SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૦૩ લીધા પછી તેને બ્રહ્માસ્ત્ર જેવાં દેવી, અમોઘ અસ્ત્રમાં અવિશ્વાસ થતાં દોરડાંઓ મંગાવ્યાં, તેથી બ્રહ્માસ્ત્ર કામ કરતું બંધ પડી ગયું. દેવ, મંત્ર, તીર્થ, ગુરુ, બ્રાહ્મણ અને વૈદ્યમાં જેવી શ્રદ્ધા-ભાવના તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતા કહે છે : શ્રદ્ધાવાન પતે જ્ઞાનમ્ | શ્રદ્ધાવાનને શું શું કરવાનું હોય છે તેનું જ્ઞાન મળી રહે છે. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રીમદ્ વલ્લભે વૈષ્ણવોને બ્રહ્માસ્ત્ર અને ચાતક પર વારંવાર મનન કરવા કહ્યું છે. તેમાંથી આગળ બ્રહ્માસ્ત્ર પર અવિશ્વાસ થતાં શું બન્યું તે લખ્યું છે. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્ર સિવાય ગમે તેવી વૃષ્ટિ થાય તે પાણી પીતું નથી. પરિણામે સ્વાતિ નક્ષત્રમાં ચાતક માટે જળવૃષ્ટિ અવશ્ય થાય છે. શ્રી પદ્માવતી દેવીના મંત્રમાં યા કોઈ પણ દેવી-દેવતાના મંત્રમાં આમ કેમ છે ? એવી શંકા થતાં મંત્રનું ફળ મળતું નથી. ઘણીવાર વૈદિક કે તાંત્રિક મંત્રો યા શાબર મંત્રોમાં ઇચ્છિત અર્થ હોતો નથી. દા.ત. નવ ગ્રહના વૈદિક મંત્રોના અર્થ તે તે ગ્રહોના સંદર્ભવાળા નથી. શાબરી વિદ્યાના મંત્રો તો વિચિત્ર શબ્દયોજનાવાળા હોય છે, છતાં સાધકે મંત્રમાં સંદેહ ન કરવો જોઈએ. દઢ શ્રદ્ધા વિના દેવપ્રતિમા પણ અભીષ્ટ સિદ્ધિ આપતી નથી. દેવ-દેવીની પ્રતિમા માત્ર પાપાણમૂર્તિ વા ચિત્ર છે એમ માનવાથી ગમે તેવી સિદ્ધ પ્રતિમા પણ તે સાધકને ફળ નહિ જ આપે. મૂર્તિ સાક્ષાત્ તે તે દેવી-દેવતા જ પ્રત્યક્ષ છે અને તે મારી પૂજા-- પ્રાર્થના સ્વીકારે છે એવો ચૈતન્યભાવ સાધકમાં રહેવો જોઇએ. ઋષિમંડલ કે સિદ્ધચક્ર પૂજનમાં પણ યંત્રમંડલમાં આવરણ દેવતાઓ સાક્ષાત હાજર છે એમ માનવાથી જ ફળ મળે છે. આ સિવાય સાધકના ચારિત્ર્યમાં નીચેની બાબતો સમાવેશ પામે છે : (૪) સાધનામાં જેટલા ઉપવાસ, અથવા જેવું ભોજન નિર્દિષ્ટ હોય તે જ પ્રમાણે થવું જોઇએ. (૫) સાધના દરમિયાન મન-વાણી-કર્મ વડે અતૂટ બ્રહ્મચર્યપાલન જરૂરી છે. (૬) ઉચ્છિષ્ટ મુખ અથવા શરીરનાં અસ્પૃશ્ય અંગોનો સ્પર્શ જપ-ધ્યાન-પૂજાકાળે નિષિદ્ધ છે. (૭) સાધનાકાળમાં બપોરની નિદ્રા વર્ષ છે. (૮) સાધનાકાળ દરમિયાન કોઇ પણ દેવ, ઋષિ, મહાપુર૫, શાસ્ત્ર, રાજવી, સ્ત્રીનિંદા ત્યજવી જોઇએ. (૯) રાત્રે શયન પલંગ-પથારીમાં થઇ ન શકે, પણ ઊનના કંબલ પર જમીન પર થવું જોઇએ. (૧૦) સાધનામાં મંત્રજપ મૌન અથવા પ્રકટ નિયમ પ્રમાણે ભલે થાય. પણ તે સિવાય મૌન રહેવું જરૂરી છે. (૧૧) સાધનાનું રહસ્ય ગુપ્ત રહેવું જોઇએ. સાધના દરમિયાન થતા અનુભવો શ્રી ગુરભગવંત સિવાય કોઇને બતાવી શકાય નહિ. (૧૨) કેટલીક સાધનાઓ ગુરુગમ્ય છે. તેમાં સતત સદ્ગુરુદેવનું સાન્નિધ્ય અને માર્ગદર્શન જરૂરી છે. હઠયોગ, પ્રાણાયામ પ્રયોગો, કુંડલિની જાગરણ, તાંત્રિક ઉપાસનામાં આ બાબત સવિશેષ નોંધપાત્ર છે. (૧૩) દરેક દેવ-દેવીના મંત્ર-યંત્રની સાધનામાં દરેક ધર્મ-સંપ્રદાયની ચોક્કસ પરિપાટીઓ હોય છે. સાધકે શ્રી ગુરુદેવની પાસેથી સંપૂર્ણ પરિપાટી જાણી તે જ પ્રમાણે વર્તવું જરૂરી છે. (૧૪) ગમે તે મંત્રની ગમે ત્યારે સાધના કરવી ભયજનક છે. સાધના માટે શ્રી ગુરુદેવ પાસેથી વિધિવત્ દીક્ષા મળ્યા પછી જ સાધના થઈ શકે. શ્રી ગુરુદેવ પણ પોતે તે યંત્ર, મંત્ર, દેવદેવીનાં સ્વરૂપ, તેની સાધનાની સંપૂર્ણ વિધિ પોતે આચરી ચૂકયા હોય તેવી જ સાધના શિષ્ય પાસે કરાવે. (૧૫) સાધના પૂર્વે મંત્રજાગરણ, કવચ, ઉત્કલન, શાપવિમોચન, પ્રાયશ્ચિતો--આ બધાંમાંથી પસાર થવું જરૂરી છે. (૧૬) મંત્રો પાસના, દેવ-દેવી સાધના કરતાં પૂર્વે ઉત્તમ જ્યોતિષાચાર્યને મળીને સાધનાને અનુકૂળ મુહૂર્ત જોવડાવવું જરૂરી છે. (૧૭) સાધના કરનારે તે તે દેવ-દેવીનાં પુષ્પ, ગંધ, નૈવેદ્ય વગેરેની વિશિષ્ટતાઓ જાણી લઇ તે પ્રમાણે જ શુદ્ધ અને ઉત્તમ પૂજાદ્રવ્યો એકત્ર કરવાં જોઇએ. વળી તે તે દેવ-દેવીઓના અમુક અમુક બાબતોમાં ગમા-અણગમાં જાણી લઇ તે પ્રમાણે સાધના કરવી. (૧૮) સાધનામાં ઉપસર્ગો અવશ્ય આવે. યક્ષ-યક્ષિણીઓ, ભૂતપ્રેતાદિ અને ઘણીવાર ખુદ દેવો પણ વિવિધ ભય પમાડે તેવાં દશ્યો દર્શાવે કે કસોટી કરે ત્યારે નીડરતાથી સાધનાને વળગી રહેવું જોઇએ. (૧૯) સૌથી છેલ્લી પણ સૌથી મહત્ત્વની વાત એ કે સાત્વિક દેવ-દેવીઓની સાત્ત્વિક ભાવ અને સાત્વિક દ્રવ્યોથી ઉપાસના કરવી, પણ વામાચાર ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy