SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૦૧ સાધનાના નિયમો અને શ્રી શ્રી પદ્માવતી-સાધનામાં ચારિત્ર્યશુદ્ધિ * પ્રા. જનાર્દનભાઈ જ. દવે સાધનાનું મહાસત્ય ઉધાર કે ચોરીથી મળતું નથી. તે તો મૂલ્ય ચૂકવીને ખરીદવું પડે છે. પંખા નીચે બેસીને કે ખુરશીમાં બેસીને સાધના ન થઈ શકે. સાધનાનું બાહ્ય સ્વરૂપ છે ઉગ્ર પુરુષાર્થ અને આંતરૂસ્વરૂપ છે નિજાનંદ, નિદ્રા - આહાર - વિકથા - અસંયમ ઇત્યાદિની શુદ્ધિ/નિવૃત્તિ જરૂરી છે. શ્રી પદ્માવતી સાધનામાં સાધકે મન, વાણી, કર્મની કેવી કેવી વિશુદ્ધિઓનો આગ્રહ રાખવો પડે છે એ પ્રસ્તુત લેખમાં લેખકશ્રીએ સુંદર રીતે દર્શાવ્યું છે. -- સંપાદક સંસ્કૃતમાં ૪૬ અને સાધુ ધાતુઓનું ભારે મહત્ત્વ છે. સન્ ધાતુ પરથી જ આરાધના, આરાધક, આરાધિકા, રાધિકા વગેરે શબ્દો બન્યા છે. અને સાધુ ધાતુ પરથી સાધક, સાધના, સાધ્ય વગેરે શબ્દો રચાયા છે. સાધના શબ્દ ભારે મૂલ્યવાન છે; અને સાધના માર્ગનું મૂલ્ય તો તેનાથી પણ અધિક છે. શ્રુતિ કહે છે : સુ૫ ધા૨ા નિશિતા ત્યા ટુ પથદ્ધત વવવ વન -- તેનો (બ્રહ્મસાધનાનો) પંથ દુર્ગમ હોય તે અસ્ત્રાની ધાર જેવો તીવ્ર છે. સાધનામાં પ્રમાદ, અશુદ્ધિ, ચંચળતા, બેદરકારી કે અજાગ્રતતા ન ચાલે. મહાભારતમાં મહર્ષિ સનસુજાત કહે છે તે આમ તો સૌ માટે સાચું છે, પણ સાધક માટે વિશેષ સાચું છે કે અમારો વૈ મૃત્યુઃ | મમમનો વૈ ગોવિતમૂ | પ્રમાદ જ મૃત્યુ છે, અપ્રમાદાવસ્થા જ જીવન છે. આ જ રીતે, સાધનામાં શુદ્ધિ અનિવાર્યપણે જાળવવી પડે છે. અશુદ્ધ અવસ્થામાં કરેલી સાધના સિદ્ધ તો થાય જ નહિ, પરંતુ સાધકને હણી નાખે. આ સાધનાશુદ્ધિમાં શરીર જ મુખ્ય સાધન હોય સ્નાન, આચમન, આસનપવિત્રીકરણ, ભૂતશુદ્ધિ, ન્યાસ વગેરે નાની-મોટી પ્રત્યેક બાબતોમાં અતિશય સાવધાન રહેવું પડે છે. આ સ્થૂળ શુદ્ધિની વાત થઈ; હવે આત્યંતર શુદ્ધિની વાત જોઈએ. આત્યંતર શુદ્ધિમાં સૌથી પ્રથમ ચારિત્ર-શીલની સજ્જતા પરમ આવશ્યક અને સર્વશ્રેષ્ઠ છે. ચારિત્ર એટલે માત્ર પુરપ-સ્ત્રી સંબંધોની જ વાત નથી. ચારિત્ર વિશાળ અર્થસંદર્ભો ધરાવે છે. તેમાં નીચે જણાવ્યા પ્રમાણે બાબતો સમાવિષ્ટ થાય છે : (૧) સાધના પાછળનું પ્રયોજન : કોઈ પણ સાધનાનો મુખ્ય ઉદ્દેશ તો કર્મોથી આત્યંતિક મુક્િત જ હોય. જૈનદર્શન પ્રમાણે પૂર્વનાં અનેક શુભાશુભ કર્મોનાં પુદ્ગલોથી નિવૃત્તિ મેળવવી, નવાં કર્મો બાંધવાં નહિ અને સમકિત પામવું. સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. તેના અનુભવની આડે આવતા અવરોધો દૂર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, વીતરાગ દશા પર પહોંચવું જોઈએ. પરંતુ સર્વસામાન્ય સંસારી માટે આટલું ઊંચું લક્ષ્ય શકય ન હોઇ પરમાત્માની પ્રસન્નતા માટે તત્ તત્ દેવી-દેવતાની માત્ર પ્રસન્નતા માટે પણ સાધના થતી હોય છે. ૐ ન મમ - આ મારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy