SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૯૯ થાય છે. જ્યારે ધ્યાન, નમાજ, ભક્િત, સ્વાધ્યાય દ્વારા તો મન એકાગ્ર બને છે અને એકાગ્ર મન ચોર્યાશીમાંથી પચાસ ટકા શક્િત બચાવે છે. આ શક્િત દ્વારા આત્મતત્ત્વ તરફ જવાને વધુ બળ મળે છે. તપ, વિપશ્યના, નમાજ, ભક્િત દ્વારા એકાગ્રતા લાવવાનો સહજ પુરુષાર્થ છે. આપણે સારું ચિત્ર જોઈએ, કુદરતી સૌન્દર્ય જોઈએ, સંગીત સાંભળીએ, રસ પડે તેવું પુસ્તક વાંચીએ ત્યારે થોડી એકાગ્રતા આવે છે. વળી, ધંધામાં, સ્વાધ્યાયમાં, વૈજ્ઞાનિક સંશોધન પણ એકાગ્ર બનતાં તેની શક્િત બચે છે; અને તે શક્િત મનુષ્યને સાચી રીતે પ્રેરે છે, જેથી તેનું કાર્ય સંપન્ન થાય છે. તેને વિદ્વાન બનાવે છે. નિષ્ણાત બનાવે છે. કોઈને લેખક બનાવે છે કે કોઈને વિજ્ઞાની બનાવે છે. આમ, એકાગ્રતાનું જુદું જુદું રૂપ જ સર્વ ધર્મોની માંગણી છે. પછી તે હિંદુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, ઈસાઈ, પારસી, શીખ ધર્મ કેમ નથી ? ધર્મના મૂળમાં આ શકિતસંચય છુપાયો છે. ધર્મ માટે વિવાદ તો ધર્મના હાર્દની વિરુદ્ધ શક્િતવ્યય છે. આ શકિતસંચય માટે સાધના કરવાની છે, તેને પુરુષાર્થ કહ્યો છે. સાધના માટે પુરુષાર્થ કરનાર --- સાધનાનું વલણ ધરાવનાર માટે જીવનની દરેક ઘટના સુઅવસર છે. દરેક પ્રસંગે તે સમતા રાખે તો શક્િતવ્યય અટકે છે. જૈનધર્મનું મૂળ સમતા-ક્ષમા-અહિંસામાં છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સર્વ થોડાં ૩તે એમ કહ્યું છે. બૌદ્ધ ધર્મના સમ્યફ મધ્યમ માર્ગનું મહત્ત્વ છે. ખ્રિસ્તી ધર્મમાં ક્ષમા-સેવાનું સવિશેષ મહત્ત્વ છે. ઇસ્લામ અન્ય માટે શહાદતને વરેલો છે. હવે પુરુષાર્થનો સાચો અર્થ સમજીએ. પુરુષાર્થનો અર્થ છે લક્ષ્ય પ્રત્યેની આપણી જાગૃતિ. શક્િતધારા જે બહાર વહે છે, તેને અંતર તરફ જવા દેવી એનું નામ જ પુરુષાર્થ ! શક્િત બચે તો અંતર તરફ વહે અને એવી પ્રેરણા આપે, જેના વડે લક્ષ્ય સિદ્ધ થાય. એ લક્ષ્ય પછી કાયિક, વાચિક, માનસિક, ભૌતિક, તામસિક, રાજસિક કે પછી દૈવી હોય. દૈવી એટલે દિવ્યતાવાળું. દિવ્યતામાં પ્રકાશનો ઈશારો છે. આત્મદીપ પ્રગટાવવો એ જ દિવ્યતા છે. પ્રકાશ એટલે ધૂળ અજવાળું નહિ, પણ અંતરમાં અજવાળું ! આંતરસમજને પ્રકાશ કહે છે. એટલે આપણે ન સમજાતું સમજીએ છીએ ત્યારે કહીએ છીએ કે મને બત્તી થઈ.” આમ, એકાગ્રતા પ્રેરક સાધના સર્વ ધર્મનો પાયો છે. આ એકાગ્રતાથી પૂરેપૂરી ચોર્યાશી ટકા શક્ષિત બચે છે. તેની શરૂઆત મૌનથી થાય છે. બોલવામાં પણ ખૂબ શક્િત ખર્ચાય છે. હૃદય આખા દિવસમાં વાપરે તેનાથી બમણી શકિત બોલવામાં ખર્ચાય છે. એટલે મૌન પણ સાધના છે. દરેક ધર્મસ્થાપકોએ મૌનથી સાધનાની શરૂઆત કરી છે. બાહ્ય મૌન રાખવાથી ધીમે ધીમે આંતરમૌન સધાય છે. આંતરૂમૌન સધાય તો વિચાર શમે અને વિચાર શમે તો ખૂબ જ શક્િત બચે અને આપણને આત્મા તરફ વાળે. એટલે સાચા સાધકે મૌન રહેવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. લોકોને ગપસપ કરવી ગમે છે; પણ એનાથી શક્િતનો ખૂબ વ્યય થાય છે; જાત ઘસાય છે. જ્યારે કોઈના માટે જાત ઘસીએ તો તેમાંથી નીપજતો આનંદ વિચારશૂન્યતા તરફ લઈ જતો હોઈ શક્િત બચાવે છે. એટલે જ દરેક ધર્મમાં સેવાનું મહત્ત્વ સ્વીકારાયું છે. સંતો દીર્ઘજીવી આ કારણે જ હશે ! આમ, દરેક ધર્મનું લક્ષ્ય છે આંતરૂ મૌન. તેને ધારણા, ધ્યાન, સમાધિ, સમતા કહી શકાય. જૈન સામાયિક અને અન્ય ધર્મવિધિઓ આંતરૂમૌન--સમાધિ તરફ ડગ ભરાવે છે. સાચો પુરુષાર્થ અપ્રમાદથી શરૂ થાય છે. પળભરનો પ્રમાદ સાધના માટે બાધક છે. એટલે આળસ ત્યજીને સાધના કરવાની છે. સાધના શું છે ? શક્િતસંચય. પદ્માવતી શક્િત એટલે શું ? પદ્મ કહેતાં જળમાં - કાદવમાંથી કમળ બનાવનારી શક્િત. કાદવમાં પેદા થનાર અને જળમાં રહેનાર કમળ-પા જળથી સ્પર્શતું નથી, જળ કમળ પર ઠરતું નથી. મનુષ્ય જીવનની કલુષિતતાના કીચડમાં પદ્માવતીનો આવિષ્કાર તે સાધના અને તે જ દૈવી પુરુષાર્થ. જ્યારે સમય મળે ત્યારે બેસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy