SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦] રાખવી તથા તર્જનીથી માળા ફેરવવી. જાપમાં લેશમાત્ર ઉતાવળ ન કરવી. મંત્રના બધા અક્ષરો, બિંદુ, કાનો, માત્રા વગેરે રહી ન જાય તે રીતે અતિ સ્પષ્ટપણે ઉચ્ચારણો આવશ્યક છે. જાપ કરતી વખતે શરીરનું કંપન થવું ન જોઈએ. નજ૨, મસ્તક વગેરે આમતેમ ફેરવવાં ન જોઈએ. દૃષ્ટિને ઇષ્ટની છબીમાં સ્થિર કરવી. આંખમાંથી પાણી નીકળે તો નીકળવા દેવાં. છેવટે આંખો થાક અનુભવે પછી જ આંખો બંધ કરવી. અને બંધ આંખોએ જાપ કરવા. બંધ આંખે પણ કીકીઓ સ્થિર રાખવી. પછી અંદર શું છે તે જોયા કરવું. ધીમે ધીમે આજ્ઞાચક્ર (કપાળ)માં હલચલ મચશે. તણાવ-દર્દ જેવું જણાય તો પણ કંટાળવું નહિ. નિદ્રા, તંદ્રા કે ઘેન જેવું લાગે તો પણ પીછેહઠ ન કરવી, સચેત રહેવું. મગજમાંથી બહારના વિચારો કાઢી નાખવા પ્રયાસ કરવો. આ પ્રમાણે ઘણા દિવસોની તાલીમ મળશે એટલે છબિ કે સન્મુખ રહેલી મૂર્તિમાંથી કિરણો ઉત્પન્ન થતાં જણાશે. છબિ કે મૂર્તિની કીકી ફરતી દેખાશે. આ પ્રાથમિક ભૂમિકામાંથી પસાર થતાં કાનમાં ધ્વનિ, મેઘનાદ, બંસરી, ઝાંઝર કે ખંજરીના અવાજ સંભળાય તો નવાઈ ન પામવી, કારણ કે મંત્રમાં મહાન શક્તિ છે. તમને જે જે અનુભવ થાય તેની નિત્ય નોંધ રાખવી. સમય, વાર, તિથિની તથા અન્ય વિગતો નોંધવી. અનુભવની વાત ગુપ્ત રાખવી; કોઈને કહેવી નહિ. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા ભગવતી પદ્માવતીની ઉપાસના માટે શ્વેત વસ્ત્ર જ પહેરવાં. ઉપાસના દરમિયાન શ્વેત વસ્ત્ર, શ્વેત જાતીય ધાન્યનું ભોજન, ભૂમિશયન તથા સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન અતિ આવશ્યક છે. યક્ષ-યક્ષિણી નૈૠત્ય વિદિશા આમ્નાયનાં અધિષ્ઠાતા હોવાથી યંત્ર, મૂર્તિ કે છબિની સ્થાપના નૈઋત્ય કોણ તરફ કરવી. નૈઋત્ય દિશામાં મુખ રાખી જાપ કરવા કે જેથી વધુ આનંદદાયક સાથે શીઘ્ર પ્રાપ્તિ કરાવનાર થઈ શકશે. જપમાળા અન્યની દૃષ્ટિથી બચાવીને રાખવી. મંત્રશાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માળાને મંત્ર લખેલાં પાનાં કે પોથીમાં સ્વગુહ્યાંગવત્ છુપાવી રાખવી જોઈએ. પ્રતિદિન રાત્રિ-દિવસના મળી સોળ અક્ષરી અથવા અઢાર અક્ષરી મંત્રના દશ હજાર જાપ થવા જોઈએ. બત્રીસ અક્ષરી મંત્રના સાત હજાર જાપ થવા જોઈએ. વધુ થાય તેની શિક્ત અપાર હશે જ. સંસારી ઉપાસકે ઉપાસના-ભકિત-જાપ પ્રાતઃકાળ ૪ થી ૭ તથા રાત્રે ૧૧ થી ૧ વાગ્યા સુધી ખાસ કરવા જોઈએ. 'ભગ્નિકાપ્રાણાયામ’કરવાથી અંતરંગની શુદ્ધિ પ્રાપ્ત થાય છે, ચિત્તની એકાગ્રતા વધે છે, નાડીશોધન સહિત કુંડલિનીનું જાગરણ થાય છે. પ્રાણાયામની ક્રિયા ગુરુ દ્વારા જાણી લેવી જોઈએ. ઉપાસના કરતી વખતે તમામ અંગોમાંથી કોઈ અંગ-આસનક્રિયા બાકી ન રહેવું જોઈએ. એ માટે દિવસમાં એક વખત, બને તો પ્રારંભમાં પ્રાણાયામ કરતાં પહેલાં શિર્ષાસન, હલાસન, ભુજંગાસન, મયૂરાસન અને શવાસન કરવાં જોઈએ. આથી કુંડલિની જાગૃત થાય છે. રોજ દશ મિનિટથી શરૂઆત ક૨વી. બધાં આસનો માટે વીશ મિનિટનો સમય ગાળવો જોઈએ. મા ભગવતીને નૈવેદ્યમાં ફક્ત દૂધની બનેલી વસ્તુઓ ચડાવવી. ભગવતી પદ્માવતીને સૂર્યોદય પછી જ પુષ્પો, નૈવેદ્ય વગેરે અર્પણ કરવાં. મા ભગવતી પદ્માવતીની ઉપાસના-સાધના-જાપ સંપૂર્ણ થયા પછી, દિવસના ભાગે જ આતિ આપવી જોઈએ. સૂર્યોદય પછી પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી સાધકે આહુતિનો પ્રારંભ કરવો અને સૂર્યાસ્ત પહેલાં આહુતિનું કાર્ય સમાપ્ત કરવું. સૂર્યાસ્ત પહેલાં આહુતિની સંખ્યા પૂર્ણ ન થઈ શકે તો બીજા દિવસે બાકી રહેલી આહુતિઓ આપવી. શ્રાવકે આહુતિઓ આપતી વખતે અન્ય નારી વગેરેની દૃષ્ટિ ન પડે તે રીતે આહુતિ આપવી. આતિકુંડની સ્થાપના જે સ્થળે મા ભગવતીની સ્થાપના કરી હોય તે સ્થાનની જોડે કરવી. આ સ્થાપના સાફસૂફીના નિમિત્ત ખાતર પણ ચલાયમાન ન થાય તે ખાસ મહત્ત્વનું છે. આહુતિ સમયે સાધકના ચિત્તની એકાગ્રતા, પવિત્રતા તથા રોમેરોમમાં હર્ષોલ્લાસ એવાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy