SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦] [ શ્રી પાર્વેનાથોપસ-હારિણી જાવ. જ્યાં અનુકૂળતા હોય ત્યાં આત્માનુસંધાન રાખી બેસો. કોઈ આસનની જરૂર નથી, સહજ જ બેસો. ઉપનિષદ્ એટલે પાસે બેસવું. જૈનદર્શનમાં તો ઉપ + વાસનું ઘણું જ મહત્ત્વ છે. આત્મા પાસે બેસવું તે ઉપવાસ.” બેસવામાં સ્થિરતા આવશે, મગજ શાંત થશે; અને અંદર શકિતના સ્રોત્ર તરફ આપણે ખુલ્લા થઈશું, હળવા થઈશું. અને એ નિર્મળતા-પ્રશાંતતાથી આપણામાં પદ્માવતી નામે શક્િત ખીલશે. આપણા વિચારો--રાગ, દ્વેષ, લોભ, મોહ, કામ, ક્રોધ, તૃષ્ણા, ઇચ્છા-રૂપી કાદવમાંથી નિર્લેપ એવું પરમ અસ્તિત્વનું કમળ ખીલશે. આપણામાં રહેલી પરમ શક્િત (તેને આત્મા કહો, શૂન્ય કહો, પરમાત્મા કહો, પદ્માવતી કહો, ઈશ્વર કહો.) સાથે સાક્ષાત્કાર થશે. શૂન્યનો અનાહત નાદ સંભળાશે ! અલખનો અહેસાસ થશે ! આ પુરુષાર્થ છે, તે જ સાધના છે. આ બેસવું તે જ દૈવી સાધના ! આ બેસવું એ જ ઉપાસના, એ જ ઉપનિષદ્ ! જેમ જેમ બેસવામાં સમય મળશે, તેમ તેમ શરૂઆતમાં જણાવેલી દૈવી સંપત્તિ ધીમે ધીમે આપણામાં સહજ થશે; વાસના, ક્રોધ, ઈર્ષા, કેપ, લોભ, મોહ ઓછાં થવા માંડશે; શાંત થવા માંડશે. આપણે પ્રસન્નતા, ધન્યતા અનુભવતાં સાધનાને સહજમાં સિધ્ધ કરી શકીશું. શ્રી પાર્શ્વ - પદ્માવતી - શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - સાહિત્ય મંદિર પાલીતાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy