SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સમાયેલી છે. શ્રી નેમિસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિ નંદિઘોષવિજયજી મહારાજશ્રીએ જપસાધના સંબંધે સુંદર પ્રકાશ આ ગ્રંથમાં રેલાવ્યો છે. શ્રી મકરંદ દવેએ એક જગ્યાએ સરસ નોંધ્યું છે કે સ્વાધ્યાય અને ઉપાસના માટે બહુ થોથાં ઉથલાવવાની જરૂર નથી કે ક્રિયાકાંડનો જમેલો કરવાની પણ જરૂર નથી. આપણી અંદરની ચેતના જાગૃત થાય અને રોજિંદા વ્યવહારમાં તે પ્રગટ થાય એ જ જોવાની જરૂર છે. આત્મસાધના અને વ્યવહારશુદ્ધિ જળવાશે, તો ભગવતી ભીતરમાંથી ગુંજન કરી ઊઠશે. જપસાધનામાં ભાવશદ્ધિની અગત્ય ઘણા ઘણા જપ કરો, અનુષ્ઠાન કરો, અનેક પ્રકારના કાયકલેશો સહન કરો, પણ એમાં ભાવશુદ્ધિ ન હોય તો દેવ, યંત્રો અને મંત્ર ફળ આપતાં નથી. અક્ષરશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિ હોવા સાથે ભાવશુદ્ધિ હોવી પરમતમ અનિવાર્ય છે. ભાવ એટલે અંતરનો ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, ભાવથી સર્વ પ્રકારના લાભો મળે છે. ભાવથી દેવતાનાં દર્શન થાય છે. ભાવથી પરમ જ્ઞાનસંપદાની પ્રાપ્તિ થાય છે, અને તેથી જ ભાવનું અવલંબન લઈને સર્વ ક્રિયાઓ કરવાનું શાસ્ત્રો અને ધર્મગ્રંથો ખાસ સૂચવે છે. મંત્રજપની પૂર્ણાહુતિ થયા પછી પણ ધ્યાનની પ્રવૃત્તિમાં મનને કેન્દ્રિત કરવું જરૂરી છે. ઇષ્ટદેવ કે આરાધ્ય દેવતાનો મંત્રજપ એક કરોડવાર કરો અને તેમનું ધ્યાન થોડીવાર ધરો એ બન્નેનું ફળ સરખું ગણાયું છે. ધ્યાન વગર આરાધના પૂરી થતી નથી. શાસ્ત્રોમાં મંત્રયોગનાં જે સોળ અંગો વર્ણવાયાં છે તેમાં ૧૪મું અંગ જપ અને ૧૫મું અંગ ધ્યાન માટેનું કહેલું છે. અત્યંતર તપશ્ચર્યાના છ પ્રકારોમાં પાંચમો પ્રકાર ધ્યાનનો મનાય છે. શક્તિરૂપા પદ્માવતીજીના ધ્યાન માટે પણ ઘણી સૂચનાઓ ધ્યાનમાં લેવા જેવી છે. એ જ રીતે મહાપ્રભાવશાળી સંતો, મહંતો અને સિદ્ધો-સાધકોની સિદ્ધિઓનું રહસ્ય યોગવિદ્યા પણ મનાય છે. યોગવિદ્યા એ માનવજીવનને સફળ અને ઉન્નત બનાવવાની સાધના છે. યોગવિદ્યા દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં આગળ અને આગળ વધતાં આત્મા પરમાત્મા સ્વરૂપ બને છે. માનવસંસ્કૃતિના ઉત્થાન સાથે આધ્યાત્મિક જીવનનું ઉત્થાન થયું અને તે સાથે યોગવિદ્યાનું પણ નિર્માણ થયું. જ્યાં જ્યાં માનવસંસ્કૃતિ ઉત્થાન પામી અને તેમાં જે જે ધર્મનો પ્રાદુર્ભાવ થયો ત્યાં ત્યાં યમનિયમો આવ્યા અને એ યમનિયમો યોગરૂપે સંયોજાયા. યોગવિદ્યાની વ્યાપકતા પૂર્વે તેમ જ આજે પણ અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળે છે. અનુકૂળતા હશે તો શ્રી પદ્માવતીજીના ગ્રંથના બીજા ભાગમાં આવા અનેક વિષયોની વિશદ છણાવટ કરવાની ભાવના છે. શ્રદ્ધા-કાર્યસિદ્ધિનું રહસ્ય શ્રદ્ધાથી સંકલ્પમાં બળ મળે છે અને તે બળવાન સંકલ્પ કાર્યને સિદ્ધ કરી શકે છે. કાર્યસિદ્ધિનું એ જ રહસ્ય છે. શ્રદ્ધાનું લક્ષણ એ છે, કે શાસ્ત્રનાં અને ગુરુનાં વચનો ઉપર વિશ્વાસ રાખી એમનું અવધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy