SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૦૯ ભગવતી પદ્માવતી ધરણેન્દ્ર (પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ-ભગવાન અનંત)ની સહચારિણી દેવી હોવાથી સર્પાદિના વિષનો નાશ કરવાને શક્િતમાન છે. ઉપરાંત, તે ભગવતી ભુવનેશ્વરી હોવાથી દરેક પ્રકારનું સુખ આપનાર છે એ વિધાનનું સાતમા શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આઠમા શ્લોકમાં ભગવતીનું સ્વરૂપ ગૌરવાન્વિત રજોગુણયુક્ત લાલ રંગનું, સંધ્યાકાળના રંગ જેવું તપ્ત સુવર્ણ જેવી કાન્તિ ધરાવનારું વર્ણવી તેને મહાલક્ષ્મી જેવી સર્વ કામના પૂર્ણ કરનારી કહી છે. પદ્માવતીની ગણના શારદા તિલકકારે ત્વરિતાદેવી તરીકે કરી છે. ત્વરિતાદેવી એટલે તાત્કાલિક ફળ આપનારી દેવી. કોઈ પણ દેવ-દેવીના મંત્રનું અનુષ્ઠાન કરતાં પહેલાં અથવા પૂજન શરૂ કરતાં પહેલાં પ્રત્યેક સાધકે ગુરુ પાસેથી તે દેવ-દેવીને મંત્રની દીક્ષા સૌપ્રથમ ગ્રહણ કરવી આવશ્યક છે. મંત્રદીક્ષા કેમ ગ્રહણ કરવી તેનો સામાન્ય ઉલ્લેખ શ્રી પાદલિપ્તસૂરિ કૃત 'નિર્વાણ કલિકા'માં તેમ જ શ્રી મલ્લિપેણસૂરિ કૃત 'શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ'માં સાંપડે છે. મા ભગવતી પદ્માવતીજીનું સ્થાન વર્તમાનકાળમાં જિનશાસનમાં અતિ ઉચ્ચ કોટિનું છે. આવી મહાશક્િતનું ભાવપૂર્વક પૂજન કરવાથી આનંદપ્રાપ્તિ થાય છે. દૂધમાં સાકર ભળે તેમ (૧) મંત્ર, (૨) મંત્રાર્થ, (૩) નેત્રજલ અને (૪) મુખની વાણી – આ ચારેય બાબતો એક તાંતણે ગૂંથાઈ-વણાઈ જવી જોઈએ. જે રીતે બે હાથ, બે પગ અને મસ્તક શરીરમાં મહત્ત્વનાં અંગો છે, તે જ રીતે મંત્રમાં પણ મંત્ર, ન્યાસ, ધ્યાન, કવચ અને સ્તોત્ર - આ પાંચ અંગો સ્થિત હોય તો જ ઈષ્ટનો સાક્ષાત્કાર શકય બને છે. મંત્ર સાથે પ્રાણાયામ, સ્થિર આસન અને પચક્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. મંત્રની માળાના મણકા ફરતા જાય, પરંતુ મન અન્ય જગ્યાએ ફરતું રહે, આસનની સ્થિરતા ન હોય, તો જેમ સરનામા વિનાની ટપાલ રખડી પડે છે તેમ સાધકની બધી મહેનત વૃથા જાય છે અને સાક્ષાત્કાર થતો નથી. પ્રાતઃકાલે બ્રાહ્મમુહૂર્તમાં સાધકે શયાત્યાગ કરી, સ્નાનાદિ પતાવી, સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરી, ઉત્તરપૂર્વ દિશા સન્મુખ બેસી પ્રથમ ગુરુપાદુકા-મુદ્રા દ્વારા ગુરુમંત્રોનો જાપ કરવો. જાપની પૂર્ણાહુતિ બાદ ઈષ્ટનું ધ્યાન કરવું. ઈષ્ટના સમગ્ર સ્વરૂપનું ચિંતવન કરતાં શરીરને શિથિલ બનાવી સીધા બેસવું. નેત્રો બંધ કરી આંખની કીકીઓ સ્થિર રાખવી. બન્ને હોઠનું સ્થિરીકરણ કરવું. જીભને તદ્દન સ્થિર રાખી મનથી જ જાપ કરવા. શરૂઆતમાં આ બધુ કઠિન લાગશે પણ જેમ જેમ અભ્યાસ વધશે, તેમ તેમ અનહદ આનંદ ઉત્પન્ન થશે. જાપની સંખ્યા સવા લાખની આસપાસ કરવાનું કહેવામાં આવે છે; પણ અનુભવી સાધકો જણાવે છે કે, જ્યારે આઠ લાખ જપ થાય છે ત્યારે મંત્ર જાગૃત બને છે, તે પણ માનસ-જાપની સાચી પદ્ધતિએ થયેલ હોય તો જ. બાર લાખ જાપ થાય તે પછી જ ઈષ્ટની કૃપા, સ્વરૂપની ઝાંખી, સ્વપ્નાદેશ વગેરે થાય છે; અને ચોવીશ લાખ જાપ થયા પછી સાધકમાં કોઈ અનોખું પરિવર્તન આવે છે. વચનસિદ્ધિ જેવા ચમત્કારિક પ્રસંગો બનતા અનુભવાય છે. બત્રીસ લાખની સંખ્યા પૂર્ણ તત્કાલ ઈષ્ટના વરદાનના શબ્દો સંભળાવા માંડે છે. સમાજનો અજ્ઞાની તથા અંધશ્રદ્ધા ધરાવતો વર્ગ માને છે કે મા ભગવતી પદ્માવતીજી સાધકને નાગણના સ્વરૂપે દર્શન આપી, શરીરે વીંટળાતાં મસ્તકે ચઢે છે ! પરંતુ માતા હંમેશાં માતા રહે છે. મા વાત્સલ્યમૂર્તિ છે, દયાનો સાગર છે, કરુણામૂર્તિ છે. સાધનાકાળમાં ક્રોધનો સર્વથા ત્યાગ, બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન અને પાંચ ઇન્દ્રિયો પર કાબૂ હોય તો પ્રત્યક્ષ દર્શન-વરદાન મેળવી શકાય છે. જાપ કરતી વખતે શરીરને નરમ (તંગ નહિ) રાખવું. માળાને અંગૂઠા તથા મધ્યમાના સંયોગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy