૧) મંત્ર, (૨) મંત્રાર્થ, (૩) નેત્રજલ અને (૪) મુખની વાણી - આ ચારેય બાબતો એક તાંતણે ગૂંથાઈ-વણાઈ જવી જોઈએ. જે રીતે બે હાથ, બે પગ અને મસ્તક શરીરમાં મહત્ત્વનાં અંગો છે, તે જ રીતે મંત્રમાં પણ મંત્ર, ન્યાસ, ધ્યાન, કવચ અને સ્તોત્ર આ પાંચ અંગો સ્થિત હોય તો જ ઇષ્ટનો સાક્ષાત્કાર શકય બને છે. જાય છે કે ઇષ્ટ પ્રગટ થતાં અગાઉની ક્ષણોમાં જ અનોખું વાતાવરણ દેખાવા લાગે છે. સાધકને વિચારવાનો પણ અવકાશ રહેતો નથી. સાધકની સન્મુખ ઇષ્ટની સ્થાપનાની દિશામાંથી ધ્વનિ સંભળાવા માડે છે, * સાવધાન ! આપનું ધ્યેય પાર પાડવામાં, લક્ષબિંદુ તરફ ધ્યાન આપો. આંખોની કીકી સ્થિર કરો.' યથા સમયે ઇષ્ટનાં દર્શન થાય છે. સાધકને ત્રણ વાર વાં વ્રૂત્તિનો નિ સંભળાય છે. સાધક ભાન ભૂલતો હોય તેમ લાગે છે. પોતે જમીનથી અધ્ધર થયા હોય એવું ભાસે છે. પરંતુ સાધકે સજાગ રહી માતૃભાષામાં કે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવો, 'હે મા ભગવતી ! મને વરદાન આપો. પ્રત્યક્ષ પધારીને મને માર્ગદર્શન આપો !' મા ભગવતિ તથાસ્તુ, તથાસ્તુ બોલે છે એમ સંભળાય છે. આ ક્ષણ આંખના પલકારા જેવી ક્ષણિક જ હોય છે. બે-ત્રણ મિનિટમાં જો કાર્ય થઈ જાય તો સાધકનું જીવન સુવર્ણમય બની જાય છે. જો સાધક સજાગ ન ૨હે ને ગભરાઇ જાય તો કરેલો પરિશ્રમ નિષ્ફળ જાય છે. ફરી વાર કદી યે દેવવાણી સાંભળવાની આશા રાખવી વ્યર્થ છે. કરુણામયી મા પદ્માવતીદેવી સાધકને પુત્રવત્ સંબોધન કરી આશિષ આપે છે. આ સર્વ વિષયમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી. વિવેકી, જ્ઞાનયુક્ત અને શ્રદ્ધાવંત સાધક ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે. મા ભગવતી પદ્માવતીની પરમ કૃપા પ્રાપ્ત થયા પછી કોઈ બાબતની કમીના રહેતી નથી. પરંતુ મા દ્વારા વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણ કે મારણ જેવા હલકા પ્રયોગો-કાર્યોમાં ભૂલેચૂકેય પડવું નહિ. [૪૧૧ હવે પછીના પરિચ્છેદોમાં મા ભગવતી પદ્માવતીદેવીની મહાપૂજાના વિધાન માટેની પ્રધાન ક્રિયાઓ નોંધી છે, પ્રત્યેક ક્રિયા-વિધાન માટે બોલાતા મંત્રો તથા અન્ય વિગતો માતા પદ્માવતી દેવીને લગતાં અથવા પૂજનવિધાનને લગતાં પુસ્તકોમાંથી ઉપલબ્ધ બનશે. શ્રી મહાપૂજાવિધાનનો પ્રારંભ કરતાં પહેલાં પૂજનનાં સર્વ ઉપકરણો-દ્રવ્યો સમીપમાં સ્થાપવાં. ત્યાર બાદ સાધકે મા ભગવતી પદ્માવતીનું માનસોપચાર પૂજન પોતાના હૃદયકમળમાં એટલે કે અનાહતચક્રમાં કરવું. ત્યાર બાદ ભગવતી પદ્માવતી દેવીને મંત્રોચ્ચાર સહ અને અતિ ભાવપૂર્વક ચંદન, પુષ્પ, સુગંધી ધૂપ, દીપ, નૈવેદ્યનું અર્પણ કરવું. તદનન્તર ગુરુધ્યાનનો વિધિ કરવો. સાધકે મસ્તક પર સહસ્રદલકમલ ઉપર ગુરુપાદુકામુદ્રા બનાવી મધુર સ્વરે નમસ્કાર-વિધિના મંત્રો ઉચ્ચારવા. નમસ્કાર-વિધિના શ્લોકનો પ્રારંભ આ પ્રમાણે ક૨વો : ” મેં માતૃપાલુવામ્યો નમઃ, માતૃપાડુાં પૂનયામિ તર્પયામિ નમઃ, પૂનિતા સંતપિતા સન્તુ । તદનુસાર, પિતૃપાડુવા, ગળથરપાટુા, પરમ ુપાટુા, પરમેષ્ઠિ ગુરુપાટુા, અનંત ગુરુપાડુવા, અનંતાનંત શુષુપાટુા-ને પૂજન ને અર્ચન ને તર્પણ અર્પણ કરવું. આ અર્પણવિધિ પશ્ચાદ્ ભાવપૂર્વક નીચે આપેલો તથા અન્ય ધ્યાન-શ્લોકોનું રટણ સુમધુર સ્વરે કરવું. ॐकार बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥ શ્લોકરટણ કર્યા પછી અગાઉથી છોલી રાખેલું, ચાંદીનો વરખ લગાવી તૈયાર કરેલું શ્રીફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy