SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી રહે તેવી રીતે રાખવી જોઇએ. મૂર્તિ અથવા છબીને પધરાવવા માટે દેવીપીઠ, દ્રવ્યપીઠ, ધૂપપીઠ, દીપપીઠ બનાવી, તે પર લાલ કાપડ પાથરી, જો મૂર્તિ હોય તો મૂર્તિના પ્રમાણમાં ચાંદીનું સિંહાસન અથવા ચાંદીની થાળીમાં મૂર્તિ યોગ્ય મુહૂર્તમાં સ્થાપવી. પીઠની પાછળના ભાગમાં પૂઠિયું અને ઉપરના ભાગમાં ચંદરવો બાંધવો જોઇએ. જો છબીની સ્થાપના કરવાની હોય તો જે દેવીપીઠ બનાવેલી હોય તેની ઉપર સાધકને બરાબર દેખાય તે રીતે તેની સ્થાપના કરવી. તે રૂમમાં પરમાત્માની છબીઓ કે મૂર્તિઓ સ્થાપવાની હોય તો તેના કરતાં દેવીપીઠ નીચા આસને રાખવી જોઇએ. મા ભગવતીજીની મૂર્તિ કે છબીની સ્થાપનાની સાથે સાથે શ્રી પદ્માવતી મહાયંત્રની સ્થાપના પણ કરવી જોઇએ. આ યંત્ર શુભ મુહૂર્તમાં તૈયાર કરાવેલું હોવું જોઇએ. યંત્ર એ મંત્રને રહેવાનું સ્થાન છે, દેવ-દેવીઓનું શરીર છે. શ્રી પદ્માવતીજીના અનેક મંત્રો અને યંત્રો પ્રસિદ્ધ છે. જેવા કે, (૧) સૌભાગ્યવૃદ્ધિ યંત્ર, (૨) સર્વકાર્યસિદ્ધિ યંત્ર, (૩) ઉપદ્રવનાશક યંત્ર, (૪) શત્રુપરાભવ યંત્ર, (૫) લોકવશીકરણ યંત્ર, (૬) સપોદિયનિવારણ યંત્ર, (૭) ઉચાટનહર યંત્ર, (૮) અપમૃત્યુ-નિવારક યંત્ર, (૯) શ્રી પદ્માવતી વીસા યંત્ર, (૧૦) શ્રી પદ્માવતી પંદરો યંત્ર, (૧૧) શ્રી સર્વસિદ્ધિકર યંત્ર, (૧૨) શ્રી સર્વ સૌભાગ્યકર યંત્ર, (૧૩) સર્વરોગનિવારક યંત્ર, (૧૪) સર્વભયનિવારક યંત્ર (૧૫) મહાલક્ષ્મી પદ્માવતી યંત્ર, (૧૬) ઋદ્ધિ-સિદ્ધિ જયકર યંત્ર (૧૭) વ્યાપારવૃદ્ધિ યંત્ર, (૧૮) શ્રી પદ્માવતી પૂજન યંત્ર આદિ - આ યંત્રોમાંથી કોઇ પણ એક યંત્રની સ્થાપના ભગવતીજીની મૂર્તિ યા છબીની આગળ કરવી જોઇએ. મારા આટલાં વર્ષોના અનુભવ પછી હું એમ માનું છું કે, શ્રી પદ્માવતી પૂજન યંત્ર, જે પકોણમાં બનેલું હોય છે તેની સ્થાપના કરી, તેની પૂજા કરવાથી અનેક કાર્યો સિદ્ધિદાયક બને છે. સ્થાપનાની ડાબી બાજુ ધૂપ અને જમણી બાજુ દીપક રહે તેવી ગોઠવણ કરવી. ટૂંકમાં, શ્રી પદ્માવતીજીની આરાધના કરનાર સાધકે શકય તેટલી કાળજી રાખી, શકય તેટલી શુદ્ધિ જાળવી અને જાણકાર ગુના માર્ગદર્શન હેઠળ શુભ માસ, શુભ તિથિ, શુભ યોગો, શુભ લગ્નબળ, શુભ નક્ષત્ર અને ચંદ્રબળ મેળવી યોગ્ય મુહૂર્તમાં મહાદેવીની સ્થાપના કરવી જોઇએ. મુહૂર્તશાસ્ત્રમાં લખ્યું છે કે, ઉત્તમ મુહૂર્તમાં કરવામાં આવેલી દેવ-દેવીની સ્થાપના અનેક સિદ્ધિઓને આપનારી થાય છે. જો ઉત્તમ મુહૂર્તમાં આવું માંગલિક કાર્ય ન થાય તો અનેક વિનો પણ આવી પડે છે. શ્રી પદ્માવતી દેવીની સ્થાપના માટે સામાન્ય રીતે નીચે પ્રમાણે મુહૂર્તો પસંદ કરાય છે : શુભ માસ : માર્ગશીર્ષ, માઘ, ફાલ્ગન, વૈશાખ, જ્યેષ્ઠ અને શ્રાવણ. શુભ તિથિ : ૨, ૩, ૫, ૬, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫. શુભ વાર : સોમ, બુધ, ગુરુ, શુક્ર - એમાંયે દેવી-સ્થાપના માટે શુક્રવાર ઉત્તમ છે. નક્ષત્ર : રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, ઉત્તરભાદ્રપદ. શુભ યોગો : રવિયોગ, રાજયોગ, સિદ્ધિયોગ, અમૃતસિદ્ધિયોગ, કુમારયોગ. શુભ લગ્ન : મિથુન, કન્યા, ધન, મીન. શુભ નવમાંશ : મિથુન, કન્યા, ધન, મીન. જે સાધક ગૃહમાં માતાજીની સ્થાપના કરવા માંગતો હોય તેનો તે દિવસે ચંદ્ર પણ ગોચરમાં ૧, ૩, ૬, ૭, ૧૦ કે ૧૧મો હોય તો ઉત્તમ ગણાય. ચંદ્રસ્વર-જલતત્ત્વમાં માતાજીની ગૃહમાં સ્થાપના કરવાથી માનો ઘરમાં વાસ થાય છે અને સકલ કુટુંબનું કલ્યાણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy