SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ] નથી, આ મારા અંગત સુખ માટે પણ નથી; પણ દેવી-દેવતાની પ્રસન્નતા માટે છે. જૈન દર્શનમાં અર્હત્ પદ પર વિરાજતા તીર્થંકર ભગવંતો પોતે કોઈ સંસારીના દૈનિક જીવનમાં સુખદુ:ખ પ્રદાતા હોતા નથી. વરદાન અને શાપ વગેરેથી આ ભગવંતો અલિપ્ત હોઈ તેમની પાસેથી સીધી રીતે કશું મળતું નથી; પણ જિનેશ્વરોની ભિક્ત વડે અથવા તેમની સેવામાં અહર્નિશ સંલગ્ન એવાં શ્રી પદ્માવતીજી, શ્રી ધરણેન્દ્ર, શ્રી અંબિકા વગેરેની ભિતથી આ દેવી-દેવતાઓની પ્રસન્નતા વધતાં નિર્મળ, શુદ્ધ જિનેશ્વરાનુરાગ અને જિનભભિત પ્રાપ્ત થાય છે. આ ઉત્તમ સાધનાપ્રયોજન છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આનાથી પણ જરા નીચેની અવસ્થાવાળા વિપત્તિનિવારણ, વિઘ્નનિવારણ, અર્થસિદ્ધિ વગેરે માટે અથવા કોઈ મહત્ કાર્ય સિદ્ધ કરવા સકામ ઉપાસના કરે છે. સાધકે કોઈની પ્રત્યે દુર્ભાવ રાખીને, કોઈનું અનિષ્ટ કરવા અગર મારણ, ઉચ્ચાટન, વશીકરણ, વિદ્વેષીકરણાદિ માટે સાધના કરવી નહિ. કોઈને દુઃખ, સંતાપ, ક્લેશ આપીને સુખશાંતિ મેળવી ન શકાય; ઊલટું આવતો ભવ બગડે; મૃત્યુ પછી દુર્ગતિ થાય. પરદ્રવ્ય કે પરસ્ત્રી માટે પણ સાધના કરી ન શકાય. અત્યંત મુસીબત આવી પડે, પ્રાણસંકટ આવે અથવા ધર્મરક્ષણ કે સંઘરક્ષણ માટે જરૂર પડે ત્યારે રક્ષણાત્મક ઉપાયો જરૂર લઈ શકાય. ઉપરાંત, અહિંસાભાવથી, સમસ્ત જીવોના કલ્યાણ માટે કે વૈશ્વિક કલ્યાણ માટે સાધના કરી શકાય. આમ, ચારિત્ર્યશુદ્ધિમાં પ્રથમ સાધકના ચિત્તમાં શું પ્રયોજન છે તે મહત્ત્વનું છે. (૨) ઇન્દ્રિયસંયમ - અનિવાર્ય આવશ્યકતા : કોઈ પણ સાધના - પછી તે વૈદિક, તાંત્રિક, માંત્રિક, દૈવી, જૈન, બૌદ્ધ-~ગમે તે હોય, તેનો સાધક ઇન્દ્રિયનિગ્રહી હોવો જોઈએ. કામ, ક્રોધ, લોભ અને મોહ સાધકના મોટા શત્રુ છે. સાધનામાં અવિચલ એકાગ્રતા હોવી જ જોઈએ. કામ, ક્રોધ, લોભ અને મોહ અંતઃકરણને ડહોળી નાખતાં તત્ત્વો છે. ચંચળ અને ડહોળાયેલા ચિત્તવાળાને નથી દેવતાનો સાક્ષાત્કાર થતો કે નથી મંત્રસિદ્ધિ મળતી. કઠોપનિષદ્ કહે છે :-- आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु । बुद्धि तु सारथीं विद्धि मनः प्रग्रहमेव च ॥ આત્મા રથમાં બેઠેલો માલિક છે, શરીર ૨થ છે એમ જાણો. બુદ્ધિ સારથિ અને મન લગામ છે એમ સમજો. इन्द्रियाणि हयानाहुः विषयान्तस्तेषु गोचरान् । आत्मेन्द्रिय मनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः || ઇન્દ્રિયો અશ્વો છે અને તે તે ઇન્દ્રિયોના વિષયો તે અશ્વોના માર્ગ છે. બુદ્ધિમાનો આત્માને મન અને ઇન્દ્રિયો સાથે જોડાઇને વિષયો ભોગવે ત્યારે ભોક્તા કહે છે. આ ઇન્દ્રિયો સંયત બને તો જ મનઃસંયમ આવે. ભગવદ્ગીતા કહે છે : तस्मात् त्वं इन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ । पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ।। કામ જ્ઞાનવિજ્ઞાનનો નાશ કરનાર હોઇ હે અર્જુન! તું પ્રથમ તો ઇન્દ્રિયસંયમ પ્રાપ્ત કરીને આ પાપી પર વિજય મેળવી લે. સાધકમાં એકાદ પણ છિદ્ર હોય તો સાધનાની શક્તિ ચારણીમાંથી પ્રવાહી વહી જાય તેમ વહી જાય છે. ચાણકયે અર્થશાસ્ત્રમાં સૂત્ર આપ્યું છે : રૂન્દ્રિયનવસ્તુ રાજ્યમ્ । - ઇન્દ્રિયવિજય જ રાજ્ય છે. મનુ ભગવાને માતા, પુત્રી, પુત્રવધૂ, બહેન આદિ સાથે પણ એકાંતમાં બેસવાનો નિષેધ કર્યો છે. કારણ કે ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે તે ભલભલા ઋષિમુનિઓને પણ પછાડે છે. (૩) મંત્ર-યંત્ર, ગુરુ, શાસ્ત્ર, દેવમાં દૃઢ શ્રદ્ધા : ગીતા કહે છે : શ્રદ્ધા જ મનુષ્ય છે. મહર્ષિ વાલ્મીકિએ સુંદરકાંડમાં લખ્યું છે કે, રાવણના પુત્ર ઇન્દ્રજિતે હનુમાનજીને બ્રહ્માસ્ત્ર પ્રયોગથી બાંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy